Sunday, May 31, 2020

No need to include petroleum in GST

At present, petroleum is an item, along with alcohol, which gives satisfaction to states that they have some fiscal federalism left with them

from Today's Paper https://ift.tt/36KRDjX
via

AAP, BJP trade barbs over governance, toll figures as pandemic spreads

The Covid-19 crisis, however, has provided the BJP with an opportunity to strike the ruling party where it hurts the most: Its governance record

from Today's Paper https://ift.tt/2ZSVMkd
via

Story in Numbers: 69% prefer work from home to continue to avoid traffic

The survey was an attempt to understand how people were feeling under the lockdown since March 25

from Today's Paper https://ift.tt/2TUg7SE
via

Gujarat minister Nitin Patel's ambitions may have to take a back seat now

The Division Bench of the high court had last week described Ahmedabad Civil Hospital, the state's biggest Covid-19 facility, as being "worse than a dungeon"

from Today's Paper https://ift.tt/2ZSoUZ5
via

BJP dials up propaganda on Gujarat govt's behalf as Covid crisis continues

It's a matter-of-course for the pandemic and politics to co-exist, because there's an election on the horizon

from Today's Paper https://ift.tt/2ZURN74
via

વિન ડીઝલના મોતની અફવા ઉડી, સ્ટન્ટ દરમિયાન નિધન થયાની વાત સાચી નથી

‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફૅમ હોલિવૂડ એક્ટર વિન ડીઝલના નિધનની અફવા છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જોકે, આ વાત માત્ર અફવા છે. વિન ડીઝલ જીવિત છે અને તેને કંઈ જ થયું નથી. એક ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર સ્ટન્ટ દરમિયાન એક્ટરનું નિધન થયું છે.

ફૅક પોસ્ટમાં શું છે?
ફેસબુકની એક ફૅક ન્યૂઝ પોસ્ટમાં CNNનો લોગો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, ‘બ્રેકિંગ ન્યૂઝ, વિન ડીઝલના નિધન બાદ હોલિવૂડ રડી રહ્યું છે. વિન ડીઝલનું ઘરના પાછળના હિસ્સામાં કાર સ્ટન્ટની પ્રેક્ટિસ દરમિયાન નિધન થયું છે.’

ફૅક પોસ્ટ, જેમા વિન ડીઝલના નિધનનો દાવો કરવામાં આવ્યો હતો

આ વીડિયોની શરૂઆતમાં એન્કર રોબિન રોબર્ટ્સ જોવા મળે છે. આ એન્કર ABC ચેનલમાં ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ નામનો પ્રોગ્રામ હોસ્ટ કરે છે. આ એન્કર CNNમાં કામ કરતો નથી. એન્કર કહે છે કે ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ના એક્ટરના નિધન અંગેની માહિતી. આ વીડિયો અહીંથી કટ કરીને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જે ક્લિપ શૅર કરવામાં આવી છે, તે વાસ્તવમાં વિન ડીઝલના કો-સ્ટાર પૉલ વોકરનો અકસ્માત થયો, તે સમયની છે. ઉલ્લેખનીય છે કે પૉલ વોકરનું નિધન રોડ અકસ્માતમાં ડિસેમ્બર, 2013માં થયું હતું. વોકર અને ડીઝલ ખાસ મિત્રો હતાં અને કો-સ્ટાર પણ હતાં. સોશિયલ મીડિયા યુઝર્સે પૉલ વોકરની અકસ્માતની ક્લિપને એડિટ કરી હતી. આ એડિટ કરેલી ક્લિપને વિન ડીઝલના મોત સાથે સાંકળીને અફવા ઉડાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2019માં વિલ સ્મિથ તથા તેના દીકરાનું કાર અકસ્માતમાં નિધન થયું હોવાની અફવા ઉડાવવામાં આવી હતી.
હાલમાં વિન ડીઝલ સો.મીડિયામાં એક્ટિવ નથી
વિન ડીઝલે છેલ્લે ફેબ્રુઆરીમાં ટ્વિટર પર ટ્વીટ કરી હતી. ત્યારબાદ માર્ચમાં ફેસબુકમાં પોસ્ટ શૅર કરી હતી. વાત ઈન્સ્ટાગ્રામની કરવામાં આવે તો વિને છેલ્લે 23 મેના રોજ પોસ્ટ શૅર કરી હતી. ત્યારબાદથી તેણે કોઈ પોસ્ટ શૅર કરી નથી. જોકે, વિન ડીઝલ જીવિત છે અને તેને કંઈ જ થયું નથી.

