Saturday, June 6, 2020

બસ અને ટ્રેન બાદ સોનુ સૂદ શ્રમિકોને ચાર્ટડ ફ્લાઇટ દ્વારા ઘરે પહોંચાડી રહ્યો છે, 170 મજૂરોને દેહરાદૂન રવાના કર્યા

સોનુ સૂદ છેલ્લા મહિનાથી અંદાજે રોજ 1000 જેટલા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. બસ અને ટ્રેન બાદ હવે સોનુ ચાર્ટડ ફ્લાઇટ મારફતે પ્રવાસીને તેમના વતન રવાના કરી રહ્યો છે. હાલમાં જ તેણે 170 પ્રવાસી મજૂરોને મુંબઈથી ચાર્ટડ ફ્લાઇટ મારફતે દેહરાદૂન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

એર એશિયાના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જાણકારી આપી કે, શુક્રવારે એર એશિયાની ફ્લાઇટ A320એ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 1.57 વાગ્યે ટેકઓફ કર્યું અને 4.41 વાગ્યે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું. આગળ પણ આવી જ રીતે અન્ય ચાર્ટડ ફ્લાઇટથી મજૂરોને ઘરે પહોંચાડતા રહેવામાં આવશે. એર એશિયાએ ફ્લાઈટ્સને ઉમ્મીદ કી ઉડાન નામ આપ્યું છે.

સોનુએ ખુદ બધી વ્યવસ્થા પર દેખરેખ રાખી
સેલેબ ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં સોનુ ફ્લાઇટ પહેલાં બધી વ્યવસ્થા જોવા માટે ખુદ મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો. સોનુએ કહ્યું, વધુ એક ફ્લાઇટ મારફતે ઘણા પ્રવાસી મજૂર તેમના ઘરે પહોંચી ગયા. આમાં મોટાભાગના લોકો એવા હતા જેઓ પહેલીવાર પ્લેનમાં બેઠા અને તેમના ફેસ પર મુસ્કાન અને ઉત્સાહ જોઈને મને ઘણો આનંદ થયો.

177 છોકરીઓને એરલિફ્ટ કરાવી હતી
આ પહેલાં સોનુ સૂદે ગયા અઠવાડિયે કેરળમાં ફસાયેલ 177 જેટલી છોકરીઓને પણ એરલિફ્ટ કરાવી હતી. તેઓ એક સિલાઈ ફેક્ટરીમાં લોકડાઉનને કારણે ફસાઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર સોનુને ભુવનેશ્વરના એક મિત્રે આ છોકરીઓ વિશે જાણ કરી હતી. જરૂરી ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ તેમને કોચીથી ભુવનેશ્વર લાવવામાં આવ્યા. તેમના માટે સ્પેશિયલ એરક્રાફ્ટ બોલાવવામાં આવ્યું હતું. તેમનું ગામડું ભુવનેશ્વરથી બે કલાકના અંતરે જ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actor Sonu Sood Sponsors Chartered Flight to Send Over 170 Migrant Workers Home to Dehradun


from Divya Bhaskar https://ift.tt/37e9BeY
https://ift.tt/2MFRo05

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...