Monday, May 11, 2020

વિશાલ ભારદ્વાજનો ઈરફાન ખાન સાથેના બોન્ડિંગ પર ભાવુક સ્ક્રીનપ્લે, કહ્યું- હું મોટેથી રડવા માગતો હતો પરંતુ રડી શક્યો નહીં

ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજે ઈરફાન ખાનને ‘મકબૂલ’, ‘સાત ખૂન માફ’ તથા ‘હૈદર’માં ડિરેક્ટ કર્યાં હતાં. 29 એપ્રિલના રોજ એક્ટરનું નિધન થયું હતું. વિશાલ ભારદ્વાજે ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી અને કહ્યું હતું કે થેંક્યૂ સર, થેંક્યૂ. પહેલા પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ વહેવા માટે ઘણાં આંસુઓ હશે. થેંક્યૂ સર તેને બહાર લાવવા માટે. થેંક્યૂ. વિશાલ ભારદ્વાજે ઈરફાન સાથેની તસવીર શૅર કરી હતી. તેમણે ઈરફાન સાથેના બોન્ડિંગને લઈ અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક સ્ક્રીનપ્લે લખ્યો હતો. આ સ્ક્રીનપ્લેને વિશાલે નામ આપ્યું હતું, ‘ઈરફાન અને હું’

સ્ક્રીનપ્લે ‘ઈરફાન અને હું’ના થોડાંક અંશો

વિશાલ ભારદ્વાજનું ઘર
મુંબઈમાં લૉકડાઉન ચાલે છે. હું ઘરે રહીને જ છેલ્લાં એક મહિનાથી કામ કરી રહ્યો છે. મારો ફોન વાગે છે. ફોન પર M.P. નું નામ છે. આ નામ જોઈને મનમાં સહેજ ડર લાગે છે. M.P. ઈરફાનની એજન્સીમાં મારો એજન્ટ છે. હું ફોનને રીસિવ કરતો નથી. થોડી ક્ષણો બાદ ડરતાં ડરતાં ફોન લઉં છું. M.P. કહે છે કે હવે ઈરફાન ઠીક થવા લાગ્યા છે. ડોક્ટર્સને આશા છે કે તેઓ ફાઈટર છે, ઠીક થઈને જ બહાર આવશે. હું રાહતનો શ્વાસ લઉં છું.

આ અફવા તો નથી ને?
થોડીવાર બાદ હું રેખા (વિશાલ ભારદ્વાજની પત્ની) સાથે કોઈ વાત પર દલીલો કરું છું. ત્યારે ફોન પર એક મેસેજ આવે છે. એક મિત્રનો મેસેજ હતો, જેમાં લખ્યું હતું કે ઈરફાન ખાન અંગે સાંભળીને દુઃખ થયું. હું એમ વિચારીને ટ્વિટર ચેક કરું છું કે આ અફવા જ હશે. કોઈ ન્યૂઝ જોવા મળતાં નથી. હું દુઃખી થઈ જાઉં છું. હુ રેખા તરફ જોઉં છું. તેની આંખોમાં આસું છે.

આ રીતે દિલને તોડી નાખનારા ન્યૂઝ મળ્યાં હતાં
ફરી ફોન વાગે છે. ફરીવાર M.P. નો ફોન છે. હું બહુ જ ઉતાવળથી ફોન લઉં છું અને સામે છેડેથી માત્ર રડવાનો અવાજ આવે છે. મારું દિલ તૂટી જાય છે. માસ્ક પહેરીને, ગ્લવ્ઝ પહેરીને હું મુંબઈના ખાલી રસ્તાઓ પરથી પસાર થઈને કબ્રસ્તાન જવા માટે જાઉં છું. આંખમાં આંસુઓ છે અને તેથી જ કદાચ રસ્તા પર કંઈ જ દેખાતું નથી.