View this post on Instagram

/smile

A post shared by Vin Diesel (@vindiesel) on May 22, 2020 at 6:42pm PDT


આ પહેલાં બેવાર અફવા ઉડી ચૂકી હતી
આ પહેલીવાર નથી કે વિન ડીઝલના મોતની અફવા ઉડી હોય. સૌ પહેલાં જાન્યુઆરી, 2014માં વિન ડીઝલના મોતની અફવા ઉડી હતી. આ પહેલાં ઓગસ્ટ, 2018માં વિનનું સ્ટન્ટ દરમિયાન નિધન થયું હોય તેવી અફવા ઉડી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rumors of Vin Diesel's death have surfaced, but it is not true that he died during the stunt


from Divya Bhaskar https://ift.tt/3eAchpt
https://ift.tt/3gL2ajR

આશા ભોસલેએ ઓડિયા ગીત બંદે ઉત્કલ ગાયું, કહ્યું- ભાષા કોઈપણ હોય, ભાવના હિન્દુસ્તાની છે

બોલિવૂડ સિંગર આશા ભોસલેએ કોરોના વોરિયર્સના સમ્માન માટે ઓડિયા ગીત ગાયું છે. તેમણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. આશા ભોસલેએ લખ્યું કે, ઓડિશા નેશનલ એન્થમ - કોરોના વોરિયર્સને ટ્રિબ્યુટ. આ છે મારું સુંદર ગીત બંદે ઉત્કલ જનની. આ સોન્ગને શંકર અહેસાન લોયે રીક્રીએટ કર્યું છે અને નીલમ અધાબ પાંડાએ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કર્યું છે. આ ગીત દરેક ફ્રન્ટ લાઈન વોરિયર્સને સમર્પિત છે, જે કોરોનવાઈરસ સામે જંગ લડી રહ્યા છે.

આશા ભોસલેએ આ આખા ગીતની યુટ્યુબ લિંક પણ શેર કરી છે અને લખ્યું કે, આની ભાષા ભલે ઓડિયા હોય પર આની ભાવનાઓ ભારતીય છે. આપણે આપણા કોરોનવોરિયર્સને સમર્થન આપીએ છીએ. તે કઈ ભાષા બોલે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ત્રિરંગાને સલામ.

આ ગીતને કાન્તાકાબી લક્ષ્મીકાન્ત મોહપાત્રાએ લખ્યું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ તે બધા કોરોનવોરિયર્સનો આભાર માન્યો છે, જે આ સંકટની સ્થિતિમાં લડી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Asha Bhosle gave voice to Oriya song Bande Utkal Janani


from Divya Bhaskar https://ift.tt/2XiYaPR
https://ift.tt/3ckoxc4

નીના ગુપ્તાએ લૉકડાઉનની વચ્ચે મુક્તેશ્વરના જંગલમાં વૉકિંગ કર્યું

વેટરન એક્ટ્રેસ નીના ગુપ્તા હાલમાં પતિ સાથે ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં લૉકડાઉન સમય પસાર કરી રહ્યાં છે. હાલમાં જ 60 વર્ષીય નીના ગુપ્તાએ મુક્તેશ્વરના જંગલોનો એક વીડિયો શૅર કર્યો હતો.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં નીના ગુપ્તા રોડ પર ચાલે છે. રોડની બંને બાજુ જંગલો છે. તેઓ કહે છે, ‘હાલમાં હું મુક્તેશ્વરમાં છું. જંગલમાં ચાલી રહી છું. આસપાસ કોઈ નથી અને ઘણો જ સુંદર નજારો છે. હું અહીંયા મજા કરું છું. બાય...’ આ વીડિયો પોસ્ટ કરીને નીના ગુપ્તાએ કેપ્શન આપ્યું હતું, ‘નઝર મત લગાના...’

