કાર્તિક આર્યન લોકડાઉનમાં ઘરે રહીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહેતો હોય છે. હવે તેણે એક ફની પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં તે ગિટાર વગાડતો દેખાઈ રહ્યો છે અને એ પણ એક હાથથી વગાડી રહ્યો હતો. હકીકતમાં તે ગિટાર વગાડી રહ્યો ન હતો પણ તેના ફોનમાં મ્યુઝિક વાગતું હતું. તે ગિટાર વગાડવાની માત્ર એક્ટિંગ કરી રહ્યો છે તેની પોલ વીડિયોમાં અંતે ખુલે છે.
વીડિયોમાં કાર્તિકની ચોરી ત્યારે પકડાઈ છે જ્યારે ગિટારનું મ્યુઝિક અચાનક બંધ થઇ જાય છે અને મોબાઈલની રિંગ સંભળાય છે. આ વીડિયો શેર કરી કાર્તિકે લખ્યું હતું કે, હવે હેટર્સ એમ કહેશે કે હું આને વગાડી જ રહ્યો ન હતો.
View this post on InstagramHaters gonna say i am not really playing it 🎸🔥 #KokiToki
A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 9, 2020 at 7:09am PDT
કાર્તિકના આ વીડિયોને લોકોએ ઘણો પસંદ કર્યો. સેલેબ્સે પણ આ વીડિયો નીચે કમેન્ટ કરી હતી. શિલ્પા શેટ્ટીએ લખ્યું હતું કે, હાહાહાહા કાર્તિક મને તો આ ઘણું અસલી લાગ્યું. અપારશક્તિ ખુરાનાએ લખ્યું કે, બધાની બજાવી નાખીશ..ગિટાર કાર્તિક.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WkFwX8
https://ift.tt/3blFYc3
No comments:
Post a Comment
If you have any doubts please let me know!