વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. મોટી ફિલ્મની વચ્ચે આ ફિલ્મની જાહેરાત થઈ હતી. આટલું જ નહીં બિગ સ્ટાર્સની વચ્ચે વિદ્યુત જામવાલને આમંત્રણ આપવામાં આવ્યું નહોતુ. આ વાતથી નારાજ વિદ્યુતે સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કરી હતી. જોકે, હાલમાં વિદ્યુતના નામની એક ફૅક ટ્વીટની ચર્ચા થઈ રહી છે. આ ટ્વીટમાં રિયલ ટેલેન્ટને સપોર્ટ કરવાની અપીલ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ નકલી ટ્વીટને જોઈને વિદ્યુત પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો.
16 જુલાઈના રોજ વિદ્યુતના નામથી કરવામાં આવેલી નકલી ટ્વીટનો સ્ક્રીનશોટ વાઈરલ થયો છે. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, ‘તમે લોકો તો રિયલ ટેલેન્ટને પ્રોત્સાહન આપવાના હતાં ને? મારી નવી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે, ખબર તો છે ને?’ આ નકલી ટ્વીટ અસલી લાગે છે. આ જોઈને વિદ્યુતને પણ નવાઈ લાગી હતી. આ નકલી ટ્વીટને રી-પોસ્ટ કરતાં એક્ટરે કહ્યું હતું, ‘ફૅક વસ્તુઓને ઉઘાડીપાડવાનું કામ મારું નથી. પ્લીઝ મને એટલું કહો કે આટલુંઅસલી કેવી રીતે બનાવ્યું’
😂Not my job to expose the fake,in due time ,please tell me how you made this look so real.. https://t.co/CrDe5RnOvs
— Vidyut Jammwal (@VidyutJammwal) July 16, 2020
વિદ્યુતે ફિલ્મ સાથે ભેદભાવ થતાં નારાજગી પ્રગટ કરી હતી
વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ સાથે જ ‘સડક’, ‘ભુજ’, ‘લક્ષ્મી બોમ્બ’, ‘બિગ બુલ’, ‘દિલ બેચારા’ તથા ‘લૂટકેસ’ સ્ટ્રીમ થવાની છે. આ સાત ફિલ્મની જાહેરાત ‘બોલિવૂડ કી હોમ ડિલિવરી’માં લાઈવ સેશનમાં કરવામાં આવી હતી. જોકે, લાઈવ સેશન દરમિયાન ‘લૂટકેસ’નો લીડ એક્ટર કુનાલ ખેમુ તથા ‘ખુદા હાફિઝ’ના વિદ્યુત જામવાલનેબોલાવવામાં આવ્યા નહોતા. આ સેશન બાદ બંનેએ નારાજગી વ્યક્ત કરી હતી.
વિદ્યુતે ફિલ્મ ક્રિટિક તરણ આદર્શની ટ્વીટ પર કહ્યું હતું, ‘સાચે જ મોટી જાહેરાત, સાત ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે પરંતુ તેમાંથી માત્ર પાંચને રિપ્રેઝેન્ટને લાયક સમજવામાં આવી. આ એક લાંબી સફર છે. આ સાયકલ બસ ચાલે રાખે છે. બીજી બાજુ કુનાલ ખેમુએ પણ સમાન તક અંગે વાત કરી હતી.’
A BIG announcement for sure!!
— Vidyut Jammwal (@VidyutJammwal) June 29, 2020
7 films scheduled for release but only 5 are deemed worthy of representation. 2 films, receive no invitation or intimation. It’s a long road ahead. THE CYCLE CONTINUES https://t.co/rWfHBy2d77
ઉલ્લેખનીય છે કે ‘ખુદા હાફિઝ’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર ક્યારે સ્ટ્રીમ થશે, તેની ડેટ જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત એક્ટર Zee5ની ફિલ્મ ‘યારા’માં જોવા મળશે. આ ફિલ્મનું પ્રીમિયર 30 જુલાઈએ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hajvlr
https://ift.tt/3jdUYxK
No comments:
Post a Comment
If you have any doubts please let me know!