View this post on Instagram

Nazar mat lagana

A post shared by Neena Gupta (@neena_gupta) on May 30, 2020 at 10:07pm PDT

સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો શૅર કરે છે
નીના ગુપ્તા ઈન્સ્ટાગ્રામમાં અવનવા વીડિયો શૅર કરતાં હોય છે. આ પહેલાં તેમણે પીએમ મોદીના ‘લોકલ ફોર વોકલ’ કેમ્પેઈનને સમર્થન આપતો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે સ્થાનિક લોકો પાસે કામ નથી. આથી જ તેમણે અહીંયાની મહિલાઓ પાસે સ્વેટર બનાવડાવ્યાં હતાં. તેમને એક સ્વેટર એક હજાર રૂપિયામાં પડ્યું હતું.

View this post on Instagram

#VocalForLocal

A post shared by Neena Gupta (@neena_gupta) on May 13, 2020 at 10:54pm PDT

નીના ગુપ્તાએ રોટલીમાંથી પિત્ઝા કેવી રીતે બનાવવા તેનો વીડિયો પણ શૅર કર્યો હતો. આટલું જ નહીં નીના ગુપ્તાએ ડ્રોંઈગ બ્રશથી વાળમાં કલર કર્યાં હતાં અને તેનો વીડિયો શૅર કર્યો હતો.

નીના ગુપ્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં જોવા મળ્યાં હતાં. હવે તેઓ રણવીર સિંહની ‘83’ તથા પરિણીતી ચોપરા-અર્જુન કપૂરની ‘પિંકી ફરાર’માં જોવા મળશે. હાલમાં જ તેઓ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી સીરિઝ ‘પંચાયત’માં જોવા મળ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neena Gupta walks in the forest of Mukteshwar amid lockdown


from Divya Bhaskar https://ift.tt/2TUNuEO
https://ift.tt/2AsT9v6

સોનાક્ષી સિન્હાએ કોરોના વોરિયર્સની સંઘર્ષગાથા દર્શાવતી કવિતા લખી, વો દો પલ કી નીંદ કે લિયે સડક પર હી સો જાતે હૈ

મહામારી કોરોના સામેની લડાઈમાં લોકોને ઘરે જ રહી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી રહી છે ત્યારે અમુક વોરિયર્સ ઘર-પરિવારથી દૂર લોકોની સેવામાં છે. આવા કોરોના વોરિયર્સને ટ્રિબ્યુટ આપતા સોનાક્ષીએ એક ભાવુક કવિતા લખીને વાંચી છે જેમાં તેણે કોરોના વોરિયર્સની સંઘર્ષગાથા સંભળાવી છે.

કવિતાનો વીડિયો સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં તેણે ડોક્ટર્સ, નર્સ, પોલીસની સાથે-સાથે એવા લોકોનો પણ આભાર માન્યો છે જે લોકોને જમાડીને અને ડોનેશન કરીને મદદગાર થઇ રહ્યા છે. વીડિયો નીચે તેણે લખ્યું કે, જ્યારે જ્યારે કોરોનાની હારનો ઉલ્લેખ થશે ત્યારે આ જ કોવિડ હીરોઝનું નામ હશે. મારા તરફથી કોવિડ હીરોઝને એક નાનકડું ટ્રિબ્યુટ.

View this post on Instagram

Hi everyone! I have teamed up with @FankindOfficial to auction my art, and HELP RAISE FUNDS to provide DAILY WAGE WORKERS with ration kits. All the sketches and canvases that are up for auction have been created by me, over the years, and each piece holds a very special place in my heart. There is something for everyone - digital prints of my work, unique sketches and large canvas paintings. To enter your bid, simply click the link in my bio (https://bit.ly/FankindAuction), fill in the form & submit your bid. The auction will end on 24th May 2020, and we will ship the artwork to the highest bidder for each piece. With your support, we can make a difference. Let's come together during these testing times.

