Sunday, May 17, 2020

આલિયા ભટ્ટે લોકડાઉનમાં ઘરે હેર કટ કરાવ્યા, લખ્યું - મલ્ટિટેલેન્ટેડ અને ગમતા વ્યકતિએ કટ કરી દીધા

કોરોના મહામારીને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં આલિયા ભટ્ટ તેની બહેન અને બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ઘરે છે. ઘરે રહીને આલિયા વર્કઆઉટ, રીડિંગ વગેરેમાં તેનો સમય ફાળવે છે. આલિયા ભટ્ટે તેનો નવો લુક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આલિયાએ વાળ કપાવીને નાના કરાવ્યા છે.

આલિયાએ તેના ઘરના જીમમાં લીધેલ મિરર સેલ્ફી શેર કરીને લખ્યું કે, 60 દિવસ પછી, હું વધુ મજબૂત, ફિટ છું. હું વધુ સારી રીતે પુશ અપ્સ, સ્કિપ્સ કરી શકું છું. દોડવામાં હવે મારુ મન વધુ લાગવા લાગ્યું છે. યોગ્ય ખોરાક પાછળ હવે મારુ ખાસ ધ્યાન છે. આ એક ચેલેન્જના ભાગ રૂપે હતું. #sohfit40daychallenge

આ પોસ્ટમાં આલિયાના અગાઉ કરતાં શોર્ટ હેર દેખાઈ આવે છે માટે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, હા મેં ઘરે વાળ કપાવ્યા છે. જ્યારે મને વાળ કાપવા હતા ત્યારે મારા મલ્ટિટેલેન્ટેડ ગમતા વ્યક્તિએ મદદ કરી. તેણે તે વ્યક્તિનો આભાર પણ માન્યો. રણબીર કપૂર અને આલિયાની બહેન બંને હાલ તેની સાથે રહે છે એટલે કોણે હેરકટ કર્યા હોય તે કહી શકાય એમ નથી પરંતુ આલિયા ઘણીવાર તેના ફોટો શેર કરી રણબીરની ફોટોગ્રાફી સ્કિલ્સ બતાવતી રહેતી હોય છે.

રણબીર કપૂરના પિતા રિશી કપૂરના નિધન બાદ આલિયા ભટ્ટ દરેક વિધિમાં કપૂર પરિવારની સાથે હતી. રિશી કપૂરની પ્રાર્થના સભામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Alia Bhatt gets her hair cut at home by a multitalented loved one


from Divya Bhaskar https://ift.tt/3dVy6iS
https://ift.tt/2LC4A5S

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...