જૂની યાદો છવાઈ ગઈ
1994ના મુંબઈ અંગે વિચારુંછું. ઈરફાન સાથે પહેલીવાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુલાકાત થઈ હતી. મેં પૂછ્યું હતું કે રવિવારે મેચ રમશો? તેણે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો હતો, વિશાલ સાહેબ, મને મેચ રમવામાં મજા નથી આવતી. હું તો બસ પ્રેક્ટિસનો આનંદ લઉં છું. તેના જવાબથી હું ચમકી ગયો હતો. તેને જોઈને બસ સ્માઈલ આપી હતી.

‘હૈદર’ના શૂટિંગ વખતે આ બનાવ બન્યો હતો
2014, ફેબ્રુઆરીમાં અમે શ્રીનગરમાં ‘હૈદર’નું શૂટિંગ કરીએ છીએ. સિક્યોરિટી ફોર્સે મંજૂરી આપી નહીં. થોડાં સમય બાદ લોકોને સંભાળવા મુશ્કેલ બની ગયા હતાં. સિક્યોરિટીવાળા મારા પર ગુસ્સે થાય છે અને ઈરફાનને લઈને જતા રહે છે. ઈરફાનના ચાહકો પણ ધીમે ધીમે જતા રહે છે. ઈરફાનને એક કારમાં લઈ જવામાં આવે છે. એક છોકરાએ તેની કાર તરફ પથ્થર ફેંક્યો અને કારની બારીનો કાચ તૂટી ગયો. સિક્યોરિટીવાળા ગોળી ચલાવવાના હતાં પરંતુ ઈરફાને ના પાડી દીધી.

બીજા દિવસે સહજતાથી મળ્યો
બીજા દિવસે બીજા લોકેશન પર ઈરફાન સાથે મુલાકાત થઈ. મને લાગ્યું કે તે નારાજ હશે પરંતુ તે હસતો હસતો મારી તરફ આવ્યો અને કહ્યું, વિશાલ સાહેબ શું થ્રો માર્યો હતો? એકદમ જોન્ટી રોડ્સની યાદ આવી ગઈ. દરેક વ્યક્તિ તેની વાત સાંભળીને હસી પડી હતી.

29 એપ્રિલ, 2020
મનમાં આ બધી વાતો ચાલતી હતી અને મારી કાર કબ્રસ્તાનમાં આવી. હું કારમાંથી નીચે આવું છું. દરેક જગ્યાએ પોલીસના બેરીકેડ્સ છે. મીડિયા પણ જોવા મળે છે. M.P. મને રસ્તો બતાવીને અંદર સુધી લઈ જાય છે. લોકોની વચ્ચેથી પસાર થઈને હુ એક રૂમની આગળ ઊભો રહુંછું, અહીંયા લખ્યું છે, યહાં બૉડી કે નહાને કા ઈંતજાન. ઈંતજામ ખોટી રીતે લખવામાં આવ્યું છે.

નિશ્ચેતન મારી સામે છે
તે સામે હોય છે. હું અંદર જાઉં છું. સામે એક પ્લેટફોર્મ પર તે સફેદ કપડાંમાં લપટાયેલો છે. તેનું માથું મારી તરફ ઝૂકેલું છું. હું તેની તરફ આગળ વધુ છું. હું તેને બસ જોતો જ રહું છું. લાગે છે કે સમય પણ અટકી ગયો છે. અહેસાસ થયો કે તેની આંખો કેટલી ભારે લાગે છે. કાનોમાં તેને ગાયેલું હાલરડું ગુંજી રહ્યું છે.