A post shared by Sonakshi Sinha (@aslisona) on May 15, 2020 at 1:24am PDT

ખુદના ડ્રોઇંગ્સની હરાજી કરીને ફંડ એકત્રિત કર્યું
થોડા દિવસો પહેલાં સોનાક્ષીએ રોજમદાર શ્રમિકો માટે ફંડ એકઠું કરવા માટે તેના પેન્ટિંગ્સની હરાજી કરી હતી. આ કામ તેણે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના ફેનકાઈન્ડ પ્રોગ્રામ હેઠળ કર્યું હતું. એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝે પણ આ હરાજીમાં તેની બોલી લગાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonakshi Sinha narrated the struggle of Corona Warriors, posted video on Instagram


from Divya Bhaskar https://ift.tt/2yTE8ly
https://ift.tt/2XgAVpw

‘મુન્ના માઈકલ’ ફેમ એક્ટ્રેસ નિધિ અગ્રવાલે શ્રમિકો માટે ભોજન પેક કર્યું, કહ્યું - આ મારી જવાબદારી છે

ટોલિવૂડ અને બોલિવૂડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ હાલની સંકટની સ્થિતિમાં શ્રમિકોની મદદ માટે આગળ આવી છે. કોરોના મહામારીમાં શ્રમિકો તેમના ઘરે પરત જવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમને મુસાફરીમાં ભૂખ્યા ન રહેવું પડે તે માટે નિધિ ભોજન પૂરું પાડી રહી છે.

નિધિએ તેનો ફોટો શેર કર્યો છે જેમાં તે બ્રેડ પર જામ લગાવીને એલ્યુમિનિયમ ફોઈલમાં તેને પેક કરી રહી છે. તેણે ફોટો નીચે લખ્યું કે, માઈગ્રન્ટ મીલ. આ પોસ્ટ નીચે ઘણા યુઝરે તેના વખાણ કરતી કમેન્ટ કરી હતી જેના એક જવાબમાં નિધિએ લખ્યું કે, આ મારી જવાબદારી છે.

નિધિ અગ્રવાલે 2017માં ‘મુન્ના માઈકલ’ ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ટાઇગર શ્રોફ અને નિધિ અગ્રવાલ સ્ટારર આ એક્શન ફિલ્મને સબ્બીર ખાને ડિરેક્ટ કરી હતી. આ સિવાય નિધિએ તેલુગુ ફિલ્મ્સ પણ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nidhhi Agerwal arranges meals for stranded migrant workers


from Divya Bhaskar https://ift.tt/2ZTjEED
https://ift.tt/3djO1rB

મોહિત સૂરીએ ફિલ્મ ‘મલંગ 2’ના ફર્સ્ટ ડ્રાફ્ટની ઝલક સો. મીડિયામાં શૅર કરી

ફિલ્મમેકર મોહિત સૂરીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મલંગ’ને પોઝિટિવ રિવ્યૂ મળ્યાં હતાં અને ફિલ્મ સફળ રહી હતી. હવે, આ ફિલ્મની સીક્વલ બની રહી છે. હાલમાં જ મોહિતે સોશિયલ મીડિયામાં ‘મલંગ 2’ને લઈ તસવીર શૅર કરી હતી.

‘મલંગ 2’ની તસવીર શૅર કરી
મોહિત સૂરીએ શૅર કરેલી તસવીરમાં લેપટોપ પર વર્ડ પેજ પર ઓપન કર્યું હતું. આ પેજ પર ‘મલંગ 2 અન્લીશ ધ મેડનેસ’ લખેલું હતું. તસવીર સાથે મોહિત સૂરીએ કહ્યું હતું કે આ ફિલ્મનો ફર્સ્ટ ડ્રાફ્ટ છે. આ તસવીર શૅર કરીને મોહિતે કહ્યું હતું, ‘સારી ફિલ્મ બનાવવા માટે તમને ત્રણ વસ્તુની જરૂર પડે છે, ધ સ્ક્રિપ્ટ, ધ સ્ક્રિપ્ટ અને ધ સ્ક્રિપ્ટ.’ આ તસવીર શૅર કર્યાં બાદ ચાહકોએ ડિરેક્ટરને ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી હતી. આ ફિલ્મમાં કોણ કામ કરશે, તેને લઈ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

‘મલંગ’માં આદિત્ય-દિશા હતાં
આ વર્ષે સાત ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘મલંગ’માં આદિત્ય રોય કપૂર, દિશા પટની, અનિલ કપૂર, કુનાલ ખેમુ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં અનિલ કપૂર ભ્રષ્ટ પોલીસના રોલમાં હતો. ફિલ્મને ચાહકો તથા ક્રિટિક્સે વખાણી હતી. ફિલ્મે વર્લ્ડવાઈડ 84.50 કરોડની કમાણી કરી હતી.

