Friday, June 12, 2020

કમાલ ખાને ‘ગુલાબો સિતાબો’ની મજાક ઉડાવી, ડિરેક્ટર શૂજિત સરકારનો રસપ્રદ જવાબ

KRK (કમાલ આર ખાન)એ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નો નેગેટિવરિવ્યૂ કર્યો હતો.આ સાથે જ ફિલ્મની મજાક ઉડાવી હતી. ડિરેક્ટર શૂજિત સરકારે KRKને જવાબ પણ આપ્યો હતો.

અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ પહેલી મોટી ફિલ્મ છે, જે ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ ફિલ્મને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે.

કમાલ ખાને ફિલ્મને કેવી કહી?
કમાલ ખાને ફિલ્મને લઈને કહ્યું હતું, ‘ગુલાબો સિતાબો’ જોયા બાદ હું ડિરેક્ટરને બસ એટલું જ પૂછવા માગું છું કે સર તમે ફિલ્મમાં શું કહેવા માગો છો, તમારી ઈચ્છા શું હતી? જોનારાનો જીવ લેવા ઈચ્છોછો? આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ ના કરવા માટે આભાર.

અન્ય એક ટ્વીટમાં કમાલ ખાને કહ્યું હતું, ‘શું છે આ કચરાનો ઢગલો? આટલીગરીબી અને ગંદી ફિલ્મ તો 1965માં પણ બનતી નહોતી. આ શું છે? એમેઝોને 65 કરોડ રૂપિયા કચરામાં નાખી દીધા. 30 મિનિટમાં જ હું કંટાળી ગયો. પબ્લિક રિવ્યૂ માટે મારે મારી જાતને આ ફિલ્મ જોવા માટે મજબૂર કરવી પડી નહીંતર તો આ ફિલ્મ હું એક મિનિટ પણ જોત નહીં.’

શૂજિત સરકારે જવાબ આપ્યો
કમાલ ખાનની ટ્વીટ પર ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકારે રસપ્રદ જવાબ આપ્યો હતો. શૂજિત સરકારે કહ્યું હતું ‘સર, તમે મારી દરેક ફિલ્મને આટલો પ્રેમ આપો છો કે હું તમારો મેસેજ વાંચીને ગદગદ થઈ જાઉં છું. ‘ગુલાબો સિતાબો’ જોવા માટે આભાર. આગામી ફિલ્મમાં ફરીવાર અહીંયા જ મળીશું.’

સો.મીડિયામાં મિશ્ર પ્રતિભાવો
સોશિયલ મીડિયા યુઝર્સે ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચનની એક્ટિંગના વખાણ કર્યાં છે પરંતુ સ્ટોરી નબળી હોવાથી અનેક યુઝર્સે નારાજગી પ્રગટ કરી છે. ફિલ્મની વાર્તા જૂહી ચતુર્વેદીએ લખી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
KRK Reviews Gulabo Sitabo And Calls It ‘Kachre Ka Dher’; Director Shoojit Sircar Gives A Reply


from Divya Bhaskar https://ift.tt/37rkBps
https://ift.tt/2XUTPTe

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...