ઈરફાનનો પહેલો મેસેજ
ઈરફાને લંડનથી મને પહેલો મેસેજ મોકલ્યો હતો. તેનો પહેલો મેસેજ હતો, આ જા રી નિંદો તૂ આ જા...ઈફ્ફૂ કી આંખો મેં, આતી હું ભાઈ મૈં આતી હૂં, ઈફ્ફુ કી આંખો મેં. ઈરફાને આ મેસેજ વ્હોટ્સ એપ પર મોકલ્યો હતો. લંડનની હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. સાથે એક વોઈસ મેસેજ પણ હતો, જેમાં કહ્યું હતું, વિશાલ સાહેબ હવે તમારે એક્ટિંગની સાથે મારા ગીતને પણ સહન કરવું પડશે. લંડન ગયા બાદ પહેલી જ વાર એનો અવાજ સાંભળ્યો. મેં તરત જ ઈરફાનને મેસેજ મોકલ્યો કે હું લંડન આવી રહ્યો છું. તેણે સામે રિપ્લાય આપ્યો, મારા માટે અલગથી સમય રાખજો.

લંડનમાં પાર્કમાં મુલાકાત
ઈરફાનને મળવા માટે લંડનના એક પાર્કમાં જાઉં છું. મોટા મોટા લીલા ઝાડ છે. દૂરથી ઈરફાન હાથ ઊંચો કરતો દેખાય છે. અમે એક મોટા ઝાડ નીચે કૉફી પીએ છે. આ કૉફી પણ ઈરફાન જ લઈને આવ્યો હોય છે. અમારી વચ્ચે એક વિચિત્ર મૌન છવાઈ જાય છે. બોલવાની શરૂઆત ઈરફાન જ કરે છે.

ઈરફાન કહે છે, વિશાલ સાબ આજકાલ બહું ફ્રી ફીલ થાય છે. આઝાદી અનુભવાય છે. એમ લાગે છે કે શરીર પરથી સેંકડો શરીર ઊતરી ગયા હોય. આત્મા પર આપણે કેટલો બધો ભાર લઈને ફરીએ છીએ. એકવાર આયુષ્ય નક્કી થઈ જાય તો આંખ સામે બધું જ ચોખ્ખું દેખાય છે, જેમ કે વરસાદ પછી તડકામાં બધું ચમકવા લાગે છે એ જ રીતે.

એક ઘટના બને છે
ત્યારે જ એક ઘટના બને છે. અમારી બંનેની વચ્ચે એક કબૂતર આવીને પડે છે. અમે બંને ચમકી જઈએ છીએ. તે આગળ વધે છે. કબૂતરની ડોક તૂટી ગઈ હોય છે અને તે શ્વાસ લઈ શકતો નથી. ઈરફાન કહે છે, આ મરી રહ્યું છે. તે દોડીને નજીકના નળ પાસે જાય છે. પોતાના કપમાંથી કૉફી નીચે ફેંકે છે અને તેમાં પાણી ભરે છે. પાછો આવે છે અને કબૂતરને કેટલાંક ટીપાં પાણી પીવડાવે છે. અમે ફરી શાંતિથી બેસીએ છીએ. નજીકમાં એક મરેલું કબૂતર પડ્યું છે.

ઈરફાન ફરી વાર આ શાંતિને તોડે છે. ઈરફાન કહે છે, જીવનમાં ફિલ્મ કરતાં વધુ ડ્રામા હોય છે. જો આ સીનને ફિલ્મમાં ઉમેરવામાં આવે તો કેટલો વધુ ડ્રામેટિક બની જાય. હું ઉદાસ થઈને માત્ર હળવું સ્મિત આપું છં. ઈરફાન કહે છે, હવે તમે આને વધુ ડ્રામેટિક ના બનાવો. મારી આ કબૂતર સાથે એક તસવીર ક્લિક કરો. એક ઉડી ગયું અને એકનું ઉડવાનું બાકી છે.

આજનો દિવસ
હું જોરથી બૂમ પાડવા ઈચ્છું છું. રડવા ઈચ્છું છું પરંતુ મારું ગળું ભરાઈ ગયું છે. મનમાં માત્ર ઈરફાનની યાદો છે. આંસુઓને કારણે મારો પૂરો માસ્ક પલળી ગયો છે. આંખોની સામે બસ તેની ફિલ્મના શાનદાર સીન યાદ આવી રહ્યાં છે.

