Saturday, July 18, 2020

પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા એકતા કપૂરને ‘પવિત્ર રિશ્તા’ શોની બીજી સીઝન બનાવવા અપ્રોચ કર્યો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને એક મહિના કરતાં વધારે સમય થઇ ગયો છે તેમ છતાં તેની ખોટ સાલવી રહી છે. સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે પણ સુશાંતનાં મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શકી નથી. તે સુશાંતને ટ્રિબ્યુટ આપવા માટે એકતા કપૂરને ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની બીજી સીઝન બનાવવા માટે અપ્રોચ કર્યો છે.

અંકિતાનું માનવું છે કે, સુશાંતના દિલથી સૌથી નજીક ‘પવિત્ર રિશ્તા’ શો હતો. આ શોને લીધે તેના કરિયરને નવી ઊંચાઈ મળી હતી. પવિત્ર રિશ્તાની બીજી સીઝન બનાવવામાં આવે તો તેનાથી સારી શ્રદ્ધાંજલિ બીજી કોઈ નહિ હોય.

રિપોર્ટ પ્રમાણે, એકતા કપૂરને અંકિતાનો આ આઈડિયા ગમ્યોછે. તેણે રાઈટર ટીમની સાથે શોની બીજી સીઝન માટે બ્રેનસ્ટોર્મીંગ શરુ કરી દીધું છે. બીજી સીઝનમાં શોને આગળ કેવી રીતે વધારવો તેમાં એકતા કપૂરે પર્સનલી ઇન્ટરેસ્ટદેખાડ્યો છે. આની પહેલાં એકતા કપૂર ‘હમ પાંચ’, ‘કસોટી ઝિંદગી કે’ અને ‘નાગિન’ જેવા સુપરહિટ શોની સિક્વલ બનાવી ચૂકી છે.

‘પવિત્ર રિશ્તા’ના કુલ 1424 એપિસોડ
પવિત્ર રિશ્તામાં સુશાંતે માનવ અને અંકિતાએ અર્ચનાનો રોલ પ્લે કર્યો હતો. સુપરહિટ શોમાં બંનેએ મિડલ ક્લાસ કપલના સંઘર્ષને નાનકડાં પડદા પર દેખાડ્યો હતો. આ શોના કુલ 1424 એપિસોડ પ્રસારિત થયા હતા તેનો છેલ્લો એપિસોડ 25 ઓક્ટોબર, 2014ના રોજ પ્રસારિત થયો હતો.

સુશાંત અને અંકિતા ‘પવિત્ર રિશ્તા’ સિરિયલ દરમિયાન એકબીજાની વધારે નજીક આવ્યા હતા. 6 વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી વર્ષ 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.

પવિત્ર રિશ્તા પછી સુશાંતને બોલિવૂડમાં ‘કાય પો છે’ ફિલ્મથી બ્રેક મળી ગયો અને અંકિતાએ ટીવી પર કામ કરવાનું ચાલુ રાખ્યું. અંકિતાને બોલિવૂડમાં બ્રેક ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં મળ્યો. ત્યારબાદ તે ‘બાગી ૩’માં પણ દેખાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ankita Lokhande Approaches Ekta Kapoor To Make Pavitra Rishta 2 As Tribute To Sushant Singh Rajput


from Divya Bhaskar https://ift.tt/2CP5OJD
https://ift.tt/2B9CQ6U

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...