Thursday, July 16, 2020

'ચિકની ચમેલી' કેટરીના કોસ્મેટિક બ્રાન્ડ Kay Beauty લોન્ચ કરનાર પહેલી ઇન્ડિયન એક્ટ્રેસ

આજે 16 જુલાઈના રોજ કેટરીના કૈફનો જન્મદિવસ છે. સારી એક્ટ્રેસ હોવાની સાથે કેટરીના એક બિઝનેસવુમન પણ છે. કેટરીના કૈફ પહેલી એવી ઇન્ડિયન એક્ટ્રેસ છે જેણે પોતાની કલર કોસ્મેટિક્સ બ્રાન્ડ કે બ્યુટી (Kay Beauty) લોન્ચ કરી છે. એક્ટર્સ ફિલ્મ્સની સાથે અન્ય બિઝનેસમાં પણ એન્ટ્રી લેતા હોય છે. કોઈ પોતાની અપેરલ બ્રાન્ડ સ્ટાર્ટ કરે છે તો કોઈ એપ લોન્ચ કરે છે, કોઈ પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરે છે તો કોઈ ડિરેક્ટ સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટ કરીને કમાણીના નવા રસ્તા બનાવી લે છે. કે બ્યુટીએ કેટરીનાને એવી પહેલી સેલેબ બનાવી દીધી જે બ્યુટી બ્રાન્ડની માલિક હોય આ બાબત જોકે ચર્ચાનો વિષય પણ છે. કારણકે, લારા દત્તા 'Arias'નામની, સની લિયોની 'Star Struck' નામની અને લિસા હેડન 'Naked' નામની સ્કિનકેર અને મેકઅપ બ્રાન્ડ્સની પહેલેથી જ માલિક છે.

'Nykaa' સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો
કેટરીના કૈફે આ બ્યુટી બ્રાન્ડ Nykaa (નાયકા) સાથે પાર્ટનરશિપમાં સ્ટાર્ટ કરી છે. 2012માં ફાલ્ગુની નાયરે Nykaa ઈ કોમર્સ વેબસાઈટ રૂપે શરૂ કરેલ હતી અને આજે તેની વેબસાઈટ અને રિટેલ આઇટલેટ્સ પણ છે. કેટરીનાની કે બ્યુટીની પ્રોડક્ટ્સ માત્ર Nykaa પરથી જ ખરીદી શકાય છે.

કેટરીના કૈફ, ફાલ્ગુની નાયર

Kolor, Kover અને Kare ત્રણ વર્ટિકલ્સ

કે બ્યુટી ત્રણ રેન્જની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. Kolor એ આંખ, હોઠ અને નખ માટેના કલર કોસ્મેટિક્સ ઓફર કરે છે જ્યારે Kover ફેસ પ્રોડક્ટ્સ અને Kare નરિશિંગ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. મુંબઈમાં2019માં જ્યારે કેટરીનાએ બ્રાન્ડ લોન્ચ કરી ત્યારે તેણે માર્કેટમાં કલર કેટેગરી હેઠળ આંખ અને હોઠ માટેની પ્રોડક્ટ્સના 48 પીસ કલેક્શન સાથે એન્ટ્રી લીધી હતી. આય અને લિપ પ્રોડક્ટ્સ ₹249 થી ₹799ની વચ્ચે હાલ Nykaa સ્ટોર્સ, ઓનલાઇન અને એપ પર અવેલેબલ છે.

કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સને જોઈને સમજી જાઉં છું
કેટરીનાએ કહ્યું હતું કે, હું જેના માટે પેશનેટ છું એ છે કે બ્યુટી. એક મોડલ અને એક્ટર તરીકે છેલ્લા ઘણા વર્ષોમાં મેં દુનિયાના બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ્સ સાથે કામ કર્યું છે. મેં સારી ટિપ્સ અને ટ્રિક્સ તેમની પાસેથી શીખી લીધી જેને મને આર્ટ ઓફ મેકઅપને સમજવા માટે મદદ કરી. આ જ કોન્ફિડસે મને મારો ખુદનો મેકઅપ કરવા માટે પણ પ્રેરી છે. મેં મારા કરિયરનું આ બધું નોલેજ આ પ્રોડક્ટ્સ માટે યુઝ કર્યું છે.

