Thursday, June 11, 2020

ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકાર પાસે માતાની સારવારના પૈસા નથી, રેણુકા શહાણેએ ફેસબુક પર મદદ માગી

‘સ્વરાગિની’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘દીયા ઔર બાતી હમ’, ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ તથા ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ નૂપુર અલંકાર હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહી છે. નૂપુરની મિત્ર તથા બોલિવૂડ એક્ટ્રેસ રેણુકા શહાણેએ ફેસબુક પોસ્ટમાં નૂપુરને આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી.

બીમાર માતાની સારવાર માટે પૈસા નથી
રેણુકાએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું, ‘મારી મિત્ર તથા એક્ટ્રેસ નૂપુર અલંકાર આજકાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે, કમનસીબે તેના તમામ પૈસા PMC (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ) બેંકમાં ફસાઈ ગયા છે. નૂપુર પોતાની બીમાર માતાની દેખરેખ કરી રહી છે. તે એક્ટિંગ તથા અન્ય રીતે કમાણી કરી રહી છે. લૉકડાઉનને કારણે તેનું કામ બંધ થઈ ગયું છે.’

રેણુકાએ આગળ કહ્યું હતું, ‘તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. હું તેની માતાના બેંક અકાઉન્ટની માહિતી શૅર કરું છું. તમારાથી થાય તેટલી મદદ કરો. મારા પર વિશ્વાસ રાખજો કે જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી નૂપુર કોઈની પણ પાસે મદદનો હાથ લાંબો કરે નહીં પરંતુ આજે પરિસ્થિતિ આવી છે. આભાર.’રેણુકાએ બેંક અકાઉન્ટની ડિટેલ પણ શૅર કરી હતી. આ પોસ્ટ પર નૂપુરે રેણુકાનો આભાર વ્યક્ત કરીને તેને એન્જલ કહી હતી.
PMC બેંકમાં પૈસા ફસાયા
ગયા વર્ષે નૂપુરે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે PMC બેંકમાં અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવતા તેના પૈસા અટકી ગયા છે. તેનું અકાઉન્ટ આ જ બેંકમાં હતું.નૂપુરે વધુમાં કહ્યું હતું કે ઘરમાં પૈસા ના હોવાને કારણે તથા બેંક અકાઉન્ટ્સ બંધ થવાને કારણે તેની પાસે ઘરેણાં વેચવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેણે કો-એક્ટર પાસેથી ત્રણ હજાર રૂપિયા ઉધાર લીધા હતાં. આ રીતે તેણે અત્યાર સુધી 50 હજાર રૂપિયા ઉધાર લીધા હતાં.

ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બર, 2019ના રોજ રિઝર્વ બેંકે PMCને નોટિસ આપીને તેની પર પ્રતિબંધ મૂક્યો હતો. બેંકમાં 4355 કરોડથી વધુ ગેરરીતિ જોવા મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TV actress Nupur Alankar has no money for mother's treatment, Renuka Shahane seeks help on Facebook


from Divya Bhaskar https://ift.tt/3fhtsN9
https://ift.tt/30yepKK

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...