Thursday, June 11, 2020

‘સાત હિન્દુસ્તાની’થી ‘ગુલાબો સિતાબો’ સુધી, અમિતાભ બચ્ચનની પાંચ દાયકાની ફિલ્મી સફર

અમિતાભ બચ્ચન ફિલ્મ ‘કાલિયા’માં ડાયલોગ બોલે છે કે ‘હમ જહાં ખડે હો જાતે હૈં, લાઈન વહાં સે શુરુ હોતી હૈં’ આ સંવાદ બિગ બીની રિયલ લાઈફમાં પણ પર્ફેક્ટ બેસે છે. 77 વર્ષીય અમિતાભ બચ્ચનને આ વર્ષે નવેમ્બરમાં બોલિવૂડમાં 51 વર્ષ પૂરા થશે. આજે બચ્ચન માત્ર સરનેમ નથી પરંતુ બ્રાન્ડ છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ થિયેટરને બદલે હવે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર આવતીકાલે એટલે કે 12 જૂને રિલીઝ થઈ રહી છે. બોલિવૂડમાં અમિતાભ બચ્ચન એવા પહેલાં એક્ટર છે, જેમની ફિલ્મ સીધી જ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવાની છે. અલબત્ત, અમિતાભ બચ્ચન ટીવી પર આવનારા પણ પહેલાં એક્ટર છે. અમિતાભ બાદ જ અન્ય કલાકારોએ ટીવી પર આવવાનું શરૂ કર્યું હતું.

શરૂઆતમાં ફિલ્મ ફ્લોપ રહી
51 વર્ષની ફિલ્મી કરિયરમાં અમિતાભ બચ્ચને ઘણાં જ પડકારોનો સામનો કર્યો છે. ડિજિટલ રિલીઝને અમિતાભ પોતાની કરિયરનો નવો પડકાર માને છે. અમિતાભ બચ્ચને 1969માં બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં અમિતાભે અનવર અલીનો રોલ પ્લે કર્યો હતો. શરૂઆતમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. જોકે, હતાશ થયા વગર અમિતાભે ફિલ્મમાં કામ કરવાનું ચાલું રાખ્યું હતું.

સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કર્યું
1971માં અમિતાભ બચ્ચને સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે ફિલ્મ ‘આનંદ’માં સપોર્ટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે ડો. ભાસ્કર બેનર્જીનો રોલ કર્યો અને તેઓ ચાહકોમાં લોકપ્રિય બની ગયા હતાં. ત્યારબાદ અમિતાભ બચ્ચને ‘ઝંજીર’, ‘દીવાર’, ‘નમક હરામ’, ‘અભિમાન’, ‘શોલે’, ‘ડોન’, ‘મિસ્ટર નટરવાલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. 70-80ના દાયકામાં અમિતાભ હિંદી સિનેમાના ‘એન્ગ્રી યંગ મેન’ તરીકે લોકપ્રિય થયા હતાં.

દરેક વર્ગમાં લોકપ્રિય
રોમેન્ટિક, એક્શન, કોમેડી સાથે અમિતાભે ચાહકોને ઈમ્પ્રેસ કર્યાં હતાં. નાનાથી માંડીને મોટેરા સુધી તમામ વર્ગમાં અમિતાભ લોકપ્રિય બની ગયા હતાં. 1982માં ‘કુલી’ના સેટ પર થયેલા અકસ્માત દરમિયાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અમિતાભ માટે આખા દેશે પ્રાર્થના કરી હતી. આ અકસ્માતમાંથી સાજા થયા બાદ અમિતાભ નવા જોમ અને જુસ્સા સાથે સિનેમામાં પરત ફર્યાં હતાં. અમિતાભની ફિલ્મ ‘શરાબી’, ‘આખરી રાસ્તા’, ‘શહેનશાહ’, ‘અગ્નિપથ’ જેવી ફિલ્મ રિલીઝ થઈ હતી.

90 કરોડનું દેવું થયું
90ના દાયકા પછી અમિતાભની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા લાગી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચને 1995માં પોતાની ‘ABCL’ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ)ની સ્થાપના કરી હતી. જોકે, આ કંપનીએ શરૂઆતમાં ખોટા નિર્ણયો લીધા હતાં. 1996માં અમિતાભ બચ્ચને ભારતમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજી હતી. જોકે, આ ઈવેન્ટ સુપરફ્લોપ રહી હતી અને અમિતાભની ટીકા પણ કરવામાં આવી હતી. આ કંપનીને કારણે અમિતાભ બચ્ચન પર 90 કરોડનું દેવું થઈ ગયું હતું. તેમની ફિલ્મ એક પછી એક ફ્લોપ થતી હતી.

