સુષ્મિતા સેન છેલ્લા દોઢ વર્ષથી મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે. રોહમન સાથેના બોન્ડિંગને લઈને સુષ્મિતાએ ફિલ્મ કમ્પેનિયનના અનુપમા ચોપરાને આપેલ ઇન્ટરવ્યૂમાં વાત કરી.
સુષ્મિતાએ કહ્યું કે, રોહમન સાથે મારી ઓળખાણ ઇન્સ્ટાગ્રામ મારફતે થઇ હતી. રોહમને મને ડિરેક્ટ મેસેજ કર્યો હતો જેનો મેં જવાબ આપ્યો હતો. ત્યારબાદ અમારી વાતચીત શરૂ થઇ. શરૂઆતમાં રોહમન મારાથી તેની ઉંમર છુપાવતો હતો. હું તેને પૂછતી કે તમારી ઉંમર કેટલી છે? તમે ઘણા યંગ લાગો છો. પાછળથી મને ખબર પડી કે તે મારાથી કેટલા નાના છે અને આ જ કારણે તે મને આ વાત શેર કરવામાં ખચકાટ અનુભવતા હતા. પરંતુ આ રિલેશન અમે નહિ પણ યુનવર્સે અમારા માટે પસંદ કર્યો છે.
રોહમન 15 વર્ષ નાનો
રોહમન અને સુષ્મિતાની ઉંમરમાં 15 વર્ષનો ગેપ છે. સુષ્મિતા 44 વર્ષની છે અને રોહમન 29 વર્ષનો છે. લોકડાઉનમાં તેઓ સાથે જ સમય પસાર કરી રહ્યા હતા. સુષ્મિતાની બંને દીકરીઓ પણ તેમની સાથે જ રહે છે.
એક્ટિંગમાં કમબેક
સુષ્મિતા આર્યા વેબ સિરીઝથી એક્ટિંગમાં કમબેક કરી રહી છે. ડિઝની હોટસ્ટાર પરની આ વેબસિરીઝ 19 જૂને સ્ટ્રીમ થશે. આ સિરીઝ ડચ સિરીઝ પેનોજાની હિન્દી રિમેક છે. ડિરેક્ટર રામ માધવાનીએ આર્યા ડિરેક્ટ કરી છે.
સુષ્મિતા 5 વર્ષ પહેલાં બંગાળી ફિલ્મ નિર્બાકમાં દેખાઈ હતી. દસ વર્ષ પહેલાં 2010માં નો પ્રોબ્લેમ નામની બોલિવૂડ ફિલ્મમાં દેખાઈ હતી જેને અનીસ બાઝમીએ ડિરેક્ટ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UFuVVn
https://ift.tt/3fpJZOP
No comments:
Post a Comment
If you have any doubts please let me know!