Tuesday, July 21, 2020

કંગનાને તાપસી-સ્વરા-રિચાનો સપોર્ટ ના મળતાં આક્રોશ વ્યક્ત કર્યો, કહ્યું- ઘરનું બિલ ભરવાનું દબાણ તેથી જ બોલિવૂડમાં દુશ્મન બનાવવા તૈયાર નથી

બોલિવૂડમાં દિવસે દિવસે નેપોટિઝ્મ, આઉટસાઈડર-ઈનસાઈડરનો મુદ્દો ઉગ્ર બનતો જાય છે. થોડાં દિવસ પહેલાં જ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં તાપસી પન્નુ તથા સ્વરા ભાસ્કરને B ગ્રેડ એક્ટ્રેસ કહી હતી ત્યારબાદ તાપસી તથા સ્વરાએ વળતો જવાબ આપ્યો હતો. હવે એક અન્ય ઈન્ટરવ્યૂમાં કંગનાએ બંનેને આડેહાથ લીધી હતી અને બંનેએ સપોર્ટ ના કર્યો તે વાત પર દુઃખ પણ પ્રગટ કર્યું હતું.

કંગનાએ કહ્યું, તાપસી-સ્વરા-રિચા પર બિલ ભરવાનું દબાણ
પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ તાપસી તથા સ્વરા પર દુઃખ પ્રગટ કરીને કહ્યું હતું, ‘આ દુઃખ છે. મને ખ્યાલ નથી કે મારે શું બોલવું જોઈએ પરંતુ હું તેમની જગ્યા પર એક સમયે હતી. જે લોકો બહારથી બોલિવૂડમાં આવે છે, અમારા જેવા આઉટસાઈડર્સને પોતાના પેરેન્ટ્સના ઘરમાં કમ્ફર્ટ મળતું નથી. હું અનિલ કપૂર કે મહેશ ભટ્ટની દીકરી તો છું નહીં. જ્યારે તમે સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ કે રિચા ચઢ્ઢાની વાત કરો તો હું સમજી શકું છું કે તેમની પર પોતાના ઘરનું બિલ ભરવાનું દબાણ હોય છે. દરેક લોકો મારી જેમ જીવવા ઈચ્છતું નથી. આથી જ હું સમજી શકું છું કે તેઓ ક્યાંથી આવે છે અને તેમની પર કેટલું પ્રેશર હોય છે.’

તેઓ દુશ્મન બનાવવા તૈયાર નથી
કંગનાએ આગળ કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે બીજા અહીંયા દુશ્મનોની સંખ્યા વધારવા ઈચ્છતા નથી પરંતુ હું તો માત્ર એટલું જ કહીશ કે તેઓ બીજાના સંઘર્ષને માન આપે. તાપસી કહે છે કે મારું અનુભવ વિચિત્ર છે. તો શું હું વિચિત્ર છું? તે કહે છે કે હું એક્સટ્રીમિસ્ટ છું. સ્વરા કહે છે કે નેપોટિઝ્મના મારા દાવાઓ ખોટા છે. રિચા કહે છે કે કેટલાંક લોકો યુનિવર્સને પોઝિટિવ વાઈબ્રેશન આપતા નથી. હા, આ વાત સાચી છે કે આસપાસ જે બની રહ્યું છે, તેનાથી હું પોઝિટિવ ફીલ કરતી નથી પરંતુ મારા સંઘર્ષનું અપમાન કરવું તે અલગ વાત છે.’

તાપસીએ ફરી જવાબ આપ્યો
કંગનાની વાતો સાંભળીને તાપસી પન્નુએ કંગનાને લઈ ટ્વીટ કરી હતી. તાપસીએ કહ્યું હતું, હાય રિચા તથા સ્વરા, કોઈ આપણાં બિલ તથા EMIને લઈ બહુ ચિંતિંત છે. ઈન્ડસ્ટ્રી કેટલી દયાળું છે. B ગ્રેડ સ્ટ્રગલ માટે આપણને કેટલું સન્માન મળી રહ્યું છે.

કંગનાની કઈ વાતોથી વિવાદ શરૂ થયો હતો?
કંગનાએ અર્નબ ગોસ્વામીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, હું તો અહીંયા (બોલિવૂડ) માત્ર ગુમાવવા માટે આવી છું, કારણ કે મને ખબર છે કે આવતીકાલે તેમને તાપસી પન્નુ કે પછી સ્વરા ભાસ્કર જેવા બીજા 20 જરૂરિયાતવાળા આઉટસાઈડર્સ મળી જશે. તેઓ એમ કહેશે, નેપોટિઝ્મને લઈ માત્ર કંગનાને વાંધો છે. અમે કરન જોહરને ઘણો જ પ્રેમ કરીએ છીએ. જો તમે કરન જોહરને પ્રેમ કરો છો તો તમે કેમ આજે પણ B ગ્રેડ એક્ટ્રેસિસ છો? તમે બંને આલિયા ભટ્ટ તથા અનન્યા પાંડે કરતાં વધારે સારા છો. તમે બંને સારી એક્ટ્રેસિસ છો. તો શા માટે તમને કામ નથી મળતું? તમારું અસ્તિત્વ જ નેપોટિઝ્મનો પુરાવો છે. તમે આ ઈન્ડસ્ટ્રીમાં કેટલા ખુશ છે, તેને લઈ મને શું કહેશો?

કંગનાના આક્ષેપો પર તાપસીનો વળતો જવાબ
કંગનાએ B ગ્રેડ એક્ટ્રેસ કહ્યાં બાદ અંગ્રેજી ન્યૂઝપેપર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં તાપસીએ કહ્યું હતું, ‘કંગના એમ કહે છે કે મારી પાસે કામ નથી પરંતુ હું દર વર્ષે ઓછામાં ઓછી ચાર ફિલ્મ કરું છું. આ વર્ષે મારી પાંચ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. હા, મને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી અને સ્ટાર કિડ્સને લેવામાં આવ્યાં હતાં. જોકે, કંગના તથા તેની બહેન મારી મહેનતની ક્રેડિટ ના આપે અને કારણ વગર મારું નામ લીધા રાખે તે પણ એક પ્રકારની હેરાનગતિ જ છે.’

વધુમાં તાપસીએ કહ્યું હતું, ‘આ બધું એટલા માટે કે મેં તેમની હામાં હા ના કરી, મેં આઉટસાઈડર્સ માટે ઝંડો લઈને તેમની સાથે ચાલવાની ના પાડી, કારણ કે અમે એટલાં પણ કડવાં નથી. મેં કોઈના પણ અવસાનનો અંગત ફાયદો ઊઠાવવાની ના પાડી અને જે ઈન્ડસ્ટ્રીએ અમને ભોજન તથા ઓળખાણ આપી તેની મજાક ઉડાવવાની ના પાડી.’

તાપસીએ આગળ કહ્યું હતું, ‘એક્ટ્રેસ હોવાને નાતે મારે જરૂરી મુદ્દાઓ પર બોલવું જોઈએ. જોકે, બીજાને સશક્ત કરતાં હોય તેવા જ મુદ્દે મારે બોલવું જોઈએ. મને જ્યારે ‘પતિ પત્ની ઔર વો’માં ખોટી રીતે રિપ્લેસ કરવામાં આવી ત્યારે હું બોલી જ હતી. એવું નથી કે હું ડરું છું.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut and Taapsee Pannu controversy, kangana said, they have bills to pay for their house


from Divya Bhaskar https://ift.tt/2OFyBDg
https://ift.tt/2ZMq8o7

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...