Friday, May 8, 2020

અભિષેકે 39 વર્ષ જૂનો પિતા સાથેનો વીડિયો શૅર કર્યો, અમિતાભે સ્ટેજ શો દરમિયાન બાળકોનો પરિચય કરાવ્યો હતો

અભિષેક બચ્ચને ફ્લેશબેક ફ્રાઈડે હેઠળ ઈન્સ્ટાગ્રામમાં 39 વર્ષ જૂનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન સ્ટેજ પર બંને બાળકોનો પરિચય કરાવે છે. આ વીડિયોની સાથે જ અભિષેક બચ્ચને એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં અભિષેકે સ્ટેજ શોને લઈ વિસ્તારથી વાત કરી છે. અભિષેકના મતે, તેના પિતાએ સૌ પહેલાં શોમાં જવાની શરૂઆત કરી હતી.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં અમિતાભ બચ્ચન બંને બાળકોનો પરિચય સ્ટેજ શોમાં હાજર રહેલા શ્રોતાએ સમક્ષ કરાવે છે. તેઓ કહે છે, મારા બંને બાળકો પણ અહીંયા આવ્યા છે. તમારા લોકો સાથે તેમની મુલાકાત કરાવવા ઈચ્છું છું. આનું નામ અભિષેક છે, આ મારી દીકરી છે, એનું નામ શ્વેતા છે. પિતાના કહેવા પર બંને બાળકો હેલ્લો કહે છે. જોકે, શ્વેતા તરત જ સ્ટેજ પરથી નીચે ઊતરી જાય છે, જ્યારે અભિષેક ઊભો રહે છે.

લાંબી પોસ્ટ શૅર કરી
1981માં મારા પિતાએ ભારતીય ફિલ્મ એક્ટર્સ દ્વારા શોમાં જવાની શરૂઆત કરી અને પોતાના ગીતો પર પર્ફોર્મન્સ આપવાનું ચલણ શરૂ કર્યું હતું. આ પહેલાં માત્ર પ્લેબેક સિંગર જ આમ કરતા હતાં.

મારી પાસે અલગ-અલગ શહેરની આવી ઘણી જ સુંદર યાદો છે, આમાં તેમના સહ કલાકારો, મહાન કલ્યાણજી-આનંદજી તથા તેમનું 40 સભ્યોનું ઓર્કેસ્ટ્રા (આનું સંચાલન વિજુ શાહ, કલ્યાણજીનો દીકરો તથા ભવિષ્યના મોટા સંગીતકાર કરતાં હતાં.) રિહર્સલ્સ, સાઉન્ડ ચેક્સ, શો બાદ મારા પેરેન્ટ્સના રૂમમાં અડધી રાત્રે ડિનર થતું. અહીંયા ગુજરાતી ટિફિન (આયોજકોના સંબંધીઓ અને મિત્રો તૈયાર કરીને લાવતા, ક્રૂના સભ્યો પણ બનાવતા હતાં, ભલે ગમે શહેરમાં પર્ફોર્મન્સ હોય) તમામ કલાકારો તથા સંગીતકારોને સર્વ કરવામાં આવતું. અહીંયા દરેક લોકો શોને લઈ ચર્ચા કરતાં, પછી ત્યાં એક યુવા, અપેક્ષાકૃત અજ્ઞાત (ત્યારે) અને ભવિષ્યનો સ્ટેન્ડ-અપ કોમેડિયન આવતો અને કલાકો સુધી લોકોને મંત્રમુગ્ધ કરીને બેસાડી રાખતો. પછી તેની મિમિક્રી અને કોમેડી ત્યાં સુધી ચાલતી કે જ્યાં સુધી બીજા શહેરની ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ પર જવાનો સમય ના થતો. તે કોમેડિયન જ્હોની લીવર હતાં.

View this post on Instagram

#flashbackfriday In 1981, my father started the trend of film actors from India doing shows on stage and performing to their songs. Before that, only playback singers did so. I have so many memories of being on the road with him, his co-stars and the immense Kalyanji and Anandji and their 40 piece orchestra helmed by a young and upcoming Viju Shah ( Kalyan ji's son and future Music Director of huge fame). The rehearsals, sound checks, post show dinners in my parents suite in the middle of the night where tiffin's of Gujju food ( lovingly prepared by relatives and friends of the organisers or crew members locally in whichever city they were performing in) would be served to the entire cast and musicians and everyone would discuss the show and how it went whilst a very young, relatively unknown (then) and upcoming stand-up comic would enthrall everyone for hours on end with his mimicry and comedy till it was morning and time to leave for the airport to take the flight to the next city. His name was Johnny Lever! On the flight everybody would take over the economy class, fold forward all the seats to make a huge गद्दा like setting and the musicians, singers and dad would sing and jam and maybe create a new song to be performed later that night at the next venue. This routine went on 3 days straight. I doubt they must have slept for a collective 2 hours over those weekends. Functioning purely on adrenaline! Rest during the week and the routine would resume from Friday, again. What times! As a child standing in the wings looking at the show in awe and wonderment. Not realising at that time the legends that I was blessed to witness perform live. Secretly imagining myself on that stage once I grew up. As you can see from this video, my sister couldn't wait to get off the stage and all I wanted to do was stick around. Thank you @mosessapir for sourcing out this video. It brought back such wonderful memories. @amitabhbachchan @shwetabachchan

A post shared by Abhishek Bachchan (@bachchan) on May 7, 2020 at 11:09pm PDT

ફ્લાઈટમાં બધા જ ઈકોનોમી ક્લાસમાં જતા અને ફ્લાઈટમાં તમામ લોકો પાછળની તરફ સીટ ઝૂકાવી લેતા, જેથી એક વિશાળ ગાદલા જેવી વ્યવસ્થા બની જાય. ત્યારબાદ સંગીતકાર, ગાયક તથા પાપા ગાતા અને ડાન્સ કરતાં, જેથી કોઈ નવું ગીત બની જાય અને તે રાત્રે બીજા શહેરમાં પર્ફોર્મ કરી શકાય. આ રૂટીન ત્રણ દિવસ સુધી ચાલતું. મને ચોક્કસથી યાદ નથી પરંતુ તે સમય દરમિયાન તેઓ 2 કલાક સૂતા હશે. ખાસ કરીને તેમણે આ સમય દરમિયાન કામ કર્યું હતું. સોમથી ગુરુની અંદર આરામ કરતાં અને પછી શુક્રવારથી આ રૂટીન પાછું શરૂ થઈ જતું.

એ પણ શું સમય હતો. એક બાળક પોતાના સપનાઓને હથેળીમાં લઈને, વિસ્મય તથા આશ્ચર્યથી સાથે શો જોતો હતો. તે સમયે એ વાતનો અહેસાસ નહોતો કે હું ભાગ્યશાળી હતો કે આ લિજેન્ડ્સનું લાઈવ પર્ફોર્મન્સ જોઈ રહ્યો છું. જ્યારે હું મોટો થઈ ગયો તો એકવાર મેં સ્ટેજ પર હોવાની કલ્પના કરી હતી, જેવી રીતે તમે વીડિયોમાં જુઓ છો, મારી બહેન તરત જ સ્ટેજ પરથી નીચે આવી ગઈ હતી.

આ વીડિયો મારા સુધી પહોંચડાવા માટે મોસેસ સાપિર તમારો આભાર. આની સાથે અનેક યાદો જોડાયેલી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Abhishek shares 39 years old video, Amitabh introduces children on stage show


from Divya Bhaskar https://ift.tt/3crLfAh
https://ift.tt/2zpoP3C

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...