ઈરફાને કહ્યું હતું, પૈસા કેમ આપ્યા?
‘હૈદર’ના સ્ક્રીનિંગ દરમિયાન હું એક ખૂણામાં ઊભો રહીને સિગારેટ પીતો હતો. ઈરફાન આવ્યો અને બોલ્યો કે વિશાલસાહેબ હું તો વિશ્વાસ જ ના કરી શક્યો. જો ફિલ્મમાં આવી એન્ટ્રી આપવી હતી તો પૈસા કેમ આપ્યા? હું હસીને તેને ગળે લગાવું છું. તેણે ધીમેથી થેંક્યૂ કહ્યું, મેં જોરથી ગળે લગાવ્યો.

અમારી વચ્ચે ઝઘડો પણ થયો હતો
2007ની વાત છે. હું સીડી પર બેઠો હતો અને એક ફોન લગાવ્યો. જેવો સામે છેડેથી ફોન રીસિવ કરવામાં આવ્યો મેં તરત જ ફોન કાપી નાખ્યો. સામેની વ્યક્તિએ ફોન લગાવ્યો. મેં ઊંડો શ્વાસ લીધો ને ફોન લીધો. સામેથી ઈરફાને પૂછ્યું, ભૂલથી લાગી ગયો હતો કે જાણી જોઈને ફોન કાપી નાખ્યો? મેં હસતા હસતા જવાબ આપ્યો કે બંને. ઈરફાને પૂછ્યું કે ક્યાં સુધી ‘ઈશ્કિયા’ માટે ગુસ્સો કરશો? ફિલ્મ પણ હિટ ગઈ અને ડિરેક્ટર પણ. હવે તો માની જાવ. મેં સામે કહ્યુ, તમે મનાવી લો. તો તેણે પૂછ્યું કેવી રીતે? મેં કહ્યું કે એક ફિલ્મ બનાવી રહ્યો છું. ઈરફાને સવાલ કર્યો ‘સાત ખૂન માફ’? મેં કહ્યું, હા અને તેમાં એક પતિનો રોલ છે. બધાએ ના પાડી દીધી. તેણે વચ્ચે જ અટકાવતા કહ્યું કે મને છોડીને. મેં કહ્યું કે તમે તો ઈરફાન સાહેબ બહુ અજીબ છો.

ઈરફાન એકદમ બેફિકર માણસ
ઓક્ટોબર 2013ની વાત છે. અમે બંને પેરિસ એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતા હતાં. ઈરફાને પૂછ્યું, સિગારેટ પીશો? મેં કહ્યું કે અહીંયા ના પી શકાય. મનાઈ છે. તેણે કહ્યું કે તમારી પાસે લાઈટર છે? મેં ના પાડી તો તેણે કહ્યું કે મારી પાસે તો છે. તેણે બેલ્ટના બક્કલની નીચેથી લાઈટર કાઢીને આપ્યું. મને તો વિશ્વાસ જ ના થયો. ઈરફાને કહ્યું કે અહીંયા તો લાઈટર સાથે મુસાફરી કરી શકાય નહીં. આપણાં ત્યાં તો સિક્યોરિટીવાળા ફેંકી દે છે. આથી હું બેલ્ટની નીચે છુપાવી દઉં છું. મેં સવાલ કર્યો કે મેટલ ડિટેક્ટરમાં પસાર કેવી રીતે થાય છે? તો તેણે જવાબ આપ્યો કે બેલ્ટનું બક્કલ બતાવી દઉં છું. બધા માની જાય છે. જો કોઈ બક્કલ ચેક કરીને મને સ્પર્શ કરે તો ગલગલીયાં થતાં હોય તેવી એક્ટિંગ કરું છું. સામેવાળા પણ હસી પડે છે.

