મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયેલ બચ્ચન પરિવારના ચાર સભ્ય અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત ઝડપથી સારી થઇ રહી છે. શુક્રવારે મોડી રાત્રે ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યાને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડના તે જ VIP વિંગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા જ્યાં પહેલેથી અમિતાભ અને અભિષેકની સારવાર ચાલી રહી છે. અમિતાભ અને અભિષેક 8 દિવસથી એડમિટ છે.
અભિષેક અને અમિતાભને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી શકે છે
ન્યૂઝ એજન્સી PTIએ હોસ્પિટલ સાથે સંકળાયેલ સૂત્રોના હવાલે લખ્યું કે, તેઓ બધા ઠીક છે. સારવારની અસર થઇ રહી છે. અમિતાભ અને અભિષેકને એક-બે દિવસમાં આઇસોલેશન વોર્ડમાંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી શકાય છે. એક અન્ય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવારના સભ્યોને આવતા અઠવાડિયે હોસ્પિટલથી રજા મળી શકે છે.
ઐશ્વર્યાને કફ હતો, હવે સારું છે
રિપોર્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે, ઐશ્વર્યાને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરાઈ ત્યારે તેને કફ હતો. જોકે, હવે તેને સારું છે. સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, હોસ્પિટલ લઇ જતી વખતે ઐશ્વર્યાને વધુ તાવ હતો અને આરાધ્યાને ઓછો તાવ હતો. જોકે, હાલ બંનેની તબિયતમાં સુધારો છે એવી માહિતી છે.
હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ઐશ્વર્યાનો તાવ ઓછો થયો અને તેને ગળાના ઇન્ફેક્શનમાં પણ હવે રાહત છે. તેની તબિયત સ્થિર છે. આરાધ્યાને તાવ નથી. બંનેને આઇસોલેશન વોર્ડમાં ડો. બર્વે અને ડો. અંસારીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ બંને ડોક્ટર્સ જ ઘણા સમયથી બચ્ચન પરિવારના મેડિકલ કન્સલ્ટન્ટ છે.
11 જુલાઈથી અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં એડમિટ
અમિતાભ અને અભિષેકને 11 જુલાઈના સવારે હળવો તાવ હતો. સાંજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ જાતે જ હોસ્પિટલમાં એડમિટ થઇ ગયા હતા.
ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ 12 જુલાઈ રવિવારે પોઝિટિવ આવ્યો હતો. બંનેમાં હળવા લક્ષણો દેખાયા હતા અને અન્ય કોઈ તકલીફ ન હતી. તે સમયે તેમને તાવ પણ ન હતો અને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડતી ન હતી. માટે કોવિડ -19ના ક્વોરન્ટીન નિયમો મુજબ તેમને ઘરે જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શુક્રવારે અચાનક બંનેની તબિયત બગડતા પરિવાર ચિંતિત થઇ ગયો અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fI4reH
https://ift.tt/2OAikiW
No comments:
Post a Comment
If you have any doubts please let me know!