Thursday, July 16, 2020

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ હત્યા તથા દુષ્કર્મની ધમકી આપનાર ટ્રોર્લ્સને જવાબ આપતાં રિયાએ કહ્યું, બસ હવે બહું જ થયું

રિયા ચક્રવર્તીના સંબંધો સુશાંત સિંહ રાજપૂત સાથે હતાં. સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને ત્યારથી જ રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયામાં સતત જાનથી મારી નાખવાની તથા દુષ્કર્મની ધમકી મળતી હતી. અંતે, રિયાએ સોશિયલ મીડિયામાં ટ્રોર્લ્સને પાવરફુલ મેસેજ આપ્યો હતો.

રિયાએ સ્ક્રિનશોટ શૅર કરીને જડબાતોડ જવાબ આપ્યો
રિયાએ ઈન્સ્ટાગ્રામમાં એક યુઝરનો દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકીનો સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. આ સાથે જ રિયાએ કેપ્શનમાં લખ્યું હતું, ‘મને માત્ર પૈસા માટે સંબંધ રાખનારી સ્ત્રી કહેવામાં આવી....હું ચૂપ રહી, મને હત્યારી કહેવાઈ....હું ચૂપ રહી, મને ખરાબ કહેવામાં આવી...હું ચૂપ રહી પરંતુ મારું મૌન તમને એ હક નથી આપતું કે તમે મને દુષ્કર્મ તથા હત્યાની ધમકી આપવા લાગો.

જો હું આત્મહત્યા નહીં કરું તો તમે જે કહ્યું તેની ગંભીરતાનો તમને ખ્યાલ છે? આ ક્રાઈમ છે અને કાયદા પ્રમાણે કોઈ પણ એટલે કોઈ પણ વ્યક્તિ આ રીતે ઝેર ફેલાવી શકે નહીં અને હેરાન કરી શકે નહીં. હું વિનંતી કરું છું કે સાઈબર ક્રાઈમ આ અંગે જરૂરી પગલાં લે. બસ હવે બહુ જ થયું.

સુશાંતના અવસાનના મહિના બાદ પોસ્ટ શૅર કરી હતી
રિયાએ સુશાંતના અવસાન બાદ પણ કોઈ પોસ્ટ શૅર કરી નહોતી. 14 જુલાઈના રોજ સુશાંતના અવસાનને એક મહિનો પૂરો થયો હતો. આ દિવસે રિયાએ એક્ટર સાથેની તસવીર શૅર કરીને લાંબી પોસ્ટ શૅર કરી હતી. રિયાએ કહ્યું હતું, મારી લાગણીઓનો સામનો કરવા માટે હું હજી પણ સંઘર્ષ કરી રહી છું. હૃદયમાં ખાલીપો છે અને તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. તે મને પ્રેમમાં વિશ્વાસ કરતા અને તેની તાકાતમાં ભરોસો કરતાં શીખવ્યું. તે મને શીખવ્યું કે કઈ રીતે ગણિતનું એક સામાન્ય સૂત્ર પણ જીવનનો અર્થ સમજાવે છે અને હું તને વચન આપું છું કે મેં તારી પાસેથી રોજ કંઈક શીખ્યું છે. મને ખબર છે કે તું અત્યારે ઘણી શાંતિવાળી જગ્યા પર હોઈશ. ચંદ્ર, તારાઓ અને ગેલેક્સીએ મહાન ફિઝિસીસ્ટને હાથ ફેલાવીને આવકાર્યો હશે.

View this post on Instagram

Still struggling to face my emotions.. an irreparable numbness in my heart . You are the one who made me believe in love, the power of it . You taught me how a simple mathematical equation can decipher the meaning of life and I promise you that I learnt from you every day. I will never come to terms with you not being here anymore. I know you’re in a much more peaceful place now. The moon, the stars, the galaxies would’ve welcomed “the greatest physicist “with open arms . Full of empathy and joy, you could lighten up a shooting star - now, you are one . I will wait for you my shooting star and make a wish to bring you back to me. You were everything a beautiful person could be, the greatest wonder that the world has seen . My words are incapable of expressing the love we have and I guess you truly meant it when you said it is beyond both of us. You loved everything with an open heart, and now you’ve shown me that our love is indeed exponential. Be in peace Sushi. 30 days of losing you but a lifetime of loving you.... Eternally connected To infinity and beyond

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on Jul 13, 2020 at 9:49pm PDT

પોલીસે નવ કલાક પૂછપરછ કરી હતી
સુશાંત આત્મહત્યા કેસમાં પોલીસે રિયાની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા તથા સુશાંત લિવઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતાં. જોકે, સુશાંતના નિધનના સાત દિવસ પહેલાં જ રિયા પોતાના ઘરે જતી રહી હતી. રિયાના મતે, સુશાંતે જ તેને ઘરમાંથી જવાનું કહ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After the death of Sushant Singh Rajput, Rhea Chakraborty told the trolls who threatened to kill her, Enough is enough


from Divya Bhaskar https://ift.tt/30gMuwZ
https://ift.tt/2B808dw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...