અંતિમ ફિલ્મની તૈયારી
જાન્યુઆરી, વર્ષ 2017ની વાત છે. ઈરફાન મારી ઓફિસમાં અરીસાની સામે બેઠો છે. ચહેરો ચમકી રહ્યો છે. અમારો મેકઅપ ડિઝાઈનર, અમારી આગામી ફિલ્મનો લુક તૈયાર કરી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા તથા ઈરફાન કામ કરી રહ્યાં છે. ઈરફાન આ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ પ્લે કરે છે. ઈરફાને મને કહ્યું, હું મજાક નથી કરતો પરંતુ જ્યાં સુધી તમે ‘સાત ખૂન માફ’માં મારો પૂરો હિસ્સો યુ ટ્યૂબ પર પૂરો રિલીઝ નહીં કરો ત્યાં સુધી હું તમારી આગામી ફિલ્મનું શૂટિંગ કરીશ નહીં. મેં ઈરફાનને કહ્યું કે એડિટમાં તે ફૂટેજ ગાયબ થઈ ગયા છે. મળતા નથી. તો ઈરફાને કહ્યું કે તમે શોધીને રાખો નહીંતર મને શોધતા રહી જશો.

ઈરફાનની અંતિમ વિદાયની તૈયારી
કૉફિન (તાબૂત)માં ઈરફાનના પાર્થિવ દેહને મૂકવામાં આવી રહ્યો છે. ત્યારબાદ એક રંગીન ચાદર મૂકવામાં આવી. કૉફિન ઉપાડવામાં આવ્યું અને તેને ખુલ્લી જગ્યા પર લઈ જવામાં આવશે, અહીંયા નમાઝ થશે. હું તેને કાંધ આપું છું. 40 પગલાં પૂરા કરવાના છે. કૉફિનને આગળ લઈ જવામાં આવે છે. હું ઈચ્છું છું કે તેને લઈ જવામાં ના આવે પરંતુ હવે હું કંઈ જ કરી શકતો નથી.

‘સાત ખૂન માફ’નો સીન
વર્ષ 2006માં ‘સાત ખૂન માફ’નો એ સીન છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થવા જઈ રહ્યું છે. નાઈટ શિફ્ટ છે. બધા બીમાર જેવા છે. ઈરફાનના પાત્ર વસીઉલ્લાહને દફન કરવાનો સીન છે. બધા જ કામ થઈ ગયા છે. આર્ટ ડિપાર્ટમેન્ટે કબર ખોદી નાખી છે. ઈરફાન બાજુમાં આંખ બંધ કરીને બેઠો છે. તે બરફ સાથે ઠંકાયેલી કબરમાં જાય છે અને સૂઈ જાય છે. બધા એમ જ વિચારી રહ્યાં છે કે અંદર કેટલી ઠંડી હશે. હું એક્શન બોલું છું. આસિસ્ટન્ટ કબર પર બરફ નાખે છે. થોડો બરફ તેના ચહેરા પર આવીને પડે છે પરંતુ ઈરફાન સહેજ પણ હલતો નથી. એમ જ પડ્યો રહે છે, જાણે કે મરી ના ગયો હોય. પછી આ સીન અમારે ફિલ્મમાંથી કાપી નાખવો પડ્યો હતો.

કાશ, હું આ બધું જ એડિટ કરી શકું
ઈરફાનના પાર્થિવ દેહને કબરમાં મૂકવામાં આવે છે. ત્યાં ઊભેલી એક વ્યક્તિ કહે છે કે કોઈને અંતિમ દર્શન કરવા હોય તો તે આગળ આવે. હું આગળ આવું છું અને એક ખૂણામાં ઊભો રહી જાઉં છું. કાનમાં ઈરફાનના અવાજો સંભળાઈ રહ્યાં છે. કાશ, તે સીનની જેમ આ બધું પણ હું મારા જીવનમાંથી એડિટ કરી શકું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vishal Bhardwaj's emotional screenplay on bonding with Irrfan Khan, said- I want to cry aloud. I can’t


from Divya Bhaskar https://ift.tt/2Lkmr18
https://ift.tt/2WL8IFJ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...