Thursday, May 14, 2020

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથેનો વીડિયો શેર કર્યો, લખ્યું- હકીકત ખબર પડતા પતિએ માર ખાધો

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે જ છે. શિલ્પા શેટ્ટી પરિવાર સાથે સમય વિતાવી રહી છે. શિલ્પા તેના પતિ સાથે ઘણા ફની વીડિયો શેર કરતી રહે છે. તેણે હવે પતિ રાજ કુન્દ્રા સાથેનો એક બીજો ટીક ટોક વીડિયો શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ વીડિયો નીચે તેણે લખ્યું હતું કે, નજર હટી, દુર્ઘટના ઘટી, હકીકત ખબર પડતા, મારા પતિએ માર ખાધો. ખુદને મનોરંજન આપવા કરવામાં આવતી વસ્તુઓ.

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડિયોઝ, રસોઈના વીડિયોઝ, પરિવારના સભ્યો સાથે સમય પસાર કરતી હોય તેવા વીડિયોઝ વગેરે પોસ્ટ શેર કરતી રહેતી હોય છે. ઉપરાંત લોકોને ઘરે જ સુરક્ષિત રહેવાનો આગ્રહ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ અપીલ કરતી રહે છે.

શિલ્પા શેટ્ટી લોકડાઉન પહેલાં હંગામા 2 ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તે પરેશ રાવલ, પ્રણિતા સુભાશ અને મીઝાન જાફરી સાથે દેખાશે. ફિલ્મ 14 ઓગસ્ટના રિલીઝ થવાની હતી. પરંતુ હવે નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa Shetty shares a video with her husband Raj Kundra; captions, Sacchai pata chalne par, Pit gaye humaare pati


from Divya Bhaskar https://ift.tt/2YXU7JX
https://ift.tt/3dPhFVD

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...