Sunday, June 7, 2020

એકતા કપૂરે સીરિઝના આપત્તિજનક સીન પર કહ્યું, ભૂલ થઈ પરંતુ સાઈબર બુલિંગ વિરૂદ્ધ અવાજ ઉઠાવીશ

અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘XXX અનસેન્સર્ડ 2’માં આપત્તિજનક સીન્સ બતાવવામાં આવ્યા હતાં અને તેને કારણે ખાસ્સો વિવાદ થયો હતો. આ વિવાદને લઈ અંતે એકતા કપૂરે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. એકતાએ ‘ધ બિગ ડિબેટ વિથ શોભા ડે’ની સાથે એક વેબિનારમાં આઅંગે ચર્ચા કરી હતી. એકતાની સાથે ગુલ પનાગ, નંદિતા દાસ, માલિની અગ્રવાલ તથા ગુરદીપ પુંજ સામેલ હતાં.

વિવાદ પર શું બોલી એકતા?
એકતાએ વિવાદને લઈ કહ્યું હતું, ‘આ સીરિઝમાં સેક્સ્યૂઅલ કન્ટેન્ટ છે. મારી ટીમથી ભૂલ થઈ છે. મારાથી પણ ભૂલ થઈ કે મેં જાતે એપિસોડ જોયો નહીં. અહીંયા એક આર્મી ઓફિસરની પત્ની છે, આ પાત્ર ફિક્શનલ છે. તેના સંબંધો અન્ય કોઈ સાથે છે. જ્યારે તેનો પતિ બહાર જાય છે ત્યારે તે પોતાના બોયફ્રેન્ડને બોલાવે છે અને જે પણ થાય છે, જો તે એપિસોડ મેં જોયો હોત તો હું તે સીન કટ કરી જ દેત. અમને ખબર પડી કે આ સીનને લઈ બહુ જ વિવાદ થયો છે અને અમારી વિરૂદ્ધ FIR કરવામાં આવી છે. અમે તે કન્ટેન્ટ હટાવી દીધું. હું આર્મી ઓફિસરની પત્નીઓની માફી માગું છું પરંતુ આ વિવાદમાં મને સૌથી વધારે ગુસ્સો સાઈબર બુલિંગને કારણે આવ્યો છે.’

એકતાએ આગળ કહ્યું હતું, ‘તે જે વ્યક્તિ છે, જે વિચારે છે કે તે સૌથી મોટો દેશભક્ત છે, તે બહાર આવ્યા અને તેમણે મારી માતાને ગાળો આપી, મને ગાળો આપી. હવે તે વ્યક્તિએ સોશિયલ મીડિયામાં મને દુષ્કર્મની ધમકી પણ આપી. હવે અહીંયા આર્મીની વાત નથી થતી અને ના તો સેક્સ્યૂઅલ કન્ટેન્ટની વાત થાય છે. અહીંયા વાત મારી થઈ રહી છે. એક યુવતીની, તેના દીકરાની અને તેની માતાના દુષ્કર્મની વાત થાય છે, કેમ? કારણ કે અમે સેક્સ્યૂઅલ કન્ટેન્ટ બનાવ્યું. તેમનો કહેવાનો અર્થ એવો છે કે સેક્સ ખોટું છે અને દુષ્કર્મ યોગ્ય છે?’

એકતાએ વધુમાં કહ્યું હતું, ‘હું આ બધું એટલા માટે કહી રહી છું, કારણે કે હું આ ભૂલની ઘણી જ સહજતાથી માફી માગી શકું છું, માફી માગવી એમાં કોઈ મોટી વાત નથી. કારણ કે આર્મીને હું પણ બહું માન આપું છું. તે ફિક્શનલ શો છે અને અમે ભૂલ કરી કે અમે ધ્યાન ના આપ્યું પરંતુ જ્યારે ખબર પડી ત્યારે અમે અમારી ભૂલ સુધારી. હવે, હું વિચારી રહી છું કે હું મારા માટે ઊભી રહું અને આ સાઈબર બુલિંગના ઊંડાણ સુધી જાઉં. જો આજે મેં મારા માટે અવાજ ના ઉઠાવ્યો તો કાલે તે કોઈ પણ યુવતીને કંઈ પણ બોલી શકે છે.’

