Friday, June 12, 2020

વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર 30 જુલાઈના રિલીઝ થશે, ‘ગુલાબો સિતાબો’ ફિલ્મને કારણે પોસ્ટપોન થઇ

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મ બાદ વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ ફિલ્મ ટૂંક સમયમાં OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હાલમાં જ એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેના વર્લ્ડ પ્રીમિયરનું અનાઉન્સમેન્ટ કર્યું છે. આ ફિલ્મ બાયોપિક છે જેમાં વિદ્યા હ્યુમન કમ્પ્યુટર ગણાતા ગણિતજ્ઞ શકુંતલા દેવીના રોલમાં છે.

એમેઝોન પ્રાઈમે આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દીધી છે. ફિલ્મ સાથે જોડયેલ સૂત્રોનું કહેવું છે કે, પ્લાનિંગ મુજબ ગુલાબો સિતાબોની રિલીઝના થોડા દિવસ પછી જ એમેઝોન વિદ્યા બાલનની ફિલ્મ સ્ટ્રીમ થવાની હતી. જોકે, હવે આ પ્લાનિંગમાં ફેરફાર થયો છે. ગુલાબો સિતાબોની પોપ્યુલારિટી પર અસર ન પડે તે માટે એમેઝોને આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે તેનું પ્રીમિયર 30 જુલાઈના રાખવામાં આવ્યું છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ 8 મે છે એવું જાહેર કર્યું હતું. કોરોના વાઇરસ મહામારી અને લોકડાઉનને કારણે થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. તેને કારણે ફિલ્મોની રિલીઝ અટકી પડી છે. 13 માર્ચ પછીથી ફિલ્મો રિલીઝ જ થઇ રહી નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેહવે મેકર્સ થિયેટરને બદલે ફિલ્મને રિલીઝ કરવા માટે OTT પ્લેટફોર્મનો સહારો લીધો છે. અનુ મેનનના ડિરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં વિદ્યાની સાથે સાન્યા મલ્હોત્રા અને જિશુ સેન ગુપ્તા લીડ રોલમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vidya Balan's 'Shakuntala Devi' film to be released on Amazon Prime on July 30, the film was postponed for 'Gulabo Sitabo'


from Divya Bhaskar https://ift.tt/37mVqUV
https://ift.tt/2Yxgync

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...