મોહિત સૂરી ‘મલંગ 2’ ઉપરાંત ‘એક વિલન’ની સીક્વલ બનાવવાનો છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂર, દિશા પટની તથા તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે. ઓરિજિનલ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા શ્રદ્ધા કપૂર હતાં. રિતેશ દેશમુખ વિલનના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને પણ ચાહકો તથા ક્રિટિક્સે વખાણી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mohit Suri gave a glimpse of the first draft of the film 'Malang 2'. Shared in media


from Divya Bhaskar https://ift.tt/3gBx9yt
https://ift.tt/2McrxwI

સુમોના ચક્રવર્તીથી લઈ સિંગર વિશાલ સુધી, સેલેબ્સે વર્ષો બાદ સિગારેટ પીવાની આદત છોડી

ધૂમ્રપાન અનેક લોકોના જીવનને અસર કરીને એક ઘાતક લત બની શકે છે. 31 મેના રોજ ‘વર્લ્ડ નો ટૉબૅકો ડે’ મનાવવામાં આવે છે. બોલિવૂડ તથા ટીવીમાં કેટલાંક સેલેબ્સે આ લતથી છૂટકારો મેળવ્યો છે. તેમના માટે આ સફર કેટલી મુશ્કેલ રહી તેની ખાસ વાતો સેલેબ્સે ભાસ્કર સાથે શૅર કરી હતી.
‘રોડીઝ’ ફૅમ રઘુ રામે કહ્યું, મને મારી જાત પર નફરત થતી હતી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ‘રોડીઝ’ ફૅમ રઘુ રામે કહ્યું હતું, ‘મેં છેલ્લાં ચાર વર્ષથી સિગારેટને હાથ લગાવ્યો નથી. મારી આ આદત પર મને નફરત થતી હતી. હું દિવસની 20 સિગારેટ પી જતો હતો. દરેક વખતે પ્રયાસ કરતો કે આ આદતથી છૂટકારો મળે પણ આ સરળ નહોતું. ચાર વર્ષ પહેલાં મારી મુલાકાત નેટલી ધી લુસિયો સાથે થઈ હતી. તેણે ક્યારેય સિગારેટને હાથ લગાવ્યો નહોતો. મને નહોતું ગમતું. છેલ્લે મેં નેટલી માટે આ આદત છોડવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડી. અનેકવાર થતું કે એકાદ સિગારેટ લઈ લઉં. જોકે, દર વખતે મને નેટલીનો પ્રેમ મોટિવેટ કરતો. 26 એપ્રિલ, 2016ના રોજ મેં સિગારેટ પીવાનું બંધ કર્યું હતું અને દર વર્ષે આ દિવસને સેલિબ્રેટ કરું છું.’
પ્રયાસ કર્યાં બાદ મેં સિગારેટ છોડીઃ સિંગર વિશાલ
સિંગ વિશાલ દદલાણીએ કહ્યું હતું, ‘હું દિવસની 40 સિગારેટ પીતો હતો. સિગારેટના પેકેટ પર છાપેલી ચેતવણી વાંચ્યા બાદ હું તેની અવગણના કરતો. શરૂઆતમાં મને મજા આવી અને પછી આ આદત બની ગઈ હતી. આ આદતે મારી કરિયરમાં નાનકડો બ્રેક લગાવી દીધો હતો. હું એટલી સિગારેટ પીતો હતો કે મારો અવાજ ખરાબ થઈ ગયો. આઠથી નવ વર્ષ આ ચાલ્યું. લાંબા સમય સુધી પ્રયાસ કર્યાં બાદ મારી આ આદત છૂટી અને મારો અવાજ પાછો આવ્યો. વિશ્વાસ કરજો કે આ એક સંઘર્ષપૂર્ણ સફર હતી. આ ખરાબ આદત છોડવી સરળ નથી. એક સમય હતો કે મારી ઈચ્છા હોવા છતાંય હું ગીત ગાઈ શકતો નહોતો. ગયા વર્ષે ઓગસ્ટમાં મેં ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું. મારો ક્લીન ટોન પરત આવી ગયો. હવે હું ખુશીથી ગાઈ શકું છું.’
