Saturday, June 6, 2020

પ્રોડ્યુસર અનિલ સુરીનું કોરોના સંક્રમણથી નિધન, ભાઈનો આરોપ- બે હોસ્પિટલોએ ઈલાજ કરવા માટે ના પાડી દીધી હતી

વરિષ્ઠ બોલિવૂડ પ્રોડ્યુસર અનિલ સુરીનું કોરોના વાઇરસ સંક્રમણથી નિધન થયું છે. 77 વર્ષની વયે તેમણે ગુરુવારે સાંજે 7 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અનિલના ભાઈ અને પ્રોડ્યુસર રાજીવ સુરીએ જણાવ્યું કે અનિલને 2 જૂને તાવ આવ્યો હતો, પરંતુ અમુક જ કલાકમાં તેમની હાલત બગડી ગઈ હતી.

અનિલ સુરીના અંતિમ સંસ્કાર બીજે દિવસે શુક્રવારે સવારે ઓશિવારા શબદાહગૃહમાં કરવામાં આવ્યા. ત્યાં પરિવારના માત્ર ચાર લોકો જ હાજર હતા. અંતિમ ક્રિયાઓ કરવા સમયે બધાએ PPE કિટ પહેરી રાખી હતી.

ભાઈએ કહ્યું- બુધવારથી તબિયત બગડી
રાજીવે કહ્યું કે, 3 જૂને અનિલ શ્વાસ લઇ શકતા ન હતા. અમે તેમને લઈને હોસ્પિટલ ભાગ્યા. પરંતુ હિન્દુજા અને લીલાવતી જેવી હોસ્પિટલોએ બેડ આપવાની ના પાડી દીધી. ત્યારબાદ તેમને મ્યુનિસિપાલિટીની હોસ્પિટલમાં બુધવારે દાખલ કરવામાં આવ્યા. તેઓ કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા. ગુરુવારે ડોક્ટર્સે કહ્યું કે કંઈક ગડબડ છે અને તેમને વેન્ટિલેટર પર રાખી દીધા.

ભાઈ અને ગમતા ડિરેક્ટરને ખોઈ દેવાનું દુઃખ
અનિલ સુરીએ રાજકુમાર અને રેખા સ્ટારર કર્મયોગી અને રાજતિલક જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. તેમના ભાઈ રાજીવ સુરીએ બાસુ ચેટર્જીની 1979માં આવેલ ફિલ્મ મંજિલને પણ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મોસમી ચેટર્જી લીડ રોલમાં હતા. સંયોગની વાત એ છે કે ગુરુવાર સવારે જ બાસુ ચેટર્જીનું મૃત્યુ થયું અને તે જ દિવસે સાંજે રાજીવના ભાઈ અનિલનું પણ મૃત્યુ થયું. ભાઈ રાજીવે કહ્યું કે પોતાના ભાઈ અને ગમતા ડિરેક્ટરને એક જ દિવસે ખોઈ બેસવા એ ઘણી દુઃખની વાત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anil Suri , producer of film Karmyogi and Rajtilak died due to Corona Virus at 77


from Divya Bhaskar https://ift.tt/2XCPPXe
https://ift.tt/3eWlXuN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...