Thursday, June 18, 2020

શ્રદ્ધા કપૂરે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને કહ્યું, ‘તેનામાં ભરપૂર ન્રમતા, હોંશિયાર તથા જીવનને લઈ ભારોભાર ઉત્સુકતા હતી’

સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક નિધનથી માત્ર પરિવાર જ નહીં ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સ શોકમાં છે. સુશાંતની કો-સ્ટાર તથા એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયામાં સુશાંતને લઈ ભાવુક પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સુશાંતે 14 જૂન, રવિવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 15 જૂનના રોજ સુશાંતના મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. શ્રદ્ધા કપૂર અંતિમ સંસ્કારમાં હાજર રહી હતી.

શ્રદ્ધાએ ઈમોશનલ નોટ લખી
શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામમાં બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં પેઈન્ટિંગની બાજુમાં ‘છિછોરે’ ફિલ્મની ફ્રેમ છે અને અન્ય એક તસવીરમાં ‘સિક્રેટ પ્રિન્સપલ ઓફ જીનિયસ’ બુકનું ફર્સ્ટ પેજ જોવા મળે છે. આ બુક સુશાંતે શ્રદ્ધાને આપી છે. આ બુકના પહેલાં પાના પર સુશાંતે લખ્યું હતું, ‘ડિયર શ્રદ્ધા, જીનિયસ જોવાની રીતમાં છે. તમે સુંદરતા કેવી રીતે જોવાનું પસંદ કરો છે.’

View this post on Instagram

Been trying to accept what has happened and coming to terms with it is very difficult. There is a huge void... Sushant...! Dearest Sush...! Full of humility, intelligence, curiosity about life, seeing beauty in everything, everywhere! He danced to his own tune! I always looked forward to seeing him on set, wondering what captivating interaction we would have next! Apart from being a wonderful co-actor who put his heart and soul in to his work, he was at his core, an amazing person. He cared for people and wanted to see them happy. His kind smile, the conversations we had at shoot about the Cosmos, different philosophies, the moments we spent together, were filled with magical wonderment! During a lovely musical and poetry filled get together at his home (he loved music and poetry), he showed me the moon from his telescope and I was so speechless that I could see it’s exquisite beauty up close!! He wanted to share that feeling! Our Chhichhore gang went to his beautiful home in Pavna, where we were awestruck together with the peace and calm of the nature around us - he loved nature! He saw things through a kaleidoscopic lens and wanted to share that with everyone around him. He was mesmerized by the simplest things and would muse on them in a genius way...! He was truly, One of a kind... I’ll miss you.. dearest Sush.. Shine on... ✨💜

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jun 18, 2020 at 3:56am PDT

શું કહ્યું શ્રદ્ધાએ?
શ્રદ્ધાએ કહ્યું હતું, ‘હાલમાં જે બની ગયું તેનો સ્વીકાર કરવો ઘણો જ મુશ્કેલ છે. સુશાંત...બહુ જ બધું ખાલીપણું રહી ગયું છે. પ્રેમાળ સુશ. ભરપૂર નમ્રતા, હોંશિયાર, જીવનને લઈને ઉત્સુક, દરેકમાં અને દરેક જગ્યાએ સુંદરતા જોવી. તે પોતાની ધૂન પર જ ડાન્સ કરતો હતો. હું હંમેશાં સેટ પર તેને જોતી હતી અને મને નવાઈ લાગતી કે અમે આગળ હવે શું વાત કરીશું.’

શ્રદ્ધાએ આગળ કહ્યું હતું, ‘સારો કો-એક્ટર હોવા ઉપરાંત તે કામમાં જીવ રેડી દેતો હતો. તેના મૂળમાં એક કમાલની વ્યક્તિ હતી. તે દરેક લોકોની ચિંતા કરતો અને ઈચ્છતો કે તેઓ ખુશ રહે. તેનું સૌમ્ય હાસ્ય, શૂટિંગના સેટ પર તેની સાથેની વાતચીત, અલગ-અલગ ફિલોસોફી, અમે સાથે જે ક્ષણો પસાર કરી હતી, તે મેજિકલ હતી.’

વધુમાં શ્રદ્ધાએ કહ્યું હતું, ‘તેનું ઘર કવિતાઓ તથા સંગીતથી ભરેલું રહેતું. (તેને સંગીત તથા કવિતા બહુ જ પસંદ હતી) તેણે મને તેના ટેલિસ્કોપથી ચંદ્ર બતાવ્યો હતો અને હું આટલી નજીકથી સુંદરતા નિહાળીને નિઃશબ્દ થઈ ગઈ હતી. તે ઈચ્છતો કે હું તે ફિલિંગ તેની સાથે શૅર કરું. અમારી ‘છિછોરે’ ગેંગ તેના પવનામાં આવેલા સુંદર ઘરે ગઈ હતી. અહીંયાનું કુદરતી વાતાવરણ જોઈને અમે અચરજમાં મૂકાઈ ગયા હતાં. તેને કુદરત સાથે પ્રેમ હતો. તે કેલિડોસ્કોપિકના લેન્સથી દરેક વસ્તુઓને જોતો અને તે આસપાસના દરેક લોકો સાથે આ બાબતો શૅર કરવા માગતો. તે પોતાની સાદગીથી બધામાં છવાઈ ગયો હતો અને તે એકદમ જીનિયસ હતો. તે ખરા અર્થમાં દયાળું હતો. હું તને બહુ જ યાદ કરું છું. પ્રેમાળ સુશ...હંમેશાં ચમકતો રહે...’

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં સુશાંત તથા શ્રદ્ધાએ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાતે પોતાના દીકરાને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં લડવા અંગેની વાત કરી હતી પરંતુ રિયલ લાઈફમાં સુશાંત પરિસ્થિતિ સામે હારી ગયો હતો. ‘છિછોરે’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને તેણે 100 કરોડથી વધુ કમાણી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shraddha Kapoor remembered Sushant Singh Rajput, saying,Full of humility, intelligence, curiosity about life'


from Divya Bhaskar https://ift.tt/2BlyKIw
https://ift.tt/2NbuHBw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...