યશ ચોપરા પાસે મદદ માગી
એક સમયના સુપરસ્ટાર, એન્ગ્રી યંગ મેન તરીકે લોકપ્રિય અમિતાભ બચ્ચન દેવાના બોજ તળે દબાઈ ગયા હતાં. અમિતાભે રાતોની રાત સૂતા નહોતાં. અંતે, આ દેવામાંથી બહાર નીકળવવા માટે અમિતાભે સ્વર્ગીય ડિરેક્ટર યશ ચોપરાની મદદ માગી હતી. અમિતાભ ડિરેક્ટર યશ ચોપરાના ઘરે ગયા હતાં અને પોતે નાદાર થઈ ગયા હોવાની વાત કરી હતી. યશ ચોપરાએ આ સમયે અમિતાભને કહ્યું હતું કે તેમનો દીકરો આદિત્ય ચોપરા ફિલ્મ ‘મહોબ્બતેં’ બનાવી રહ્યો છે. જો તેમાં તમારે લાયક કંઈ કામ હશે તો જરૂરથી કહેશે. આદિત્યે આ ફિલ્મમાં અમિતાભને સપોર્ટિંગ એક્ટરનો રોલ આપ્યો. આ જ સુધી લીડ રોલમાં જોવા મળતાં અમિતાભે પોતાની સેકન્ડ ઈનિંગ સપોર્ટિંગ રોલથી શરૂ કરી. આ ફિલ્મમાં શાહરુખ તથા ઐશ્વર્યા હતાં. ફિલ્મમાં અમિતાભે ગુરુકુળના પ્રિન્સિપલ નારાયણ શંકરનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં અમિતાભની એક્ટિંગ ને દમદાર સંવાદો ચાહકોને આજે પણ યાદ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે અમિતાભ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો રોલ મળ્યો હતો.

ટીવી પર અમિતાભની એન્ટ્રી
‘મહોબ્બતેં’ હિટ જતાં જ અમિતાભને જાહેરાતો મળવા લાગી હતી. આ જ વર્ષે એટલે કે વર્ષ 2000માં ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. અમિતાભે ‘કૌન બનેગા કરોડપતિ’ શોને હોસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ટીવીના સ્મોલ મીડિયમ તરીકે જોવામાં આવતું. તેમના આ નિર્ણયનો પરિવારે પણ શરૂઆતમાં વિરોધ કર્યો હતો. પરિવારને ડર હતો કે અમિતાભની ટીવી પર કામ કરવાથી આજ સુધીની ઈમેજ પર પાણી ફરી વળશે. જોકે, અમિતાભને પૈસાની જરૂર હતી. તેમની હાલત એવી હતી કે કોઈ પૈસા આપે તો અમિતાભ કોઈ પણ કામ કરવા તૈયાર હતાં. અંતે અમિતાભે તમામના વિરોધ વચ્ચે ‘કેબીસી’ને હોસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. અમિતાભનો આ શો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. ધીમે ધીમે અમિતાભે 90 કરોડનું દેવું ચૂકતે કર્યું હતું. અમિતાભ બાદ ટીવી પર સલમાન ખાન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ગોવિંદા, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર જેવા બિગ સેલેબ્સ આવી ચૂક્યા છે. ટીવી પર આવવાની શરૂઆત કરનાર સૌ પ્રથમ એક્ટર અમિતાભ જ હતાં. તેમને પગલે ચાલીને અન્ય એક્ટર્સ ટીવી પર આવવા લાગ્યા હતાં.

આજે અલગ જ સ્થાન
અમિતાભે વર્ષ 2000 પછી કેરેક્ટર રોલ પ્લે કરવાની શરૂઆત કરી હતી. અમિતાભે વિવિધ પ્રકારના રોલ ભજવવાનું શરૂ કર્યું હતું. અમિતાભને ‘સ્ટાર ઓફ ધ મિલિયેનિયમ’ તરીકે ચાહકો ઓળખવા લાગ્યા હતાં. અમિતાભે ‘બ્લેક’, ‘પા’, ‘બંટી ઔર બબલી’, ‘સરકાર’, ‘ચીની કમ’, ‘પીકુ’, ‘બદલા’, ‘102 નોટ આઉટ’, ‘પિંક’ જેવી ફિલ્મ કરી હતી. અમિતાભે માત્ર હિંદી નહીં પરંતુ અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, ભોજપુરી, તમિળ, કન્નડ, બંગાળી ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં સ્પેશિયલ રોલમાં જોવા મળ્યાં હતાં.

‘ગુલાબો સિતાબો’માં અલગ અંદાજ
ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર સ્ટ્રીમ થનારી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચનનો તદ્દન અલગ લુક જોવા મળ્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મિર્ઝાનું પાત્ર ભજવ્યું છે. અમિતાભ બચ્ચને ‘અગ્નિપથ’ બાદ આ ફિલ્મમાં પોતાનો અવાજ બદલ્યો છે. ફિલ્મમાં અમિતાભનો અલગ જ અવાજ સાંભળવા મળશે. ફિલ્મ માટે અમિતાભે પ્રોસ્થેટિક મેકઅપ કર્યો હતો. આથી જ તેમને તૈયાર થતાં બેથી ત્રણ કલાકનો સમય થતો હતો. અમિતાભ બાદ બીજા મોટા કલાકારો ડિજિટલ પર આવશે, તેમ માનવામાં આવ્યું રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
From 'Saat Hindustani' to 'Gulabo Sitabo', Amitabh Bachchan's five decades of film journey


from Divya Bhaskar https://ift.tt/3hiZpq4
https://ift.tt/2YqP2Yt

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...