Friday, June 5, 2020

ખુદને સોનુ સૂદનો મેનેજર કહીને વ્યક્તિની મજૂરો પાસેથી પૈસા લૂંટવાની ટ્રાય, સોનુ સૂદે સ્ક્રીનશોટ શેર કરી લોકોને સતર્ક કર્યા

સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યો છે. મુંબઈથી બસમાં શ્રમિકોને મોકલ્યા બાદ તે હવે પ્લેન અને ટ્રેનમાં પણ લોકોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. સોનુ આ કામ ફ્રીમાં કરી રહ્યો છે. પરંતુ સોનુની આ સેવાને અમુક લોકો પોતાના ફાયદા માટે યુઝ કરી રહ્યા છે. સોનુ સૂદે ખુદ આવા ફ્રોડ વિશે લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાવચેત કર્યા છે.

સોનુએ ટ્વીટ કરી લખ્યું કે, દોસ્તો, અમુક લોકો તમારી જરૂરિયાતનો ફાયદો ઉઠાવવા તમારો સંપર્ક કરશે. જે પણ સેવા અમે શ્રમિકો માટે કરી રહ્યા છીએ તે એકદમ નિઃશુલ્ક છે. તમારી પાસે જો કોઈપણ વ્યક્તિ મારું નામ લઈને પૈસા માગે તો ના પાડી દો અને તરત અમને અથવા નજીકના પોલીસ ઓફિસરને રિપોર્ટ કરો.

ખુદને સોનુ સૂદનો મેનેજર બતાવ્યો
સોનુએ તેની પોસ્ટમાં અમુક વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે જેમાં પૈસા માગનાર વ્યક્તિ ખુદને સોનુનો મેનેજર ગણાવે છે. તે વ્યક્તિ મજૂરો પાસેથી 5000 રૂપિયા માગી રહ્યો છે.

ટીવી એક્ટરની મદદ માટે આગળ આવ્યા
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં શિવાંગી જોશીના પિતાનો રોલ નિભાવનાર રાજીશ કરીરે તેની આર્થિક તંગી વિશેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે વીડિયોમાં કહ્યું હતું કે કોઈ 400 500 રૂપિયા પણ આપી દો. તેની સાથે પંજાબ પરત આવવાની વાત પણ કરી હતી. આ બાબતે સોનુએ ખુદ રાજીશને કોલ કરી તેમની તકલીફ પૂછી. સોનુએ તેમને કહ્યું કે જો તે પંજાબ પાછા જવા ઇચ્છતા હોય તો સોનુ ખુદ તેમના માટે પરિવહનની વ્યવસ્થા કરી આપશે.

દિવસરાત સેવા કરી રહ્યો છે
સોનુ સૂદની પત્ની સોનાલી સૂદે હાલમાં જ દિવ્ય ભાસ્કર એપ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સોનુ સતત પ્રવાસીઓની મદદ કરી રહ્યો છે. તે માત્ર 5 કલાકની ઊંઘ કરીને સતત 18 કલાક કામ કરે છે. સોનાલીને સોનુના બહાર જવા પર અને લોકોને મળવા પર ચિંતા પણ વ્યક્ત કરી હતી. સોનુ અત્યારસુધી 25 હજારથી પણ વધુ લોકોને તેમના ઘરે પહોંચાડી ચુક્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The man tried to loot money from laborers, calling himself a manager of Sonu Sood, the actor warn everyone by showing a chat


from Divya Bhaskar https://ift.tt/2Y1zf2c
https://ift.tt/3dDGbcj

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...