તેણે કહ્યું હતું કે, હું કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટ્સ જોઈને જ સમજી જાઉં છું. મને તરત જ ખબર પડી જાય છે કે આ મારે માટે યોગ્ય છે કે નહીં. મને એકદમ સ્પષ્ટપણે ખબર છે કે મારે કે બ્યુટી મારફતે કન્ઝ્યુમર્સને શું આપવું છે. હું કે બ્યુટી હેઠળ એવી પ્રોડક્ટ્સ ઓફર કરી રહી છું જે હાઈ પરફોર્મન્સ અને લોન્ગ લાસ્ટિંગની સાથે સ્કિન માટે કેરિંગ પણ છે.

બે વર્ષથી આ પ્રોજેક્ટ પર સતત કામ કર્યું
મેકઅપે મારી જર્નીમાં મોટો ભાગ ભજવ્યો છે. બ્યુટી બ્રાન્ડ બનાવવું મારું સપનું હતું. આ પ્રોજેક્ટમાં કેટરીનાએ પાયાથી તેની ટીમ સાથે કામ કર્યું છે. ફોર્મ્યુલેશન પારખવાથી લઈને પ્રોડક્ટ, ડિઝાઇન અને માર્કેટિંગ સુદ્ધામાં કેટરીના સામેલ હતી. તેની ટીમ સાથે બેસીને દરેક પ્રોડક્ટને લઈને ચર્ચા કરી હતી. બે વર્ષથી તેણે થાક્યા વગર આ બ્રાન્ડને લોન્ચ કરવા માટે સમય ફાળવ્યો હતો.

કેટરીનાએ ફિલ્મમેકર ઝોયા અખ્તર સાથે મળીને એક એડ પણ તૈયાર કરી હતી. તે મારફતે કેટરીના એવો મેસેજ શેર કરવા ઇચ્છતી હતી કે દરેક મહિલા યુનિક અને સુંદર છે. કેટરીનાએ ઘણા બધા બ્લોગર્સ, સ્ટાઇલિસ્ટ વગેરે સાથે મળીને તેની પ્રોડક્ટ્સને લઈને ચિટ-ચેટ પણ કરી હતી. ઉપરાંત ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સેલેબ્સે કેટરીનાના આ વેન્ચરને સપોર્ટ આપી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી.

View this post on Instagram

It's truly a dream which has come into existence so beautifully. Thank you to my entire team, @mynykaa and everyone for helping me achieve this..so much love to all of you from the bottom of my heart..❤ lastly..always remember, be authentic, be real, be yourself...because #ItsKayToBeYou. NOW OUT IN STORES AND NYKAA.COM (link in bio) @mynykaa @katrinakaif #KayByKatrina #KayXNykaa #MakeupThatKares Thank u to all the beautiful women who collaborated with me on this ... you are all truly Queens! @zoieakhtar @anaitashroffadajania @nehwalsaina @therajakumari @kushakapila @jannatzubair29 @urvashi_umrao @andreakevichusa @sanathampi @priyadarshini.96 @anugrahanatarajan @simonil_vakil @haima_simoes #Nayanthara #Appoorva Music supervisor: @ankurtewari Music: @dubsharma

A post shared by Kay Beauty By Katrina (@kaybykatrina) on Oct 21, 2019 at 10:28pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India’s first celebrity Katrina Kiaf who owned beauty brand called Kay Beauty


from Divya Bhaskar https://ift.tt/32jH8nz
https://ift.tt/30ebZiK

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...