Tuesday, July 21, 2020

ટ્વિટર પર હેશટેગ NationStandsWithKangana ટ્રેન્ડમાં નંબર વન હતું, કંગનાએ કહ્યું- સુશાંતને ન્યાય અપાવવા માટે સાથે રહેવાની જરૂર

કંગના રનૌતે હાલમાં જ એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના અવસાનને લઈ સવાલ કર્યો હતો. આ ઈન્ટરવ્યૂ બાદ તાપસી પન્નુ, સમીર સોનીએ એક્ટ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે તે સુશાંતના અવસાનનો ઉપયોગ અંગત ફાયદા માટે કરી રહી છે. જોકે, કંગનાનાં ચાહકો એક્ટ્રેસની સાથે છે. સોમવાર (20 જુલાઈ)ના રોજ ટ્વિટર પર NationStandsWithKangana હેશટેગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ હેશટેગ નંબર વન પર ટ્રેન્ડ કરતું હતું. આજે (21 જુલાઈ) આ હેશટેગ નંબર પાંચ પર હતું અને એક લાખ 95 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવી હતી.

ટ્રેન્ડથી કંગના ખુશ થઈ, કહ્યું- સુશાંત માટે આપણે સાથે ઊભા રહેવાની જરૂર

ટ્વિટર પર NationStandsWithKangana હેશટેગ નંબર વન પર ટ્રેન્ડ થતાં કંગનાએ ખુશી પ્રગટ કરી હતી. આ સાથે જ સુશાંતને ન્યાય અપાવવા માટે સાથે ઊભા રહેવાની વાત કરી હતી. કંગનાની ટીમ તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, આ પ્રેમ તથા સપોર્ટ જોઈને કંગના બહુ જ ખુશ છે અને આભાર વ્યક્ત કરે છે. કમનસીબે કેટલાંક લોકો આ વાતને બદલવા ઈચ્છે છે. સુશાંતને ન્યાય અપાવવા માટે આપણે સાથે ઊભા રહેવાની જરૂર છે.

યુઝરે કંગનાને રિયલ ક્વીન કહી
આ હેશટેગથી ટ્વિટર યુઝર્સે કંગનાનો સપોર્ટ કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું, લેડી સુપરસ્ટાર કંગના રનૌતને મળો. ધ રિયલ ક્વીન. માત્ર બોલિવૂડમાં જ નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ.

એક અન્ય યુઝરે રણબીર કપૂર, કરન જોહર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, કરીના કપૂર તથા અનન્યા પાંડેની તસવીર કોલાજ કરીને તેને વાઈરસનું નામ આપ્યું હતું. બીજી બાજુ કંગનાની તસવીર મૂકીને તેને સેનિટાઈઝર નામ આપવામાં આવ્યું હતું.

એક યુઝરે ટ્વીટ કરી હતી, એક્ટિંગ હોય કે સાહસ, ટેલેન્ટ હોય કે દેશભક્તિ. બોલિવૂડગેંગનીકોઈ પણ સો-કૉલ્ડ એક્ટ્રેસ કંગના સામે ટક્કર ઝીલી શકે નહીં. તેમને 100 કરોડ કમાનારી ફિલ્મ માટે મેલ લીડની જરૂર પડે છે પરંતુ કંગનાને નહીં. રાણી તો રાણી જ હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The NationStandsWithKangana hashtag was number one in the trend on Twitter, Kangana happy and tweet


from Divya Bhaskar https://ift.tt/2ZN42lG
https://ift.tt/3hmwzEw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...