Wednesday, May 13, 2020

રણબીર કપૂર-રિદ્ધિમાએ શ્રદ્ધાંજલિ પાઠવી, આલિયા ભટ્ટ-કરિશ્મા કપૂર હાજર રહ્યાં

રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. 12 મેના રોજ રિશી કપૂરના નિધનને 13 દિવસ પૂરા થતા હતાં. તેરમા પર પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થના સભાની તસવીર રિશી કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
રિદ્ધિમાએ બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે પિતાનીતસવીર આગળ બેઠી હતી અને તસવીરને કેપ્શન આપ્યું હતું કે પાપા તમને હંમેશાં અમે પ્રેમ કરીશું. બીજી તસવીરમાં રણબીર તથા રિદ્ધિમા આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે. આ તસવીરને શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે તમારો વારસો હંમેશાં રહેશે. અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ.

View this post on Instagram

Your legacy will live on forever ... We love you 🙏🏻❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 12, 2020 at 6:18am PDT

View this post on Instagram

Love you always Papa ...

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 12, 2020 at 5:24am PDT

પ્રાર્થના સભામાં આ સેલેબ્સ જોવા મળ્યા
રિશી કપૂરની પ્રાર્થના સભામાં આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન-નવ્યા નવેલી નંદા, રણધીર કપૂર-બબિતા, અરમાન જૈન-અનિસા મલ્હોત્રા, રિમા જૈન તથા આદર જૈન આવ્યા હતાં.

30 એપ્રિલના રોજ નિધન થયું હતું
રિશી કપૂરે30 એપ્રિલના રોજ એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ બે વર્ષથી લ્યૂકેમિયાના કેન્સરથી પીડાતા હતાં. લૉકડાઉન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે હોસ્પિટલની નજીક આવેલા ચંદનવાડી સ્મશાનમાં 25 લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતાં. દીકરી રિદ્ધિમા અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી નહોતી. રિદ્ધિમા દિલ્હી રહેતી હતી અને લૉકડાઉનને કારણે તે કારમાં દિલ્હીથી મુંબઈ આવી હતી. તે પિતાના નિધનના બે દિવસ બાદ એટલે કે બીજી મેએ રાત્રે મુંબઈ આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ranbir Kapoor-Riddhima pay tribute, Alia Bhatt-Karishma Kapoor present at Rishi Kapoor prayer meet


from Divya Bhaskar https://ift.tt/2AgU958
https://ift.tt/2WsdlWv

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...