Monday, June 8, 2020

કરન જોહરે ‘લૉકડાઉન વિથ જોહર્સ’ સીરિઝ પૂરી કરવાની જાહેરાત કરી

બોલિવૂડ ફિલ્મમેકર કરન જોહરે લૉકડાઉન દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર ‘લૉકડાઉન વિથ જોહર્સ’ કરીને એક સીરિઝ શરૂ કરી હતી. આ સીરિઝમાં કરન જોહર પોતાના બંને બાળકો યશ તથા રૂહીના વીડિયો શૅર કર્યો હતો. હવે, દેશ અનલૉક ફેઝ 1માં આવી ગયો છે. કરને પણ આ સીરિઝ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સીરિઝમાં અનેકવાર યશ તથા રૂહીએ કરન જોહરની મજાક ઉડાવી હતી.

છેલ્લો વીડિયો ક્લૉઝિટમાં શૂટ કર્યો
કરન જોહરે પોતાનો છેલ્લો ‘લૉકડાઉન વીથ જોહર્સ’નો વીડિયો પોતાના ક્લૉઝિટમાં જ શૂટ કર્યો હતો. કરને અહીંથી જ પોતાની સીરિઝની શરૂઆત કરી હતી. સીરિઝ દરમિયાન અનેકવાર યશ તથા રૂહીએ કરનની મજાક ઉડાવી હતી. કરને પોતાના વીડિયો ક્યારેક બેડરૂમમાં, ક્યારેય બાથરૂમમાં તો ક્યારેક બ્રેકફાસ્ટ ટેબલ પર શૂટ કર્યાં હતાં. છેલ્લો વીડિયો શૅર કરીને કરને કહ્યું હતું, ‘આ અમારું ફાઈનલ ગુડબાય. લૉકડાઉન વિથ ધ જોહર્સ.’ વીડિયોમાં કરન જોહર યશ તથા રૂહી પાસે ગુડબાય બોલાવે છે. જોકે, યશ ‘ટૂડલ્સ’ બોલતો નથી.

કાર્તિકે કહ્યું, મને દત્તક લઈ લો
કરનના આ વીડિયો પર કાર્તિક આર્યને કમેન્ટ કરી હતી. કાર્તિક કરનના સિગ્નેચર વર્ડ ‘ટૂડલ્સ’ બોલીને કહ્યું હતું, ‘હું ટૂડલ્સ બોલું છું, તમે મને દત્તક લઈ લો.’ કરને આ લૉકડાઉન દરમિયાન બાળકો તથા માતા સાથે અંદાજે 45 જેટલા વીડિયો બનાવ્યા હતાં.

વીડિયોને કારણે યશ તથા રૂહી ફેમસ થયા
લૉકડાઉન સીરિઝને કારણે યશ તથા રૂહી બોલિવૂડ સેલેબ્સ તથા ઈન્સ્ટાગ્રામ યુઝર્સમાં લોકપ્રિય થઈ ગયા હતાં. યશ તથા રૂહીની મસ્તી યુઝર્સ તથા સેલેબ્સને ઘણી જ પસંદ આવી હતી.

કરને કામ કરવાનીશરૂઆત કરી નથી
કરન જોહરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હજી સુધી કરને બીજીવાર શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી નથી. મહારાષ્ટ્ર સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. કરન જોહર ‘દોસ્તાના 2’ તથા ‘તખ્ત’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar announces end of lockdown series of Lockdown with Johars


from Divya Bhaskar https://ift.tt/3dLSOCj
https://ift.tt/2ALdoEi

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...