Wednesday, May 6, 2020

જાણીતા સિનેમેટોગ્રાફર નદીમ ખાન સીડી પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ, ICUમાં એડમિટ

બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર નદીમ ખાન સીડીઓ પરથી પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. નદીમ ખાન સ્વર્ગીય લેખક, શાયર તથા ગીતકાર રાહી માસૂમ રઝાના પુત્ર છે. 69 વર્ષીય નદીમ ખાનને માથા, ખભા તથા છાતીમાં ઈજા થઈ છે.

ફ્રેક્ચર થયું છે

સિનેમેટોગ્રાફરના ફેમિલી ફ્રેન્ડ રઝા મુરાદે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નદીમ ખાન છેલ્લાં ઘણાં સમયથી પોતાના શરીરનું બેલેન્સ રાખી શકતા નહોતાં. આ બીમારીને મેડિકલ ટર્મમાં શું કહેવાય તે તેમને ખ્યાલ નથી પરંતુ તેઓ છેલ્લાં ઘણાં સમયથી આ બીમારીથી પીડાતા હતાં. હાલમાં જ તેઓ પોતાના બિલ્ડિંગની સીડીઓ પરથી પડી ગયા હતાં અને તેમને કોલર-બોન (હાંસડી) તથા પાંસળીમાં ફ્રેક્ચર થયું છે. તેમને છાતી તથા મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થતાં લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી કરી છે

સિનેમેટોગ્રાફર નદીમ ખાને મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’માં સિનેમેટોગ્રાફી કરી હતી. તેમણે 50થી વધુ ફિલ્મમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું છે. ‘કિંગ અંકલ’, ‘જુર્મ’, ‘આવરગી’, ‘ખલનાયિકા’, ‘આગ હી આગ’, ‘ગુન્હા’, ‘ગેંગ’, જેવી ફિલ્મ સામેલ છે. તેમણે 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તિરછી ટોપીવાલે’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ઈન્દર કુમાર, મોનિકા બેદી તથા ચંકી પાંડે હતાં. નદીમ ખાનના પત્ની પાર્વતી ખાન સિંગર છે.

નોંધનીય છે કે નદીમ ખાને વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘મર્ડર એટ મંકી હિલ’માં સિનેમેટોગ્રાફી કરીને કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ઉપરાંત નદીમ ખાન1994માં આવેલી લોકપ્રિય સીરિયલ ‘ચંદ્રકાંતા’માં ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી તરીકે જોડાયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
cinematographer Nadeem Khan seriously injured after falling down stairs, admitted to ICU


from Divya Bhaskar https://ift.tt/35FQ06r
https://ift.tt/2YGjTSz

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...