સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં સતત નેપોટિઝ્મનો મુદ્દો ગરમાયો છે. ઘણાં લોકો સપોર્ટમાં છે તો કેટલાંક વિરોધમાં છે. રિચા ચઢ્ઢાએ અત્યાર સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. આ જ કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ પણ કરી હતી. હવે એક્ટ્રેસે પોતાના બ્લોગમાં નેપોટિઝ્મની વાત કરી છે. આ સાથે જ સુશાંત માટે શોક પ્રગટ કરનારા ડિરેક્ટર્સને આડેહાથ લીધા છે. રિચાએ કહ્યું હતું કે એક્ટ્રેસ જો સૂવા માટે તૈયાર ના થાય તો તેને ફિલ્મમાંથી હાંકી કાઢનારા આ લોકો આજે એક્ટરના અવસાન પર દુઃખ વ્યક્ત કરે છે.
રિચાએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, અનેક ડિરેક્ટર્સ છેલ્લાં એક મહિનાથી સાંત્વના મેસેજ મોકલે છે. આમાંથી ઘણાંએ તો પોતાના સાથીઓની ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ કરિયર બરબાદ કરી નાખી હતી. એક્ટ્રેસ સૂવાની ના પાડે એટલે છેલ્લી ઘડીએ એને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવે છે. અનેકવાર એવી ભવિષ્યવાણી કરવામાં આવે છે કે આનું તો કંઈ જ થશે નહીં. બીજાનું ભવિષ્ય જોનારા આ લોકો અંતે તો પોતાની નિષ્ફળતા જ છુપાવે છે. તમે ભગવાન નથી.
अलविदा दोस्त...
— TheRichaChadha (@RichaChadha) July 16, 2020
Please read only if you are serious about change... with malice to none and love to all ! ❣ https://t.co/dTWBlyjpin.
સાહિર લુધિયાણવીના શબ્દોથી બ્લોગની શરૂઆત કરી
રિચાએ પોતાના બ્લોગની શરૂઆતમાં સાહિર લુધિયાણવીના શબ્દો લખ્યાં હતાં.
યહાં એક ખિલૌના હૈં
ઈન્સાન કી હસ્તી
યે બસ્તી હૈં મુર્દા પરસ્તોં કી બસ્તી
યહાં પર તો જીવન સે હૈં મૌત સસ્તી
યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈં
યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈં
સાહિર લુધિયાણવીના આ શબ્દો છેલ્લાં કેટલાંય દિવસથી મારા મનમાં ચાલી રહ્યાં છે. નેપોટિઝ્મ પર બહુ બધું બોલાઈ રહ્યું છે. જોકે, માનસિક સ્થિતિમાં ઝઝૂમતા કોઈ વ્યક્તિ માટે કેવું વાતાવરણ તૈયાર કરવું, તે મુદ્દે ભાગ્યે જ કોઈ બોલે છે. મારા જૂના મિત્રે આત્મહત્યા કર્યાં બાદ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
આઉટસાઈડર્સ તથા ઈનસાઈડર્સને લઈ વાત કરી
રિચાએ કહ્યું હતું, મારી નજરમાં બોલિવૂડ આઉટસાઈડર્સ તથા ઈનસાઈડર્સમાં વહેંચાયું નથી. જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી તથા તેની પૂરી ઈકો સિસ્ટમ સારા તથા ખરાબ વ્યવહાર કરતાં લોકોમાં વહેંચાયેલી છે. ઈનસાઈડર્સ પણ સારા હોઈ શકે છે તો આઉટસાઈડર્સ પણ ઉદ્ધત હોઈ શકે છે.
નેપોટિઝ્મની વાત સાંભળીને હસવું આવે છે
નેપોટિઝ્મ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં રિચાએ કહ્યું હતું, જ્યાં સુધી નેપોટિઝ્મની વાત છે તો આ સાંભળીને મને હસવું આવે છે. હું સ્ટાર કિડ્સને નફરત કરતી નથી. આપણને જે વારસામાં મળ્યું છે, તે જોઈને આપણે તો ક્યારેય શરમ અનુભવતા નથી તો પછી સ્ટાર કિડ્સ તેમના વારસાને લઈ શા માટે શરમ અનુભવે? આ ચર્ચા નફરતથી ભરેલી છે અને કારણ વગરની છે.
સુશાંત સાથે પોતાનું કનેક્શન પણ જણાવ્યું
રિચાએ બ્લોગમાં સુશાંત સાથેના કનેક્શન અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું, સુશાંત તથા હું એક થિયેટર ગ્રુપમાં સાથે હતાં. અમે અહીંયા એક વર્કશોપમાં કામ કરતાં હતાં. હું અંધેરી વેસ્ટમાં દિલ્હીના મિત્ર સાથે 700 સ્કે. ફૂટના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. સુશાંત પોતાની બાઈક પર મને લેવા આવતો અને પછી અમે સાથે રિહર્સલ માટે જતા હતા. આના માટે હું હંમેશાં સુશાંતની આભારી રહીશ. એવું નહોતું કે હું ગરીબ હતી પરંતુ મને ડર હતો કે ઓટોમાં જઈશ તો મારો મેકઅપ ખરાબ થઈ જશે.
આ બધું સ્ટાર કિડ્સ સાથે ક્યારેય બનતું નથી. જો તેઓ ઓટોમાં જાય તો તેમના વખાણ કરવામાં આવે છે પરંતુ હું તેમના આ વિશેષાધિકાર પર ગુસ્સે થઈ શકું તેમ નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Wvuzlf
https://ift.tt/2ZDbteR
No comments:
Post a Comment
If you have any doubts please let me know!