રણવીર સિંહ અમેરિકાની જાણીતી ઓનલાઇન ડેટાબેઝ અને સર્ચ એન્જિન Giphy પર અવેલેબલ છે. Giphy એનિમેટેડ ઇમેજ અથવા GIFs બનાવવા અને શેર કરવા માટે ફેમસ છે અને અહીંયા તેના ચેનલને 1.1 બિલિયન વ્યૂઝ મળી ગયા છે એટલે કે 100 કરોડથી પણ વધારે વ્યૂ. આ સાથે રણવીરે 961 મિલિયન લાઇક્સ ધરાવનાર અમેરિકન સિંગર સેલિના ગોમેઝને પાછળ રાખી નવો રેકોર્ડ બનાવ્યો છે. રણવીર આ પ્લેટફોર્મ પર સૌથી વધુ વ્યૂઝ મેળવનાર પહેલો વર્લ્ડ આઇકન બની ગયો છે.
રણવીર હવે સર પોલ મેકકાર્ટની, મેડોના, ટેલર સ્વિફ્ટ અને એરિયાના ગ્રાન્ડે જેવા ગ્લોબલ પાવર આઇકન્સના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે જેના પ્રોફાઈલ વ્યૂઝની સંખ્યા 1 બિલિયનથી વધારે છે. ફેનફોલોઇંગ અને સ્ટારડમને કારણે રણવીરે દુનિયાના આ મોટા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.
અમારા એક સૂત્રએ જણાવ્યું કે, ઘણા કારણસર રણવીરના સોશિયલ મીડિયા ફોલોઇંગમાં વધારો થયો છે. લોકોમાં, ખાસ કરીને યંગસ્ટર્સમાં રણવીર ઘણો લોકપ્રિય છે. તેની ફિલ્મ્સ અને તેમાં તેની એક્ટિંગ અને હટકે ફેશન સ્ટાઇલને કારણે તે ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે. તે દેશનો સૌથી ઓછી ઉંમરનો મેલ સુપરસ્ટાર છે જેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 56 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. બોલિવૂડના બધા મેલ એક્ટર્સની વાત કરવામાં આવે તો, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની દ્રષ્ટિએ તે ટોપ 3માં સામેલ છે. દુનિયાભરમાં તેના ફેન ક્લબ્સમાં અંદાજે 4.5 મિલિયન ફેન્સ સામેલ છે.
દુનિયાભરના લોકો ફોલો કરે છે
જાણકારી આપનાર સૂત્રોએ જણાવ્યું, રણવીરના ફોલોઅર્સ અમેરિકા, બ્રિટન, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, જર્મની, અફઘાનિસ્તાન, શ્રીલંકા, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએઈ, કેનેડા અને જાપાન જેવા દેશોની સાથે અમુક આફ્રિકી દેશોમાંથી પણ છે. ખરેખર તે એક ગ્લોબલ સ્ટાર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h2n4tU
https://ift.tt/2ZvTas1
No comments:
Post a Comment
If you have any doubts please let me know!