Sunday, June 7, 2020

કાન ફિલ્મ ફેસ્ટિવલે 56 ફિલ્મ્સનું ફાઇનલ લાઇનઅપ શેર કર્યું, આ વખતે પણ એકપણ ભારતીય ફિલ્મ સામેલ નથી

દર વર્ષે મે મહિનામાં યોજાનાર કાન ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવ્યો છે. પરંતુ જ્યુરીના સભ્ય પિયરે લેસક્યોર અને થિયરી ફ્રેમોક્સે 72મા એડિશન માટે 56 ફિલ્મ્સનું ફાઇનલ લાઇનઅપ જાહેર કર્યું છે. જોકે આ લિસ્ટમાં આ વખતે પણ કોઈ ભારતીય ફિલ્મ સામેલ નથી.

કાન યોજાશે કે નહીં
કાન ફેસ્ટિવલ 2020માં 12થી 23 મે વચ્ચે યોજવાનો હતો. પરંતુ ફ્રાન્સ સરકારે કોરોના મહામારીને કારણે જુલાઈ સુધી તમામ પ્રકારની સોશિયલ ગેધરિંગ્સ અને ફેસ્ટિવલ પર રોક લગાવી દીધી હતી. આ કારણે કાન રેડ કાર્પેટ સાથે આ વખતે નહીં યોજાય. ન્યૂયોર્ક ટાઈમ્સની ખબર અનુસાર આ વર્ચ્યુઅલ ફોર્મેટમાં 22થી 26 જૂન સુધી થવાની સંભાવના છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2020માં પસંદ પામેલ ફિલ્મ્સનું લિસ્ટ

કાનના લેબલ સાથે ફિલ્મ જશે
ફ્રેમોક્સે કહ્યું- અમે બધાને 2021ના ફેસ્ટિવલમાં ન લઇ જઈ શકીએ, માટે અમે ફિલ્મોની પસંદગી કરવાનું ચાલું રાખ્યું અને આ નિર્ણય સાચો સાબિત થયો. અમને 2000થી વધુ એન્ટ્રી મળી હતી. કાન માટે પસંદ થયેલ ફિલ્મ્સ જેનું પ્રીમિયર નહીં થઇ શકે તેને બીજા ફેમસ ફિલ્મ ફેસ્ટિવલ જેવા કે ટોરન્ટો, સેન સેબેસ્ટિયન, ટેલુરાઇડ અને વેનિસમાં મોકલવામાં આવશે.

પસંદગીમાં ખાસ
આ પસંદગી પામેલ 56 ફિલ્મોમાં મહિલા ડિરેક્ટરની 16 ફિલ્મ્સ છે
ઇઝરાયલની બે ફિલ્મને ફાઇનલ લાઇનઅપમાં જગ્યા મળી
ચાર કાર્ટૂન/ એનિમેશન મૂવીઝ સોલ, જોસપ, ફ્લી અને અયા એન્ડ ધ વિચને પણ પસંદ કરવામાં આવી
સિલેક્શન ન્યૂ કમર્સ, કોમેડી, ડોક્યુમેન્ટરી, ફર્સ્ટ ફીચર અને એનિમેશન કેટેગરીમાં થયું છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફિલ્મ્સની જાહેરાત કરતા પિયરે લેસક્યોર અને થિયરી ફ્રેમોક્સ


from Divya Bhaskar https://ift.tt/2MzvQm3
https://ift.tt/3dIib7Y

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...