Friday, May 15, 2020

અદા શર્માએ નાની સાથેના ફની વીડિયો શૅર કરીને કહ્યું, લૉકડાઉન પૂર્ણ થયા બાદ નાનીને સૌ પહેલાં મળવું છે

બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં બે થ્રોબેક વીડિયો શૅર કર્યાં હતાં. આ વીડિયોમાં અદા પોતાની નાની સાથે મસ્તી કરતાં જોવા મળે છે. આ વીડિયો શૅર કરીને અદાએ કહ્યું હતું કે લૉકડાઉન પૂર્ણ થયા બાદ તે સૌ પહેલાં નાનીને મળવા ઈચ્છે છે.

પોસ્ટ શૅર કરીને આ વાત કહી
અદાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, લૉકડાઉન પૂર્ણ થાય ત્યારબાદ તમે જેને મળવા માગો છો તે લોકોને ટેગ કરો. મારા લિસ્ટમાં સૌ પહેલું નામ મારી નાનીનું છે. બીજા વીડિયોમાં તે મને ‘ફોશન વૉક’ શીખવે છે.

પહેલાં વીડિયોમાં નાની સાથે ડાન્સ કર્યો
અદાએ બે વીડિયો શૅર કર્યાં હતાં, જેમાં પહેલાં વીડિયોમાં તે નાની સાથે ફિલ્મ ‘સોનુ કે ટીટુ કે સ્વીટી’ના ગીત ‘બમ ડિગી ડિગી બમ બમ’ પર ડાન્સ કરે છે.

બીજા વીડિયોમાં રેમ્પ વૉક કર્યું
બીજા વીડિયોમાં અદા પોતાની માતા, નાની સાથે ફેશન શો દરમિયાન જે રીતે કેટવૉક કરવામાં આવે છે તે રીતે ચાલે છે.

આ કારણે અદા દરેક પોસ્ટમાં ‘અદાશર્માના100સાલ’ હેશટેગ કરે છે
અદા ઈન્સ્ટાગ્રામમાં દરેક પોસ્ટમાં ‘અદાશર્માના100સાલ’ એવું હેશટેગ જરૂર કરે છે. આ અંગે તેણે વર્ષ 2020ની શરૂઆતમાં વાત કરી હતી. અદાએ કહ્યું હતું કે તેણે પોતાની હોરર ફિલ્મ ‘1920’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 1920થી 2020 વચ્ચે 100 વર્ષનું અંતર છે. આથી જ તે માને છે કે તેના ડેબ્યૂને 100 વર્ષ થયા છે. આ જ કારણે તે દરેક પોસ્ટમાં અદા શર્માના 100 વર્ષ લખે છે.

અદા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ગયા વર્ષે ‘કમાન્ડો 3’માં તે જોવા મળી હતી. આ ઉપરાંત આ જ વર્ષે તેની હિંદી ફિલ્મ ‘બાયપાસ રોડ’ તથા તેલુગુ ફિલ્મ ‘કલ્કી’ રિલીઝ થઈ હતી. અદાએ ગયા વર્ષે બે વેબસીરિઝ ‘મોહ’ તથા ‘ધ હોલિડે’માં કામ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Adah Sharma shared a funny video with grand mother


from Divya Bhaskar https://ift.tt/2yPI6vx
https://ift.tt/2WVxZNy

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...