Saturday, May 16, 2020

શાહરુખ ખાને લોકડાઉનમાં શીખેલી વાતો શેર કરી, લખ્યું- પ્રેમ હજુ પણ એટલો જ મહત્ત્વનો છે ભલે કોઈ તમને કંઈપણ કહે

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં શાહરૂખે તેણે શીખેલ અમુક વાતો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની સાથે તેણે પોતાની સેલ્ફી પણ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે પાંચ વસ્તુઓ કહી છે જે તેણે આ સમયમાં સમજી છે. આ પોસ્ટ નીચે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, લોકડાઉન લેસન્સ.

View this post on Instagram

Lockdown lessons...

A post shared by Shah Rukh Khan (@iamsrk) on May 15, 2020 at 11:39am PDT

આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે,
આપણે જરૂરિયાત છે એવું સમજીને ઘણું વધારે ભેગું કરી રહ્યા હતા જેમાંથી મોટાભાગનું એટલું બધું કામનું નથી જેટલું આપણે વિચારતા હતા.

જ્યારે આપણે પુરાયેલા હોય ત્યારે જેની સાથે આપણને વાત કરવાનું મન થાય તે લોકો સિવાય આપણને ઇમોશનલી આપણી આસપાસ વધુ લોકોની જરૂર નથી.

જ્યારે ખોટી સિક્યુરિટી ભેગી કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે ત્યારે આપણે ઘડિયાળને થોડીવાર માટે અટકાવી શકીએ છીએ અને આપણી જિંદગીને ફરીથી વિચારી શકીએ છીએ.

આપણે જેની સાથે લડ્યા હોય તેની સાથે હસી શકીએ છીએ અને જાણો કે આપણા વિચારો ખરેખર તેમનાથી મોટા ન હતા.

અને આ બધાથી ઉપર, ભલે કોઈ તમને કંઈપણ કહે, પ્રેમ હજુ એટલો જ મહત્ત્વનો છે.

શાહરુખ ખાન હાલ તેના મુંબઈના ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તે સોશિયલ કોઝ માટે આગળ આવતો રહે છે. હમણાં તે આઈ ફોર ઇન્ડિયા નામની ફંડ રેઝિંગ ઇવેન્ટમાં સામેલ થયો હતો. આ સિવાય તેણે પીએમ રિલીફ ફંડ, વિવિધ રાજ્યના સીએમ રિલીફ ફંડ સહિત ઘણી ઘણા ફંડ્સમાં આર્થિક યોગદાન આપ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan shared what he learned in Lokdau, wrote- Love is still as important as if someone told you anything


from Divya Bhaskar https://ift.tt/2Z5tbbb
https://ift.tt/2WyWL7b

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...