કોરોના મહામારીમાં થિયેટર બંધ થતા લોકો OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ્સ પર વધુ સમય પસાર કરી રહ્યા છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વિવિધ ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી રહી છે. ‘બાગી 3’ ફિલ્મ સ્માર્ટફોનમાં સૌથી વધુ જોવાનાર ફિલ્મ બની ગઈ છે. ડિઝની + હોટસ્ટાર પર આ ફિલ્મ મે મહિનામાં સ્ટ્રીમ થઇ હતી.
View this post on InstagramA post shared by Tiger Shroff (@tigerjackieshroff) on Jun 4, 2020 at 1:55am PDT
ટાઇગર શ્રોફે આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે, બાગી 3 સ્માર્ટફોનમાં સૌથી વધુ જોવનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ બાગી સિરીઝની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ 6 માર્ચે થિયેટરમાં રિલીઝ થઇ હતી. ‘બાગી 3’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ટાઇગર શ્રોફની સાથે લીડ રોલમાં શ્રદ્ધા કપૂર, અંકિત લોખંડે અને રિતેશ દેશમુખ પણ સામેલ હતા. આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાને ડિરેક્ટ કરી હતી. ફિલ્મને સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરી હતી.
સ્માર્ટફોનમાં સૌથી વધુ જોવાનાર ફિલ્મ્સનું લિસ્ટ
ફિલ્મ | ડિજિટલ પ્લેટફોર્મ | |
1. | બાગી 3 | ડિઝની + હોટસ્ટાર |
2. | થપ્પડ | એમેઝોન પ્રાઈમ વીડિયો |
3. | અંગ્રેજી મીડિયમ | ડિઝની + હોટસ્ટાર |
4. | એક્સ્ટ્રેક્શન | નેટફ્લિક્સ |
5. | બાલા | ડિઝની + હોટસ્ટાર |
નીલસન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ લિસ્ટ મુજબ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/375S3kQ
https://ift.tt/2zaLnpk
No comments:
Post a Comment
If you have any doubts please let me know!