Tuesday, June 23, 2020

સોનુના સપોર્ટમાં કોમેડિયન સુનિલ પોલ આવ્યા, ટી સિરીઝના માલિકને આડે હાથ લીધા

સિંગર સોનુના સપોર્ટમાં કોમેડિયન સુનિલ પોલે ટી સિરીઝની ઝાટકણી કરી છે. તેમણે ભૂષણ કુમારને સલાહ આપી કે તે સોનુ નિગમને એકલા મૂકી દે. સુનિલના જણાવ્યા મુજબ, સોનુને કોઈની જરૂર નથી કારણકે તેની પાસે ભગવાનની દયાથી બધું છે. એવું પણ કહ્યું કે આજે જો ગુલશન કુમાર હયાત હોત તો તેઓ દીકરાની કરતૂતો જોઈને તેને થપ્પડ મારી દેત.

વાત એમ છે કે, સોનુ નિગમે ભૂષણ કુમાર પર આરોપ લગાવ્યો છે કે તેણે સોનુ વિરુદ્ધ ઇન્ડસ્ટ્રીના 6 લોકોને ઇન્ટરવ્યૂ આપવાનું કહ્યું છે. સોનુના જણાવ્યા મુજબ, ભૂષણે એક મીડિયા હાઉસને પ્રેસ રિલીઝ મોકલી અને તે મીડિયા હાઉસે તે જેમ હતી એમ જ છાપીને સોનુ નિગમના મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં નિપોટિઝમ હોવાની વાતને ખોટી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા, જે વાત સોનુએ સુશાંત સિંહના મૃત્યુ બાદ કહી હતી.

સોનુ નિગમને હેરાન કરવાનું છોડી દો: સુનિલ પોલ
સુનિલે કહ્યું, ભૂષણ કુમાર ધ ગ્રેટ ટી સિરીઝ ઓનર. લોકો તમને પગે લાગે છે અને ખુશીથી ખુદને સ્ટાર સમજે છે કારણકે તેમણે પદ્મભૂષણ ટચ કર્યા છે. ભાઈ, સોનુ નિગમને હેરાન કરવાનું છોડી દો. સોનુ નિગમ મ્યુઝિકના ભગવાન છે, સારા માણસ છે. ઈશ્વરે તેમને તન, મન, ધન, ફન બધું આપ્યું છે. તે કોઈ કંપનીના મોહતાજ નથી. તેઓ ખુદ ઇન્ડસ્ટ્રી છે.

પિતા જીવતા હોત તો બે થપ્પડ મારત
સુનિલે આગળ કહ્યું કે, આ વાત ન ભૂલો કે ગુલશન કુમારે અલગ-અલગ કંપનીઓના ગીત ડબ કરીને, કવર વર્ઝન બનાવી બનાવીને ટી સિરીઝનું નામ લગાવીને વેચ્યું હતું. ત્યારે તમારી માણસાઈ ક્યાં ગઈ હતી? ચોરી કરી કરીને તિજોરી ભરી છે અને તમે સોનુ નિગમને કંઈપણ બોલી રહ્યા છો. મોટા મોટા આર્ટિસ્ટને તે ક્યારેય થેક્યું કહ્યું છે? સોનુ નિગમનું ગીત હેન્ગ ઓવર સલમાન ખાન પાસે ડબ કરાવી દો છો. કોઈને પૂછો છો? કમાલ છે યાર. પપ્પા જીવતા હોત તો તમને બે થપ્પડ મારી દેત.

નિપોટિઝમ, ગ્રુપિઝમ કેમ કરો છો?
સુનિલ પોલે આરોપ લગાવ્યો કે, જાગો ભૂષણ કુમાર. યાદ રાખજો દરેક ખરાબ વસ્તુનો અંત હોય છે. તારા પપ્પાએ ટી સિરીઝને ઊભું કર્યું છે તેની કદર કર. ક્યાં સિંગર પાસેથી ગીત ગવડાવે છે? બીમાર સિંગરો પાસે? ઓરિજિનલ કામ કરવાની કોઈની ઔકાત નથી, રિમિક્સ બનાવો છો. બાળક છો, બાળક જ રહે. બાપ બનવાની ટ્રાય ન કર.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Comedian Sunil Paul Blasted On Bhushan Kumar Over Sonu Nigam Controversy


from Divya Bhaskar https://ift.tt/3evv59S
https://ift.tt/2V92Ypw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...