કોરોના ફ્રન્ટલાઈનર્સ એવાડોક્ટર્સને આલિયાએ સરપ્રાઈઝ આપી હતી.આલિયા ભટ્ટની આ સરપ્રાઈઝથી મુશ્કેલ સમયમાં પણ ડોક્ટર્સના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું.
આલિયાએ ડોક્ટર્સને સરપ્રાઈઝ આપી
ડોક્ટરે સોશિયલ મીડિયામાં આલિયા તરફથી મળેલા બોક્સને લઈ ખુશી વ્યક્ત કરી હતી. આ સ્નેક બોક્સમાં ચોકલેટ, જ્યૂસ, બન, બટર તથા આલિયાએ લખેલી સ્પેશિયલ નોટ હતી. આ નોટમાં આલિયાએ લખ્યું હતું કે સમાજને સ્વસ્થ તથા સલામત રાખવા બદલ તમે સતતકામ કરો છો તે માટે આભાર. તમે રિયલ હીરો છે.
ડોક્ટરે સોશિયલ મીડિયામાં આભાર વ્યક્ત કર્યો
ડોક્ટર શ્રીપદ ગંગાપુર્કરે ટ્વિટર પર ટ્વીટ કરીને આલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. મહામારીના આ મુશ્કેલ સમયમાં તમારો આભાર.
Thank you @aliaa08 for such a sweet surprise..much appreciated in these bitter times of pandemic..!! pic.twitter.com/6eBP1Czf9r
— Dr. Shripad Gangapurkar (@Shripad97) May 17, 2020
હેરકટને કારણે આલિયા ચર્ચામાં
હાલમાં જ આલિયા ભટ્ટે હેરકટ કરાવ્યાની તસવીર શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે મલ્ટીટેલેન્ટેડ અને પ્રેમાળ વ્યક્તિએ તેને વાળ કાપી આપ્યાં. આલિયા ભટ્ટની પોસ્ટ પર ચાહકોએ સવાલ કર્યો હતો કે રણબીર કપૂરે તેના વાળ કાપી આપ્યાં?
View this post on InstagramA post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on May 17, 2020 at 12:01am PDT
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ઉપરાંત તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પણ કરી રહી છે. કરન જોહરના અતિમહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘તખ્ત’માં પણ આલિયા ભટ્ટ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર, જાહન્વી કપૂર, અનિલ કપૂર તથા ભૂમિ પેડનેકર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zN1WaR
https://ift.tt/2TaNLDh
No comments:
Post a Comment
If you have any doubts please let me know!