Saturday, May 9, 2020

રિશી કપૂરની દીકરી રિધ્ધિમા કપૂરે પિતાની યાદ કરી સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

પિતાને યાદ કરી રિધ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર રિશી કપૂરના થ્રોબેક ફોટો શેર કર્યા છે. સારવાર દરમ્યાન ન્યૂ યોર્કમાં તેમને મળવા આવનાર સેલેબ્સનો ફોટો પણ તેણે શેર કર્યો છે. રિશી કપૂરનું 67 વર્ષની વયે 30 એપ્રિલે નિધન થયું હતું. પિતાના અંતિમ સંસ્કારમાં રિધ્ધિમા લોકડાઉનને કારણે હાજર રહી શકી ન હતી. તે દિલ્હીથી પરમિશન મળ્યા બાદ બાય રોડ મુંબઈ પહોંચી હતી.

રિશી કપૂર ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર મેળવી રહ્યા હતા. ગયા વર્ષે તેમને ત્યાં ઘણા સેલેબ્સ મળ્યા હતા. રિધ્ધિમાએ ગેટ ટુગેધરનો ફોટો શેર કર્યો હતો જેમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યાની સાથે કપૂર પરિવારના અન્ય સભ્યો અને આલિયા ભટ્ટ પણ હાજર હતા. રિધ્ધિમાએ તેનો માતાપિતા નીતુ સિંહ અને રિશી કપૂર સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે.

View this post on Instagram

❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 9, 2020 at 3:53am PDT

રિશી કપૂરે બે વર્ષ કેન્સર સામે લડ્યા બાદ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નીતુ સિંહ તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. રિધ્ધિમા પિતાને યાદ કરી થ્રોબેક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rishi Kapoor's daughter Riddhima Kapoor shared throwback photo on social media


from Divya Bhaskar https://ift.tt/3fxutBB
https://ift.tt/3ciasgp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...