Friday, June 12, 2020

જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર સ્ટારર સોન્ગ ગલ્લાં ગોરિયાં રિલીઝ, વીડિયોમાં ફેમસ ડબ્બુ અંકલ પણ દેખાયા

બાટલા હાઉસ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર ફરીવાર સાથે એક મ્યુઝિક વીડિયોમાં દેખાયા છે. ટી સિરીઝનો મ્યુઝિક વીડિયો ગલ્લાં ગોરિયાં રિલીઝ થઇ ગયો છે. આ વીડિયોમાં વાઇરલ વીડિયોથી ફેમસ થયેલ ડબ્બુ અંકલ ઉર્ફે સંજીવ શ્રીવાસ્તવ પણ સામેલ છે. આ ડાન્સિંગ ટ્રેકમાં તેઓ પણ મૃણાલ સાથે નાચતા દેખાયા છે.

લોકડાઉન પહેલાં શૂટ થયેલ આ વીડિયોને આદિલ શૈખે ડિરેક્ટ કર્યો છે. આ સોન્ગને ધ્વનિ ભાનુશાલી અને તાઝે ગાયું છે. આ સોન્ગનું રેકોર્ડિંગ ધ્વનિએ ભારતમાં કર્યું છે અને તાઝે તેનું રેકોર્ડિંગ યુકેમાં કર્યું હતું. ટી સિરીઝના ભૂષણ કુમારનું આ સોન્ગ વિશે કહેવું હતું કે ધ્વનિ અને તાઝને ખબર છે કે આજના યુવાનો કઈ વસ્તુ સાથે રીલેટ કરી શકે છે માટે તેઓ આ ડાન્સ સોન્ગ સાથે આવ્યા છે.

આ ડાન્સિંગ ટ્રેક વિશે મૃણાલે જણાવ્યું હતું કે, આ પહેલીવાર હતું જેમાં મને ટિપિકલ નાચ ગાના માટે બોલાવવામાં આવી હોય. મારે બે અઠવાડિયા સુધી તો રિહર્સલ કરવું પડ્યું હતું જેથી હું કેમેરા સામે ખુલ્લીને પરફોર્મ કરી શકું. સોન્ગમાં મારે જ્હોનનું ધ્યાન મારી તરફ ખેંચવાનું છે અને તેની સાથે ફ્લર્ટ કરવાનું છે. તેણે એવું પણ જણાવ્યું કે જ્હોન તેનો કોન્ફિડન્સ વધારતો હતો. તે મૃણાલને કહેતો કે, તું ગભરાઈ ન જા, જો તું ક્યાંય અટકે તો બસ સ્માઈલ આપી દે, તારી સ્માઈલ એકદમ સરસ છે. મૃણાલના આખા પરિવારે હાજર રહીને સેટ પર તેને સરપ્રાઈઝ આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mrunal Thakur and John Abraham song Gallan Goriyan released


from Divya Bhaskar https://ift.tt/2Ai3la1
https://ift.tt/2XSimbi

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...