ઐશ્વર્યા રાયે સોશિયલ મીડિયામાં માતા વૃંદા રાયને જન્મદિવસની શુભ્ચેછા પાઠવી હતી. ઐશ્વર્યાએ માતાની બે તસવીરો શૅર કરી હતી.
જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
ઐશ્વર્યાએ માતાની તસવીર શૅર કરીને પોસ્ટ કર્યું હતું, અમારી ડાર્લિંગ મમ્મી, અમે અમારી બર્થડે ગર્લને ઘણો જ પ્રેમ કરીએ છીએ, હંમેશાં ઝગમગતા રહો. ઐશ્વર્યાએ બે તસવીર શૅર કરી હતી, તેમાં એકમાં વૃંદા રાય એકલા છે, જ્યારે બીજી તસવીરમાં આરાધ્યા તથા વૃંદા રાય જોવા મળે છે.
View this post on Instagram❤️🥰Our Darling Mommyyy- Doddaaa 😍💕We LOVE you Our Birthday Girl 😘💝✨🌈✨Shine On 💖
A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on May 23, 2020 at 12:13pm PDT
ઐશ્વર્યાએ પેરેન્ટ્સની તસવીર શૅર કરતી રહે છે
ઐશ્વર્યાસોશિયલ મીડિયામાં અવાર-નવાર પેરેન્ટ્સની તસવીરો શૅર કરે છે. થોડાં સમય પહેલાં એક્ટ્રેસે પિતા ક્રિષ્નારાજ રાયની ડેથ એનિવર્સરી પર તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રિષ્નારાજનું 18 માર્ચ, 2017માં નિધન થયું હતું. ઐશ્વર્યાને મોટો ભાઈ આદિત્ય રાય છે. તે મર્ચન્ટ નેવીમાં એન્જિનિર છે. આદિત્યે વર્ષ 2003માં ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ કો-પ્રોડ્યૂસ કરી હતી.
View this post on InstagramA post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Mar 18, 2020 at 11:11am PDT
View this post on Instagram✨🥰❤️LOVE YOU OUR DADDYYY- AJJAAA FOREVER AND BEYOND 💖😘Our Guardian Angel Alllllways🥰🤗✨🌈💕✨
A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Mar 18, 2020 at 6:55am PDT
View this post on InstagramA post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Dec 22, 2019 at 3:40am PST
ઐશ્વર્યા હાલમાં મુંબઈમાં પતિ અભિષેક બચ્ચન, દીકરી આરાધ્યા, સસરા અમિતાભ બચ્ચન તથા પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરી રહી છે. ઐશ્વર્યાના સાસુ જયા બચ્ચન હાલમાં દિલ્હીમાં છે. ઐશ્વર્યા રાયની વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ મણિરત્નમની તમિળ ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન’માં જોવા મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bYX8MS
https://ift.tt/2TzDkcz
No comments:
Post a Comment
If you have any doubts please let me know!