લૉકડાઉને ધૂમ્રપાન કરવું મુશ્કેલ બનાવી દીધું છેઃ ‘થપ્પડ’ ફૅમ હર્ષ એ સિંહ
‘થપ્પડ’ ફૅમ એક્ટર હર્ષ એ સિંહે કહ્યું હતું, ‘મને ખુશી છે કે આ લૉકડાઉને લોકો માટે ધૂમ્રપાન કરવું મુશ્કેલ બનાવી દીધું છે. કોઈની પણ પાસે ધૂમ્રપાન કરવાનું કોઈ મોટું કારણ નથી. હું વર્ષો સુધી સ્મોકિંગ કરતો હતો. મને ખ્યાલ હતો કે આ ખરાબ છે. આનાથી ફેફસાંને નુકસાન થાય છે. એકવાર જયારે આ આદત બની જાય પછી તેનાથી છૂટકારો મેળવવો અઘરો છે. જો કોઈએ આ આદતને છોડી દીધી છે તો આ ગર્વ અનુભવવા જેવું છે. ’
હવે, મારા શરીરે સ્મોકિંગને નકારી દીધું છેઃ સુમનો ચક્રવર્તી
સુમોના ચક્રવર્તીને ધૂમ્રપાનની આદત હતી પરંતુ હવે આ આદત પૂરી રીતે છોડી દીધી છે. જોકે, તેના માટે આમ કરવું સરળ નહોતું. સુમોનાએ કહ્યું, ‘ત્રણ વર્ષ પહેલાં મારા મિત્રના જન્મદિવસ પર સ્મોકિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી મેં સિગારેટને હાથ પણ લગાવ્યો નથી. નિકોટિનને સ્પર્શ સુદ્ધાં કર્યો નથી. આ મુશ્કેલભરી જર્ની હતી અને હવે મારા શરીરે સ્મોકિંગને નકારી દીધું છે. જે રૂમમાં લોકો સ્મોકિંગ કરતાં હોય ત્યાં હું ઊભી પણ રહી શકતી નથી. તમે જ્યાં સુધી સ્મોકિંગ છોડવાનો નિર્ણય લેતા નથી ત્યાં સુધી જ આ મુશ્કેલ છે. પછી એકદમ સરળ છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
wold no tobacco day these celebs quit smoking after years


from Divya Bhaskar https://ift.tt/2TV0eeE
https://ift.tt/2ZZe4AF

‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મને 7 વર્ષ પૂરા, દીપિકાએ રણબીર કપૂર સાથેની પહેલી લુક ટેસ્ટના ફોટો શેર કર્યા

‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મ 31 મે 2013માં રિલીઝ થઇ હતી. ફિલ્મને આજે 7 વર્ષ પૂરા થતા ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર ફિલ્મની થ્રોબેક મેમરીઝ શેર કરી હતી. દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મને લોકોને ઘણી વખાણી હતી.

દીપિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, અમારી પહેલી લુક ટેસ્ટ. દીપિકાએ ફિલ્મના તેના કેરેક્ટર નૈના તલવારનો ડાયલોગ પણ શેર કર્યો હતો કે, યાદેં મીઠાઈ કે ડિબ્બે કી તરહ હોતી હૈ... એક બાર ખુલા તો સિર્ફ એક ટુકડા નહીં ખા પાઓગે.

આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી હતી અને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં રણબીર અને દીપિકાની સાથે આદિત્ય રોય કપૂર અને કલ્કી પણ લીડ રોલમાં હતા. ફિલ્મને 7 વર્ષ પૂરા થતા કરણ જોહરે પણ ફિલ્મની અમુક ક્લિપ્સ શેર કરી હતી.

