Tuesday, July 21, 2020

77 વર્ષીય રંજીતે કહ્યું, આવું પહેલાં પણ થતું જ હતું, સિલસિલા ફિલ્મમાં પરવીન બાબીને બદલે જયા બચ્ચનને રોલ આપવામાં આવ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ, ફેવરિટિઝ્મ અને કેમ્પિંગ જેવા મુદ્દા ચર્ચામાં આવ્યા છે. રોજ કોઈને કોઈ સેલેબ આ મુદ્દે તેમના મંતવ્ય રજૂ કરી રહ્યા છે જેને કારણે આ મુદ્દો વધુને વધુ મોટો થતો જાય છે.

હવે વીતેલા સમયના ફેમસ વિલન રંજીતનું નામ પણ આ લિસ્ટમાં એડ થયું છે. તેમણે એક ઇન્ટવ્યૂમાં આ મુદ્દા પર તેમનો વ્યૂ શેર કર્યો હતો.

77 વર્ષીય રંજીતે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું, નેપોટિઝ્મ પહેલાં પણ થતું હતું અને દુશ્મની પણ. મને યાદ છે કે સિલસિલા ફિલ્મમાં પરવીન બાબીને કાસ્ટ કરવાના હતા પરંતુ પ્રોડ્યુસરને લાગ્યું કે જયા બચ્ચન વધારે સારા લાગશે તો પરવીન બાબીને બદલે જયા બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા હતા.

આ જ રીતે શોલે પહેલાં ડેનીને ઓફર થઇ હતી પરંતુ તે વ્યસ્ત હતા માટે મને રોલ ઓફર કરવામાં આવ્યો પરંતુ તે મારા સારા મિત્ર હતા માટે મેં રોલ રિજેક્ટ કરી દીધો. ત્યારબાદ રોલ બીજા કોઈને મળી ગયો. તો, આવું બધું થતું રહે છે. હું કોઈ ગ્રુપમાં ન હતો પણ મારું બધા સાથે સારું બોન્ડિંગ હતું. મને બધાનો પ્રેમ મળ્યો.

દીકરો પણ બોલિવૂડમાં એન્ટ્રી લેશે
રંજીતે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમનો દીકરો ચિરંજીવ પણ ફિલ્મોમાં કામ કરવા માટે મહેનત કરી રહ્યો છે. તેમણે કહ્યું, દીકરો આવશે, તે તૈયારી કરી રહ્યો છે. હું તેની ચોઈસમાં વધારે માથું નથી મારતો. તે મારાથી વધુ સમજદાર છે.

જૂની યાદો તાજા કરી
રંજીતે આ ઇન્ટરવ્યૂમાં વીતેલા સમયને પણ યાદ કર્યો. તેમણે કહ્યું, તે સમયે ગરમીમાં સ્ટાર્સ શૂટિંગ કરીને ઘણા હેરાન થઇ જતા હતા. ત્યારે સ્ટાર્સ વેનિટી વેન શેર કરતા હતા અને બધા એક પરિવારની જેમ હતા. મને પણ કામ કરવાની મજા આવતી હતી. દરેક શૂટ પછી એક્ટર્સ મારા ઘરે આવતા હતા. ધર્મેન્દ્ર, જીતેન્દ્ર હોય કે વિનોદ ખન્ના કે પછી કોઈ બીજા એક્ટર, બધા મારા ઘરે આવતા હતા. અમે સાથે જમતા, વાતો કરતા અને બેડમિન્ટન રમતા હતા.

રિના રોય પરોઠા બનાવતા હતા તો મોસમી ચટર્જી ફિશ બનાવતા હતા. સેટ પર પણ એક્ટર્સ એકબીજા સાથે સીન ડિસ્ક્સ કરતા હતા. તે સમયે રાઈટર્સને પણ ઘણું મહત્ત્વ આપવામાં આવતું હતું, જે હું આજે સાચું કહું તો હાલના સમયમાં ઘણું મિસ કરું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ranjeet Says Nepotism Was Always There, Recalls How Jaya Bachchan Replaced Parveen Babi In Silsila


from Divya Bhaskar https://ift.tt/39gp5Ab
https://ift.tt/30tClNS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...