Tuesday, July 21, 2020

અનુરાગ કશ્યપ એક્ટ્રેસ કંગના રનૌતના વર્તનથી ગુસ્સામાં, કહ્યું- આ નવી કંગનાને હું ઓળખતો નથી, બસ હવે બહું થયું

ફિલ્મમેકર અનુરાગ કશ્યપે તાજેતરમાં એક પછી એક ટ્વીટ કરીને કંગના રનૌતને લઈ વાત કરી હતી. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી કંગનાએ બોલિવૂડમાં ચાલતાનેપોટિઝ્મ તથા કેમ્પને લઈ નિવેદનો આપ્યા છે અને બોલિવૂડના દિગ્ગજો પર ગંભીર આક્ષેપો કર્યાં છે. આ વાતને લઈ અનુરાગ કશ્યપે કહ્યું હતું કે તે આ નવી કંગનાને ઓળખતો નથી.

અનુરાગે એક પછી એક ટ્વીટ કરી
અનુરાગ કશ્યપે સૌ પહેલી ટ્વીટમાં કંગનાનો ‘મણીકર્ણિકા’ રિલીઝ થઈ ત્યારબાદનો એક વીડિયો શૅર કર્યો હતો અને તેને લઈ કહ્યું હતું, કાલે કંગનાનો ઈન્ટરવ્યૂ જોયો. એક સમયે તે મારી સારી મિત્ર હતી. મારી દરેક ફિલ્મ પર મને પ્રોત્સાહન આપતી હતી. જોકે, આ નવી કંગનાને હું ઓળખતો નથી. હમણાં તેનો આ ડરામણો ઈન્ટરવ્યૂ પણ જોયો. આ ઈન્ટરવ્યૂ ‘મણિકર્ણિકા’ રિલીઝ થઈ પછી તરત જ આવ્યો હતો.

સફળતા તથા તાકતનો નશો દરેકને બહેકાવે છે. પછી તે ઈનસાઈડર હોય કે આઉટસાઈડર. ‘મારામાંથી શીખો અને મારા જેવો બનો’ આ વાતો મેં 2015 પહેલાં ક્યારેય તેની પાસેથી સાંભળી નહોતી. ત્યારથી લઈને અત્યાર સુધી વાત ત્યાં સુધી આવી ગઈ કે જે મારી સાથે નથી તે બધા જ સ્વાર્થી અને ચમચાઓ છે.

તમામ સફળ ડિરેક્ટર્સને ગાળો આપવી, એડિટમાં બેસીને સાથી કલાકારોના રોલ કાપે છે, એક સમયે કંગના સાથે કામ કરનાર ડિરેક્ટર્સ આજે તેનાથી દૂર ભાગે છે. જો કંગનાને લાગતું હોય કે બીજાને દબાવીને તે તાકતવર બની છે તો...

કંગનાને અરીસો ના બતાવીને તમે તેને માથે ચઢાવીને તમે તેને જ ખતમ કરી રહ્યાં છો. મારે વધું કંઈ નથી કહેવું. શું બકવાસ કરી રહી છે? અને ધડ માથા વગરની વાત કરે છે. આ બધાનો અંત આ જ થશે. હું તેને બહું માનું છું અને આ કંગના મારાથી સહન થઈ શકતી નથી. બાકી બોલે ના બોલે...

હું બોલીશ, બહું થઈ ગયું. જો તારા ઘરના લોકોને આ નથી દેખાતું, તારા મિત્રોને આ નથી દેખાતું તો પછી સાચી વાત એ છે કે દરેક લોકો તારો ઉપયોગ કરે છેઅને આજે તારું પોતાનું કોઈ નથી. બાકી તારી મરજી, મને ગાળો આપવી હોય તો આપો.

ઉલ્લેખનીય છે કે અનુરાગે કંગનાની ફિલ્મ ‘ક્વીન’ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anurag Kashyap angry with actress Kangana Ranaut's behavior, said- I don't know this new Kangana


from Divya Bhaskar https://ift.tt/3fQhdYk
https://ift.tt/3eGEsCY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...