Sunday, May 17, 2020

ફાર્મહાઉસમાં સમય વિતાવી રહેલ ધર્મેન્દ્રએ વીડિયો શેર કરી લખ્યું, આદત બની ગયા છો તમે મારી, કંઈપણ ટ્વીટ કરી દઉં છું

ધર્મેન્દ્ર લોકડાઉનમાં તેમના ફાર્મહાઉસમાં સમય વિતાવી રહ્યા છે. કોઈવાર તેઓ શાકભાજી ઉગાડતા દેખાયા તો કોઈવાર ટ્રેકટર ચાલવતા. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. હવે તેમણે એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ બામ્બૂ ટ્રી પર કરેલ તેમની ક્રિએટિવિટી દેખાડી રહ્યા છે.

તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ એક સુંદર બામ્બૂ ટ્રીને દેખાડીને કહી રહ્યા હતા કે આ ઝાડ ઘણું ઊંચું હતું પણ આંધીને કારણે તે પડી ગયું. ધર્મેન્દ્રએ પોસ્ટ શેર કરી લખ્યું કે, આદત બની ગયા છો તમે મારી. કંઈપણ ટ્વીટ કરી દઉં છું. બામ્બૂ આંધીમાં પડી ગયું હતું. જેવી તેવી રીતે સંભાળી લીધું છે. જીતે રહો, તમારા રિસ્પોન્સ બદલ લવ યુ ઓલ.

લોકડાઉનમાં ધર્મેન્દ્ર સતત તેમના ફેન્સ સાથે ટચમાં રહે છે. તેઓ દરેક નાની-મોટી વાત વીડિયો મારફતે શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલાં તેમણે જણાવ્યું કે તેમની ગાયે વાછરડું આપ્યું છે. આ સિવાય તે ખેતી કરતા હોય તેવો વીડિયો પણ શેર કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dharmendra's time is passing in the midst of nature, while sharing the video, he said 'aadat ho chale hain aap meri, kuch bhi tweet kar deta hoon'


from Divya Bhaskar https://ift.tt/2LBsJta
https://ift.tt/3g0wRBc

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...