દીપિકા અને રણબીરે 2008માં ‘બચના એ હસીનો’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, તે ફિલ્મમાં મિનિષા લાંબા અને બિપાશા બાસુ પણ લીડ રોલમાં હતા. ત્યારબાદ 2013માં તેઓ ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મમાં સાથે દેખાયા અને ત્યારબાદ તેઓ રિલેશનશિપમાં પણ આવ્યા હતા. 2015માં તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘તમાશા’માં સાથે જોવા મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Yeh Jawaani Hai Deewani' completes 7 years, Deepika Padukone shares photos from her first look test with Ranbir Kapoor


from Divya Bhaskar https://ift.tt/3esnyZ4
https://ift.tt/2XLlhRZ

રાણા દગ્ગુબતી-મિહિકા બજાજ આઠ ઓગસ્ટે લગ્ન કરશે

રાણા દગ્ગુબતીએ થોડાં દિવસ પહેલાં જ મિહિકા બજાજ સાથેના સંબંધો ઓફિશિયલ કર્યાં હતાં. હાલમાં જ આ બંનેની રોકા સેરેમની યોજાઈ હતી. હવે, રાણાના પિતા તથા પ્રોડ્યૂસર સુરેશ બાબુએ કહ્યું હતું કે રાણા તથા મિહિકાના લગ્ન આઠ ઓગસ્ટે યોજાશે.

સુરેશ બાબુએ કહ્યું હતું કે રાણા તથા મિહિકા આઠ ઓગસ્ટના રોજ બંને પરિવારની હાજરીમાં લગ્ન કરશે. સરકારે કોરોનાવાઈરસને લઈ જે ગાઈડલાઈન બહાર પાડી છે, તે પ્રમાણે જ આ લગ્ન યોજાશે.

હાલમાં રોકા સેરેમની યોજાઈ હતી
રાણા તથા મિહિકાની રોકા સેરેમની હૈદરાબાદમાં રામાનાયડુ સ્ટૂડિયોમાં યોજાઈ હતી.

રાણાએ મિહિકાને લઈ વાત કરી હતી
રાણાએ કહ્યું હતું, ‘મિહિકા હૈદરાબાદમાં જ મોટી થઈ છે. અમારા જુબિલી હિલ્સ સ્થિત ઘરની નજીકમાં જ રહે છે. તે તેલુગુ બોલી શકે છે પરંતુ તેમાં માહિર નથી. અમારી દુનિયા એક જેવી જ છે. મારા પરિવાર સાથે તેના મિત્રતા જેવા સંબંધ છો અને મુંબઈમાં તેના ફ્રેન્ડ સર્કલને હું ઓળખું છું.’

મિહિકાને ખ્યાલ હતો
રાણાએ આગળ કહ્યું હતું, ‘મેં જ્યારે તેને બોલાવી ત્યારે તેને ખ્યાલ હતો. પછી અમે મળ્યાં. મને યાદ છે કે મેં તેની સાથે કેટલીક બાબતો અંગે વાત કરી હતી. મારા માટે એ અત્યંત ગંભીર હતી. કમિટમેન્ટ સૌથી મહત્ત્વની બાબત છે. જ્યારે હું તેને મળ્યો ત્યારે મને લાગ્યું કે હું આ માટે તૈયાર છું. તે ઘણું જ સરળ હતું. મેં ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યક્તિ સાથે લગ્ન કરવા કે ના કરવા તે અંગે બહુ વિચાર્યું નહોતું. હું તેને મળ્યો. તે મને પસંદ આવી અને બસ. મને મારો પ્રેમ મળી ગયો.’

મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે
રાણાએ મિહિકા બજાજ સાથેના સંબંધો છૂપાવીને રાખ્યા હતાં. મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે. મિહિકા પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયોની ફાઉન્ડર છે. મિહિકાએ મુંબઈમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. તેણે લંડનમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી લીધી છે. મુંબઈમાં તે છેલ્લાં એક વર્ષથી ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે.

