Friday, July 24, 2020

ગૃહમંત્રી અનિલ દેશમુખે બોલિવૂડ સેલેબ્સના ફૅક ફોલોઅર કેસમાં પોલીસ તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે અનેક PR એજન્સી બોલિવૂડ સ્ટાર્સ સહિત અનેક લોકોના ફૅક ફોલોઅર બનાવે છે. આ ફોલોઅર માત્ર પબ્લિસિટી જ નથી કરતાં પરંતુ ટ્રોલ અને ડેટા ચોરવાનું કામ પણ કરે છે. અનિલ દેશમુખે કહ્યું હતું કે આની પૂરી તપાસ મહારાષ્ટ્ર પોલીસ કરશે.

બોલિવૂડ એક્ટર્સ પર ISI સાથેના સંબંધોનો આક્ષેપ
ભાજપ નેતા બૈજયંત જય પાંડા તથા સાંસદ રાહુલ શેવાલે બોલિવૂડના કેટલાંક સેલેબ્સ પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે લિંક હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ નિવેદન બાદ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. જોકે, આ બંને અલગ-અલગ કેસ હોવાનું કહેવાય રહ્યું છે. ગૃહમંત્રીએ 23 જુલાઈના રોજ આ મામલે તપાસ કરવાની વાત કરી હતી. અનિલ દેશમુખે કહ્યું હતું કે જો આ વાત સાચી છે તો વાંધાજનક છે. મહારાષ્ટ્ર પોલીસ આ અંગે તપાસ કરશે અને નક્કર પગલાં ભરશે. કોઈને પણ છોડવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે રાહુલ શેવાલે પત્ર લખ્યો છે અને તે અંગેની માહિતી છે. જો આમાં કંઈક પણ સચ્ચાઈ હશે તો આ બહુ જ ગંભીર બાબત છે.

સોશિયલ મીડિયામાં કેટલાંક સ્ટાર્સની તસવીર વાઇરલ થઈ હતી
ભાજપ નેતા બૈજયંત જય પાંડાના દાવા બાદ સોશિયલ મીડિયામાં કેટલાંક ફિલ્મ સ્ટાર્સની તસવીરો વાઈરલ થઈ હતી. આ તસવીરમાં કેટલાંક ફિલ્મ સ્ટાર્સ વિદેશમાં ભારત વિરોધી કામ કરનાર ‘પાકિસ્તાની એજન્ટ’ સાથે જોવા મળ્યાં હતાં. તસવીરની સાથે દાવો કરવામાં આવ્યો હતો કે ભારત વિરોધી તત્વ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે ફંડ ભેગું કરી રહ્યાં છે. તેઓ ફંડ ભેગું કરવા માટે બોલિવૂડ સ્ટાર્સની મદદ લઈ રહ્યાં છે.

સરકારે ત્રણ ઇવેન્ટ કંપનીઓ બ્લેક લિસ્ટેડ કરી
અમેરિકામાં ભારત વિરોધી કામ કરતી પાકિસ્તાની મૂળના બોલિવૂડ ઇવેન્ટ મેનેજર રેહાન સિદ્દીકી તથા તેના બે ભારતીય સાથી દર્શન મહેતા તથા રાકેશ કૌશલને સરકારે બ્લેક લિસ્ટ કર્યા છે. રેહાન સિદ્દીકીની એક પણ ઇવેન્ટમાં બોલિવૂડના કલાકારો ભાગ લઈ શકશે નહીં. આક્ષેપ હતો કે બોલિવૂડ કલાકારો પાસે ઇવેન્ટ્સ કરાવીને આ પૈસા ભારત વિરોધી પ્રવૃત્તિમાં ખર્ચ કરવામાં આવતા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Home Minister Anil Deshmukh orders police probe into fake follower case of Bollywood celebs


from Divya Bhaskar https://ift.tt/3jwYC5Y
https://ift.tt/39n49Hu

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...