Friday, July 17, 2020

સ્પર્ધકોની ઈમ્યુનિટી તથા બૉડી ટેમ્પ્રેચર જોયા બાદ એલિમિનેશન થશે, લૉકડાઉન કનેક્શન તથા સ્પર્ધકોની ફી પર ચર્ચા

‘બિગ બોસ 13’ની લોકપ્રિયા બાદ હવે મેકર્સ ‘બિગ બોસ 14’ની તૈયારીમાં વ્યસ્ત છે. છેલ્લાં કેટલાંક દિવસથી શોના ફોર્મેટ તથા સ્પર્ધકો સાથે જોડાયેલી માહિતી સામે આવી રહી છે. ચાહકો નવી સીઝનને લઈ ઉત્સાહી છે. આ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મેકર્સ શોમાં લૉકડાઉન કનેક્શન અંગે વિચારણા કરી રહ્યાં છે. આટલું જ નહીં આ વર્ષે વોટના આધારે નહીં પરંતુ સ્પર્ધકોની ઈમ્યુનિટી તથા હેલ્થને ધ્યાનમાં લઈ તેમને શોની બહાર કરવામાં આવશે.

એલિમિનેશન કોન્સેપ્ટમાં ફેરફાર થઈ શકે છે
વેબ પોર્ટલ પિંકવિલાના રિપોર્ટ પ્રમાણેઆ વર્ષે તમામ સ્પર્ધકોને હાઈજીન તથા શરીરના ટેમ્પ્રેચરને આધારે ઘરમાંથી બહાર કરવામાં આવશે. વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાઈરસને કારણે મેકર્સે આ નિર્ણય લીધો છે. જો કોઈ વ્યક્તિ શો દરમિયાન બીમાર પડે છે તો તેને તરત જ ઘરની બહાર મોકલી દેવામાં આવશે.

અઠવાડિયા પ્રમાણે ફી નહીં આપવામાં આવે
અત્યાર સુધી સ્પર્ધકોને દર અઠવાડિયા પ્રમાણે ફી આપવામાં આવતી હતી પરંતુ આ વખતે ફીના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવશે. આ વર્ષે તમામ સ્પર્ધકોને એક ફિક્સ રકમ પર સાઈન કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાવાઈરસને કારણે અધવચ્ચે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું અથવા શો અટકાવવો પડ્યો તો તે સમયે સ્પર્ધકોને તે સમયના એપિસોડ્સના પૈસા આપવામાં આવશે. આ વર્ષે ઈન્ડસ્ટ્રી બંધ હોવાને કારણે પ્રોડક્શન હાઉસે ફીમાં ઘટાડો કર્યો છે. આ વખતે શોમાં પાંચ નવા ચહેરા જોવા મળશે.

આ સેલેબ્સને શો ઓફર થયો
આ વખતે શોમાં વિવાદાસ્પદ ટિકટોકર્સ તથા યુ ટ્યૂબર્સ પણ જોવા મળે તેમ માનવામાં આવે છે. ટીવી સેલેબ્સ વિવિયન દેસેના, નિયા શર્મા, સુરભી જ્યોતિ, કરન કુંદ્રા, રાજીવ સેન, આકાંક્ષા પુરી, જસ્મીન ભસીન તથા આંચલ ખુરાનાને શો ઓફર થયો હોવાની ચર્ચા છે. જોકે, હજી સુધી એક પણ કલાકારે શોને લઈ કોઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો નથી.

શોમાં લૉકડાઉન કનેક્શન જોવા મળશે
આ વખતે સીઝનમાં મોટો ફેરફાર જોવા મળશે. દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેકર્સે ‘બિગ બોસ 14’માં લૉકડાઉનને લઈ અલગ પ્લાન બનાવ્યો છે. ચર્ચા છે કે આ વખતે શોનું નામ ‘બિગ બોસ લૉકડાઉન એડીશન’ રાખવામાં આવશે. આટલું જ નહીં આ વખતે સ્પર્ધકો પોતાની સાથે ઘરની અંદર ફોન પણ લઈ જઈ શકશે. જોકે, હજી આ અંગે વિચારણા ચાલી રહી છે.

‘બિગ બોસ’ની 13મી સીઝન સૌથી લાંબી સીઝન હતી
‘બિગ બોસ’ની 13મી સીઝન અત્યાર સુધીની સીઝન કરતાં સૌથી લાંબી હતી. આ સીઝન 29 સપ્ટેમ્બર, 2019ના રોજ શરૂ થઈ હતી અને ગ્રાન્ડ ફિનાલે 15 ફેબ્રુઆરી, 2020ના રોજ હતી. આ શોનો વિનર સિદ્ધાર્થ શુક્લા હતો. પ્રથમ રનર-અપ તરીકે અસીમ રિયાઝ તથા સેકન્ડ રનર-અપ શહેનાઝ ગીલ હતી. આ શોમાં ટીવી સેલેબ્સ પારસ છાબરા, રશ્મિ દેસાઈ, દેવોલિના ભટ્ટાચાર્જી, મધુરિમા તુલી, વિશાલ આદિત્ય સિંહ, આરતી સિંહ, કોએના મિત્રા જોવા મળ્યાં હતાં. આ સીઝન ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bigg boss 14 update Hygiene-Based Elimination To Temperature Checks;


from Divya Bhaskar https://ift.tt/30jCGCx
https://ift.tt/3jb2RUB

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...