Saturday, July 18, 2020

અર્જુન રામપાલ અને ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ તેમના દીકરા અરિકના જન્મદિવસ પર પહેલીવાર તેનો ફેસ ફેન્સને બતાવ્યો

અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના દીકરા અરિકનો આજે પહેલો જન્મદિવસ છે. આ અવસરે તેમણે દીકરાનો ચહેરો પહેલીવાર ફેન્સને બતાવ્યો છે. અગાઉ તેમણે અરિકના ફોટો શેર કર્યા હતા પણ તેમાં તેનો ફેસ દેખાતો ન હતો. અર્જુન રામપાલે દીકરાના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અર્જુને પોસ્ટ નીચે લખ્યું કે, અરિકના પહેલા જન્મદિવસ પર હવે સમય છે તેનો પ્રેમ ઇન્સ્ટા ફેમિલીને શેર કરવાનો સમય આવી ગયો છે. આભાર આટલી ધીરજ રાખવા બદલ અને અમને આટલો પ્રેમ આપવા બદલ. મળો નાના રામપાલને. અરિક. હેપ્પી બર્થડે માય બોય.

અર્જુન આ સિવાય તેની મોટી દીકરી માહિકાએ બનાવેલ વીડિયો પણ શેર કર્યો છે. તેમાં અરિકની ચાલવાની, રમવાની અને હસવાની ઝલક સામેલ છે. તે શેર કરીને એક્ટરે લખ્યું કે, આભાર મારી સુપર ટેલેન્ટેડ માહિકા આ સુંદર વીડિયો માટે.

વર્ષ 2018માં ગેબ્રિએલાને મળ્યો હતો
અર્જુન સાઉથ આફ્રિકન મોડલ ગેબ્રિએલાને 2018માં મળ્યો હતો. થોડા દિવસ પછી જ તેઓ રિલેશનશિપમાં આવ્યા બાદ લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. 2019માં તેમણે દીકરાને જન્મ આપ્યો. લગ્ન વગર પિતા બનવાને કારણે અર્જુન ઘણો લાઈમલાઈટમાં આવ્યો હતો. આ પહેલાં અર્જુને 1998માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં હતાં. તેમની બે દીકરીઓ છે. લગ્નના 20 વર્ષ બાદ 2018માં 28 મેના રોજ અલગ થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Arjun Rampal And Girlfriend Gabriella Demetriades Shares First Glipmse Of Son Arik On His First Birthday


from Divya Bhaskar https://ift.tt/32zm7oS
https://ift.tt/2ZFqpZZ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...