Saturday, June 6, 2020

ચાઈલ્ડ આર્ટિસ્ટના પેરેન્ટ્સના મનમાં સંશય, 60 વર્ષથી મોટા એક્ટર્સ સરકારી ગાઇડલાઇન સાથે સહમત

લોકડાઉન બાદ મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ અને ટીવી સિરિયલ્સને શૂટિંગ માટે મંજૂરી આપી દીધી છે. જોકે, નવી ગાઇડલાઇન મુજબ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારે ઉંમરના સિનિયર એક્ટર્સને સેટ પર આવવાની મંજૂરી આપવામાં આવી નથી. આ બાબતે દિવ્ય ભાસ્કર એપની અમુક ચાઈલ્ડ આર્ટિસ્ટના પેરેન્ટ્સ સાથે વાતચીત થઇ હતી.

સિરિયલ છોટી સરદારનીમાં પરમનો લીડ રોલ પ્લે કરનાર 6 વર્ષની ચાઈલ્ડ આર્ટિસ્ટ કેવિના ટાંકની માતા શુભમ ટાંકના જણાવ્યા અનુસાર તેમને શૂટિંગની ડેટ્સ પણ મળી ચૂકી છે. તેઓ હાલ ફાઇનલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે.

શુભમે જણાવ્યું કે, હજુ સુધી અમને ચેનલ તરફથી કોઈપણ પ્રકારના બદલાવ વિશે કહેવામાં આવ્યું નથી. જો અમારી દીકરી શૂટ પર જાય છે તો અમારી સાઈડથી પણ અમુક વાત રાખવામાં આવશે.

અમુક બાળ કલાકારોના પેરેન્ટ્સ અને કલાકારો સાથે ભાસ્કરની વાત

ઓરા ભટનાગર પિતા વિવેક ભટનાગર સાથે

મારી દીકરી ઓરા બેરિસ્ટર બાબુમાં લીડ રોલ પ્લે કરે છે. ગાઇડલાઇન્સ બાબતે અમને હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી. જો શૂટિંગ શરૂ થાય છે તો અમે અમારા બાળકો સાથે સેટ પર રહીશું. સાવધાની પણ રાખશું અને અમારા બાળકોને સુરક્ષિત પણ રાખશું. અમે તેમની ખાસ કાળજી લઇ રહ્યા છીએ. ઓરાના શૂટિંગને લઈને મને કોઈ તકલીફ નથી. જોકે હવે આ ચેનલ પર નિર્ભર કરે છે.

- 9 વર્ષીય કલાકાર ઓરા ભટનાગરના પિતા વિવેક ભટનાગર

પેરેન્ટ્સ સાથે તન્મય ઋષિ શાહ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં તન્મય કાર્તિક અને નાયરાના દીકરાનો રોલ પ્લે કરે છે. હું સરકારના આદેશ સાથે સહમત છું. બાળકોની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય છે અને આ માહોલમાં તેમને બહાર જવા દેવા બિલકુલ યોગ્ય નથી. મારી પ્રોડક્શન ટીમ સાથે વાત ચાલી રહી છે અને અમે એ જ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વાઇરસ સાવ જતો ન રહે ત્યાં સુધી મારો દીકરો શૂટ નહીં કરે, જીવથી વધુ કઈ નથી.

- ઋષિ (7 વર્ષીય બાળ કલાકાર તન્મયના પિતા)

એક્ટ્રેસ સુહાસિની મુલે

મારા હિસાબે ઉંમરથી વધુ આપણે એ વાત પર વધુ ફોકસ કરવું જોઈએ, જ્યાં કોઈને પહેલેથી જ કોઈ બીમારી હોય. ઘણા યુવાઓની પણ મેડિકલ હિસ્ટ્રીમાં ડાયાબિટીઝ અને હાઇપર ટેંશન હોય છે. તેમની પણ રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય છે. આપણો દેશ ડાયાબિટીઝનો કેપિટલ છે, આનાથી કેમ બચશું? મારા મત મુજબ તો ટીમે ઉંમરથી વધુ ધ્યાન મેડિકલ હિસ્ટ્રી પર આપવું જોઈએ.

- સુહાસિની મુલે, 69 વર્ષીય એક્ટ્રેસ

એક્ટ્રેસઉષા રાણા

સરકારે લીધેલ આ નિર્ણય એકદમ યોગ્ય છે. 60 વર્ષ બાદ રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઇ જાય છે. સ્વાભાવિક વાત છે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે તો વાઇરસ સરળતાથી આપણા શરીરમાં તેની જગ્યા બનાવી લેશે. ગયા વર્ષે યે હૈ મોહબ્બતેં પૂરી થયા બાદ મેં કામ શોધવાનું શરૂ કરી દીધું હતું. જોકે, લોકડાઉનને કારણે હજુ સુધી કોઈ પ્રોજેક્ટ મળ્યો નથી.

- ઉષા રાણા, 63 વર્ષીય એક્ટ્રેસ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
છોટી સરદારની ફેમ કેવિના અને બેરિસ્ટર બાબુ ફેમ ઓરા


from Divya Bhaskar https://ift.tt/2A0GcJ4
https://ift.tt/3dDHyaZ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...