Wednesday, June 10, 2020

દીપિકા પાદુકોણે ભાવુક પોસ્ટ શૅર કરીને પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયામાં પોતાના પિતા પ્રકાશ પાદુકોણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. દીપિકાએ પિતા સાથેની પોતાના નાનપણની તસવીર શૅર કરી હતી. તે પિતાના ખોળામાં બેઠેલી જોવા મળી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
દીપિકાએ પિતા સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘પડદા પાછળના સૌથી મહાન હીરો. કાશ હું પણ તેમના જેવી હોત. અમને એ વાત શીખવવા માટે આભાર કે એક સાચો ચેમ્પિયન માત્ર એક ક્ષેત્રમાં ઉપલબ્ધિ મેળવીને બની શકાતું નથી પરંતુ આ તો એક સારા વ્યક્તિ અંગે છે. 65મા જન્મદિવસની શુભેચ્છા પાપા. અમે તમને પ્રેમ કરીએ છીએ.’

1980માં રેકોર્ડ બનાવ્યા હતો
દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ ભૂતપૂર્વ ભારતીય બેડમિન્ટન પ્લેયર છે. 1980માં રેકિંગમાં તેઓ નંબર વન બન્યા હતાં. આ વર્ષેઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનારા તેઓપ્રથમ ભારતીય બન્યા હતાં. 1972માં અર્જુન અવોર્ડ તથા 1982માં પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમનો જન્મ 10 જૂન, 1955માં થયો છે.

દીપિકાને યાદ નથી રહેતું
દીપિકાએ હાલમાં જ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં નાનકડી વીડિયો ક્લિપ હતી. આ વીડિયોમાં દીપિકા ગાઉન પહેરીને ખુશીથી ઉછળતી હતી. આ વીડિયો શૅર કરીને દીપિકાએ કહ્યું હતું, મને એ વાતની ખબર નથી કે હું તે સમયે શું વિચારતી હતી.

આ પહેલાં પણ પિતાને લઈ પોસ્ટ શૅર કરી હતી
આ પહેલાં દીપિકાએ બીજી ફેબ્રુઆરીએ પિતાને લઈ પોસ્ટ શૅર કરી હતી. આ સમયે પ્રકાશ પાદુકોણની બેડમિન્ટન એકેડેમીને 25 વર્ષ પૂરા થયા હતાં. દીપિકાએ કહ્યું હતું, બેડમિન્ટન તથા ભારતીય રમતોમાં તમારું યોગદાન અમૂલ્ય છે. તમારા સમર્પણ, શિસ્ત, દૃઢ સંકલ્પ તથા અનેક વર્ષોની અથાગ મહેનત માટે તમારો આભાર. અમે તમને પ્રેમ કરીએ છીએ અને તમારી પર ગર્વ છે. તમે જેવા છો, તેના માટે તમારો આભાર.

દીપિકાનાવર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે પતિ રણવીર સિંહની સાથે ફિલ્મ ‘83’માં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા ફિલ્મમેકર શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી છે. દીપિકા હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં જોવા મળશે. આટલું જ નહીં દીપિકા ‘મહાભારત’ પર આધારિત ફિલ્મમાં દ્રૌપદીનો રોલ પ્લે કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Deepika Padukone writes emotional note and wishes her father prakash padukone


from Divya Bhaskar https://ift.tt/3f8dQeD
https://ift.tt/2Uwx7yF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...