Friday, June 12, 2020

એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ બ્રીધની બીજી સીઝન 10 જુલાઈએ સ્ટ્રીમ થશે, અભિષેક બચ્ચનનું ડિજિટલ ડેબ્યુ

એમેઝોન પ્રાઈમ વીડિયો પરની ઓરિજિનલ વેબ સિરીઝ બ્રીધની બીજી સીઝનના ફર્સ્ટ લુકની સાથે તેની રિલીઝ ડેટ જાહેર થઇ છે. બ્રીધ: ઈનટુ ધ શેડોઝ 10 જુલાઈના સ્ટ્રીમ થશે. આ સિરીઝથી અભિષેક બચ્ચન તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. તેણે રિલીઝ ડેટ સોશિયલ મીડિયા પર અનાઉન્સ કરતા લખ્યું કે, તે પડછાયાઓમાં રહે છે, કોઈ શોધે તેની રાહમાં છે. આ રહ્યો બ્રીધ: ઈનટુ ધ શેડોઝનો ફર્સ્ટ લુક.

આ બીજી સીઝનથી અભિષેકની સાથે સાઉથ એક્ટ્રેસ નિત્યા મેનને પણ તેનું ડિજિટલ ડેબ્યુ કર્યું છે. આ સાયકો થ્રિલર બ્રીધની પહેલી સીઝનમાં આર. માધવન લીડ રોલમાં હતો અને તે સીઝનથી તેણે ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. પહેલી સીઝનથી ડિજિટલ ડેબ્યુ કરનાર અમિત સાધ બીજી સીઝનમાં પણ સિનિયર પોલીસ ઓફિસરના રોલમાં છે.

પહેલી સીઝનના ડિરેક્ટર મયંક શર્માએ જ બીજી સીઝન ડિરેક્ટ કરી છે. આ સિરીઝનું શૂટિંગ અભિષેક બચ્ચને રાજસ્થાનમાં કર્યું હતું. અગાઉ આ સિરીઝ વિશે અભિષેકે કહ્યું હતું કે, આ સિરીઝમાં એક વસ્તુએ મને સૌથી વધુ આકર્ષિત કર્યો છે અને તે છે કેરેક્ટરને બિલ્ટ કરવા માટે સ્ટોરીમાં ઝીણવટભર્યું અને ડીટેલમાં કામ કરવામાં આવ્યું છે. આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર શક્ય છે કારણકે ફીચર ફિલ્મની સરખામણીએ ઓડિયન્સને એન્ગેજ કરવાનો ટાઈમ અહીંયા ચાર ગણો હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Abhishek Bachchan’s debut web series Breathe Into The Shadows to release on July 10


from Divya Bhaskar https://ift.tt/2Yz9tCW
https://ift.tt/2XTTyzE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...