Wednesday, June 24, 2020

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનનો સવાલ, ‘એક દિવસ તેમના બાળકો પણ આ જ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગશે ત્યારે તેઓ શું કરશે?’

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક નિધન બાદથી સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મને લઈ ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. 14 જૂનના રોજ સુશાંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંત ડિપ્રેશનમાં હતો અને છેલ્લાં છ મહિનાથી સારવાર કરાવતો હતો. સોશિયલ મીડિયાયુઝર્સ સુશાંતના નિધન માટે સ્ટારકિડ્સને જવાબદાર ઠેરવી રહ્યાં છે. તાજેતરમાં ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ નેપોટિઝ્મને લઈ ટ્વીટ કરી હતી અને આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને નેપોટિઝ્મને લઈ સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે આજે આ મુદ્દે જોરશોરથી ચર્ચા કરતાં લોકોના બાળકો જ્યારે આ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતા હશે ત્યારે તેઓ શું કરશે?

દીકરામાં ટેલેન્ટ છે તો તે ઈન્ડસ્ટ્રીમાં કેમ ના આવે?
હંસલ મહેતાએ એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, ‘નેપોટિઝ્મની ચર્ચાવ્યાપક રીતે કરવી પડશે. મેરિટસૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. મારા કારણે મારા દીકરાને જગ્યા મળી અને શા માટે નહીં? જોકે, તે મારા સૌથી સારા કામનો અભિન્ન હિસ્સો રહ્યો છે, કારણ કે તેનામાં ટેલેન્ટ છે, તેનામાં શિસ્ત છે, મહેતન કરે છે અને મારામાં જે મૂલ્યો છે, તે જ તેનામાં છે. માત્ર એટલા માટે નહીં કે તે મારો દીકરો છે.’

અન્ય એક ટ્વીટમાં હંસલ મહેતાએ કહ્યું હતું, ‘તે ફિલ્મ બનાવશે પરંતુ એટલા માટે નહીં કે હું તેને પ્રોડ્યૂસ કરીશ. હું ના પણ કરું પરંતુ તે ફિલ્મ બનાવવા માટે લાયક છે. તેનું કરિયર ત્યારે જ બનશે જ્યારે તે સર્વાઈવ થશે. અંતે તો આ તેના માટે છે. તેણે પોતાની કરિયર જાતે બનાવવાની છે, તેના પિતા તેને કરિયર બનાવીને આપશે નહીં. મારી ઈમેજ તેના માટે સૌથી મોટો ફાયદો તથા સૌથી મોટો પડકાર બનશે.’

હંસલ મહેતા તથા સોની રાઝદાને નેપોટિઝ્મ પર કહેલી વાત

સોની રાઝદાને કહ્યું, તેમના બાળકો પણ એક દિવસ આવશે
આ ટ્વીટ પર આલિયા ભટ્ટની માતા તથા બોલિવૂડ એક્ટ્રેસ સોની રાઝદાને જવાબ આપ્યો હતો. સોનીએ ટ્વીટ કરી હતી, ‘કોઈ જાણીતી વ્યક્તિના દીકરો કે દીકરા હોવા પર તમારીપાસેથી લોકોને વધારે અપેક્ષા હોય છે. આજે જે લોકો નેપોટિઝ્મ પર વાત કરી રહ્યાં છે, જ્યારે તેમના પોતાના બાળક હશે અને તે ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતા હશે ત્યારે તેઓ સપોર્ટ કરશે? ત્યારે શું થશે જ્યારે તેઓ આ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતા હશે? શું તેઓ તેમના બાળકોને એમ કરતાં અટકાવી શકશે?’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Alia Bhatt's mother Soni Razdan's question, 'What will they do when one day their children also want to come into this industry?'


from Divya Bhaskar https://ift.tt/3evhOOq
https://ift.tt/2B7qBaS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...