Thursday, June 11, 2020

ગુજરાતી નાટકો-ફિલ્મ તથા ટીવી સિરિયલના જાણીતા કલાકાર જગેશ મુકાતીનું 47 વર્ષની ઉંમરમાં નિધ

વર્ષ 2020 બોલિવૂડ તથા ટીવી માટે ઘણું જ ખરાબ રહ્યું છે. આ વર્ષે ઘણાં દિગ્ગજ એક્ટર્સના નિધન થયા છે. ગુજરાતી નાટકોમાં પોતાની અલગ જ ઓળખ બનાવનાર 47 વર્ષીય જગેશ મુકાતીનું નિધન 10 જૂનના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરી દેવામાં આવ્યાહતાં.

ત્રણ-ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતાં
સૂત્રોના મતે, જગેશની તબિયત ગયા શુક્રવારે (પાંચ જૂન)ના રોજ બગડી હતી. તેમને અસ્થમાની બીમારી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આટલું જ નહીં તેમનામાં ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. હોસ્પિટલમાં સૌ પહેલાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.

શ્વાસ લેવામાં તકલીફ
જગેશને શ્વાસ લેવામાં ઘણી જ તકલીફ પડતી હતી. આ જ કારણથી તેમને ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતાં અને છેલ્લાં ત્રણ-ચાર દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, 10 જૂનની બપોરે અચાનક જ તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી અને તેમણે ત્રણ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

સાંજે અંતિમ સંસ્કાર
જગેશ મુકાતીના સાંજે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાં. પરિવાર તથા નિકટના મિત્રો અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં.

નાટકો, ફિલ્મ, સિરિયલમાં કામ કર્યું હતું
જગેશ મુકાતીનું ગુજરાતી નાટકોમાં બહુ મોટું નામ હતું. તેમણે ‘બાએ મારી બાઉન્ડ્રી’, ‘બુઢ્ઢાએ મારી સિક્સર’, ‘બૈરાઓનો બાહુબલી’, ‘નસ નસમાં ખુન્નસ’ જેવા નાટકોમાં કામ કર્યું હતું. તેમણે હિંદી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રીગણેશા’માં ગણેશનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત હિંદી ફિલ્મ ‘હસી તો ફસી’, ‘મન’ તથા ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’માં કામ કર્યું હતું.

સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી
જગેશ મુકાતીના નિધનના સમાચાર સાંભળીને સેલેબ્સ તથા ચાહકોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ‘તારક મહેતા’ ફૅમ અંબિકા રંજનકરે સો. મીડિયામાં જગેશ મુકાતી સાથેની જૂની તસવીર શૅર કરીને કહ્યું, ‘તમે દયાળુ તથા સપોર્ટિવ હતાં. તમે જલ્દી જતા રહ્યાં. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. પ્રિય મિત્ર, જગશે તમે હંમેશાં યાદ રહેશો.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Famous Gujarati drama-film and TV serial actor Jagesh Mukati dies at 47


from Divya Bhaskar https://ift.tt/2znc9uB
https://ift.tt/2UslUPB

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...