Tuesday, June 2, 2020

મૃત માતાને જગાડતા બાળકની મદદ માટે શાહરુખ ખાન આગળ આવ્યો, કહ્યું- સમજુ છું કે પેરેન્ટ્સ ખોઈ દેવાનું દુઃખ શું છે

થોડા દિવસ પહેલાં બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનો એક હૃદયદ્રાવક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં એક બાળક તેની મૃત માતાને જગાડવા માટે તેને ઓઢાડેલ ચાદર ખેંચી રહ્યો હતો. શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન આ બાળકની આર્થિક સહાય કરવાનું છે.

બાળક હવે દાદા સાથે રહેશે
મીર ફાઉન્ડેશનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર બાળકનો તેના દાદા-દાદી સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું કે, મીર ફાઉન્ડેશન દરેકનો આભારી છે જેને આ બાળક સુધી પહોંચવામાં અમારી મદદ કરી જેના વાઇરલ વીડિયોએ દરેકને હેરાન કરી દીધા હતા. હવે અમે તેને સપોર્ટ કરી રહ્યા છીએ અને હાલ તે તેના દાદાની સંભાળ હેઠળ છે.

મને પેરેન્ટ્સ ન હોવાના દુઃખનો અનુભવ છે: શાહરુખ
શાહરુખે મીર ફાઉન્ડેશનના ટ્વીટને રીટ્વીટ કરી લખ્યું કે, આ બાળક સુધી પહોંચાડવા બદલ સૌનો આભાર. આપણે પ્રાર્થના કરીએ કે પેરેન્ટ ખોઈ દેવાના આ દુઃખને સહન કરવા માટેની શક્તિ બાળકને મળે. મને ખબર છે કેવું ફીલ થાય છે. અમારો પ્રેમ અને સપોર્ટ તારી સાથે છે બાળક.

શાહરુખે પિતાને બાળપણમાં ગુમાવ્યા
શાહરુખના પિતા મીર તાજ મોહમ્મ્દ તે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તે જ્યારે 30 વર્ષનો હતો ત્યારે તેની માતા લતીફ ફાતિમા ખાન મૃત્યુ પામ્યા. ત્યારે શાહરુખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને આ વાતનું દુઃખ હંમેશાં રહેશે કે તે તેના માતાપિતા સાથે વધુ સમય ન રહી શક્યો. એટલે તેણે નક્કી કર્યું કે તે લાંબા સમય સુધી જીવશે જેથી તેમના બાળકોને પેરેન્ટ્સની ગેરહાજરી ફીલ ન થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan’s Meer Foundation to provide aid to child who tried to wake up dead mother at train station


from Divya Bhaskar https://ift.tt/36Twzrx
https://ift.tt/2zKS2XE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...