રાણા દગ્ગુબતીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની અપકમિંગ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં બની છે. ફિલ્મ 2 એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી અને હજી સુધી નવી ડેટ જાહેર કરવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rana Daggubati Miheeka Bajaj will get married on August 8


from Divya Bhaskar https://ift.tt/3eCYWN4
https://ift.tt/2Xg6bEZ

અરશદ વારસી, મિલિંદ સોમન, કામ્યા પંજાબી તથા અન્ય સ્ટાર્સ ઓનલાઈન કેમ્પેઈનમાં જોડાયા

બોલિવૂડ સેલેબ્સ અરશદ વારસી, મિલિંદ સોમન તથા રણવીર શૌરી સોશિયલ મીડિયામાં ચાલતા ‘બોયકોટ ચાઈના’ કેમ્પેઈનમાં સામેલ થયા છે. તેમણે ચાહકોને ચીનની પ્રોડક્ટ ના ખરીદવાની અપીલ કરી છે.

અરશદ વારસીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘હું સભાનતાપૂર્વક દરેક ચાઈનીઝ પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દઈશ. હાલમાં તો મોટાભાગની વસ્તુઓ ચીનની હોય છે. આમાં સમય લાગશે પરંતુ મને ખ્યાલ છે કે હું એક દિવસ ચાઈનીઝ ફ્રી થઈ જઈશ. તમારે પણ આ બાબતનો પ્રયાસ કરવો જોઈએ.’

મિલિંદ સોમને કહ્યું હતું, ‘હું હવે ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ્લીકેશન ટિકટોકનો ઉપયોગ કરતો નથી. હું ટિકટોક પર હવે નથી.’

રણવીર શૌરીએ કહ્યું હતું, ‘બિલકુલ, બેશક.’

સોનમ વાંગચુકના વીડિયો બાદથી ચીનનો બોયકોટ કરવાનું શરૂ થયું
સોનમ વાંગચુકના જીવન પરથી આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ બનાવવામાં આવી હતી. હાલમાં જ સોનમે યુટ્યૂબ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘સેના ચીનને બુલેટથી, નાગરિક વોલેટથી જવાબ આપશે.’ સોનમે કહ્યું હતું કે ચીન દર વર્ષે ભારતમાંથી પાંચ લાખ કરોડનો બિઝનેસ કરે છે. આ પૈસામાંથી ચીન બોર્ડર પર ભારતીય સૈનિકોને મારવા માટે બુલેટ બનાવે છે.

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ માત્ર ભારતીય વસ્તુઓ વાપરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું, ‘હું ક્યારેય મારા ફોનમાં આવી એપ રાખતી નથી. હું તમામને વિનંતી કરું છું કે ચાઈનીઝ પ્રોડક્ટ્સને બદલે ભારતીય વસ્તુઓ ખરીદો. ભારતીય બનો, ભારતીય વસ્તુઓ ખરીદો.’

‘ડ્રીમ ગર્લ’ના ડિરેક્ટરતથા રાઈટર રાજ શાંડિલ્યે કહ્યું હતું, ‘બોયકોટ મેડ ઈન ચાઈના મૂવમેન્ટનો હિસ્સો બનો અને પોતાના દેશની પ્રગતિમાં યોગદાન આપો. જય હિંદ, જય ભારત.’

સેલિબ્રિટી ફોટોગ્રાફર અતુલ કાસ્બેકરે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું, તમે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને લઈને મીમ્સ બનાવી શકો છો પરંતુ તેમણે ચાઈનીઝ સરકાર સામે જે કર્યું તેની પ્રશંસા કરવી જોઈએ. વાસ્તવમાં ચીને મહામારીને લઈ કોઈ જવાબદારી દર્શાવી નથી અને કોઈએ તો આ અંગે સ્પષ્ટતા માગવાની જરૂર હતી. બાકીના વિશ્વે તેમને અલગ કરવામાં સામેલ થવુંજોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Boycott China Arshad Warsi, Milind Soman, Kamya Punjabi and other stars join online campaign


from Divya Bhaskar https://ift.tt/3eBq67m
https://ift.tt/3djLu0l

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...