Tuesday, May 12, 2020

શિલ્પાએ કહ્યું, મિસકેરેજ થયા, એડોપ્શન માટે ચાર વર્ષ સુધી રાહ જોઈ અને પછી સરોગસીની મદદ લીધી

શિલ્પા શેટ્ટી આ વર્ષે સરોગસીથી દીકરીની માતા બની હતી. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ દીકરીના જન્મ માટે સરોગસી કેમ અપનાવી તેને લઈ વિગતથી વાત કરી હતી. શિલ્પાએ કહ્યું હતં કે દીકરા વિઆનના જન્મ બાદથી તેઓ બીજા બાળક માટે પ્રયાસ કરતાં હતાં. જોકે, તેમને એક ઓટો ઈમ્યૂન બીમારી થઈ, જેનું નામ APLA (Antiphospholipid antibodies) છે. તે જ્યારે પણ પ્રેગ્નન્ટ થતી ત્યારે આ બીમારી એક્ટિવ થતી હતી. આ જ કારણે તેનું ઘણીવાર મિસકેરેજ થયું હતું.

બાળક દત્તક લેવાનો પણ પ્રયાસ કર્યો હતો
44 વર્ષીય શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે તે દીકરા વિઆનને સિંગલ ચાઈલ્ડ તરીકે મોટો કરવા માગતી નહોતી. જે રીતે તેને એક બહેન છે, તે પણ ઈચ્છતી હતી કે તેના દીકરાને કોઈ ભાઈ કે બહેન હોય. કારણ કે તે માને છે કે આ જરૂરી છે. એક સમયે તેણે બાળક દત્તક લેવાનો વિચાર કર્યો હતો. જોકે, તેણે જે ક્રિશ્ચિન મિશનરીમાં નામ નોંધાયું હતું તે કેટલાંક કારણોસર બંધ થઈ ગઈ હતી. તેણે ચાર વર્ષ સુધી રાહ જોઈ હતી. જોકે, પછી તેણે સરોગસીનું વિચાર્યું હતું.

ત્રણ પ્રયાસ બાદ દીકરી જન્મી
શિલ્પાએ કહ્યું હતું કે સમિશાના જન્મ પહેલાં તેણે ત્રણવાર સરોગસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતાં. અંતે, તેણે બીજા બાળકનો વિચાર જ પડતો મૂક્યો હતો. જોકે, જ્યારે તેમને જાણ થઈ કે તેઓ ફેબ્રુઆરીમાં બીજીવાર પેરેન્ટ્સ બની જશે તો તેમણે વર્ક શિડ્યૂઅલ એક મહિના માટે ફ્રી કરી દીધું હતું, જેથી તેઓ બાળકીને પૂરતો સમય આપી શકે.

15 ફેબ્રુઆરીએ દીકરીનો જન્મ
શિલ્પાની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. તેણે 21 ફેબ્રુઆરી શિવરાત્રિના દિવસે દીકરીના જન્મની વાત શૅર કરી હતી અને દીકરીની તસવીર શૅર કરી હતી. શિલ્પાએ તે સમયે કહ્યું હતું કે તે જ્યારે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ વિચારીને રાખ્યું હતું. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે. શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa shetty said, Miscarriages, waited four years for adoption and then took surrogacy help


from Divya Bhaskar https://ift.tt/2AdAjYu
https://ift.tt/3fGKncV

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...