આ પહેલાં દેશની મહિલાઓએ એકતાનું સમર્થન કર્યું
આપત્તિજનક સીન પર વિવાદ વધતા કેટલાંક લોકોએ એકતાને દુષ્કર્મની ધમકી આપી હતી. આ ધમકી પર ઘણાં લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. કેટલાંકે પોલીસમાં ફરિયાદ કરીને મહિલા સેલને પરિસ્થિતિ સંભાળવાનું કહ્યું હતું. કેટલાંકે એમ પણ કહ્યું હતું કે આને કારણ વગરનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, આ દૃશ્યોને હટાવી દેવામાં આવ્યા છે.

એકતાનો સપોર્ટ કરતી એક મહિલા યુઝરે કહ્યું હતું, તે લોકો એકતાની ન્યૂડિટી ફેલાવવાની વાત કરે છે. તેઓ દેશભક્ત છે, એટલે આવું નથી કરતાં પરંતુ એક સ્વતંત્ર મહિલાને તેનું સ્થાન બતાવવા માટે આમ કરી રહ્યાં છે. જો આ લોકો આ બધામાંથી છટકી ગયા તો કાલે આ બધું જ તેઓ અન્ય મહિલા સાથે કરશે. આ સાથે જ યુઝરે મુંબઈ પોલીસ તથા રાષ્ટ્રીય મહિલા આયોગને પણ પોસ્ટમાં ટેગ કર્યાં હતાં.

અન્ય એક યુઝરે મુંબઈના પોલીસ કમિશ્નરને ટેગ કરીને કહ્યું હતું, ‘મહેરબાની કરીને આ મુદ્દે ધ્યાન આપો. એકતા કપૂરને ધમકીઓ આપવામાં આવી રહી છે. આની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઈએ.’

શું છે પૂરી ઘટના?
એકતા કપૂરની વેબ સીરિઝ ‘XXX અનસેન્સર્ડ 2’ના એક સીનમાં એક્ટ્રેસ અદીતિ કોહલી પોતાના બોયફ્રેન્ડની સાથે ભારતીય સેનાના ઓફિસરનો ડ્રેસ પહેરીને ઈન્ટીમેટ થાય છે. આ દૃશ્યને દર્શકોએ ઈન્ડિયન આર્મી માટે અપમાનજનક ગણાવ્યું હતું. વિવાદ વધતા મેકર્સે સીરિઝમાંથી આ તમામ સીન હટાવી દીધા હતાં પરંતુ દર્શકો હજી પણ નારાજ છે. આ અંગે હિન્દુસ્તાની ભાઉ ઉર્ફે વિકાસ પાઠકે એકતા કપૂર તથા તેની માતા શોભા કપૂર વિરૂદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બિહારના મુઝફ્ફરપુરમાં ભાજપના જિલ્લા સંયોજક અનિલ કુમાર સિંહ તથા મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વેબ સીરિઝ દ્વારા અશ્લિલતા ફેલાવવાનો, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો તથા રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નના અપમાનના આક્ષેપમાં એકતા કપૂર વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

જમ્મુની એક પ્રમુખ સામાજિક કાર્યકર્તા નવનીત કૌરે વેબ સીરિઝમાં સેનાની પત્નીઓના ચિત્રણ પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘સેનાના જવાનોની પત્નીઓને આ સીરિઝમાં બહુ જ ખોટી રીતે બતાવવામાં આવી છે, જાણ કે તેમનું કોઈ નૈતિક મૂલ્ય જ નથી. આ વેબ સીરિઝમાં માત્ર સેનાના જવાનોની પત્નીઓનું જ અપમાન નથી કરવામાં આવ્યું પરંતુ સેનાની પૂરી સંસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે. સેનાના જવાન તથા તેમના પરિવારના સભ્યો દેશ માટે આટલી કુરબાની આપે છે. સેનાના જવાનો મહિનાઓ સુધી પરિવારથી અલગ રહે છે. જોખમી જગ્યાઓ પર કામ કરે છે. સેનાના જવાન તથા અધિકારી દેશની સીમાઓની સુરક્ષા કરે છે. જોકે, એકતા કપૂરે તેનું સન્માન કર્યું નથી.’ નવનીત કૌરે એકતા કપૂર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી અને સરકાર પાસેથી પદ્મશ્રી અવોર્ડ પરત લેવાનું પણ કહ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ekta Kapoor on controversial scene in web series


from Divya Bhaskar https://ift.tt/3eWfT5j
https://ift.tt/3h4zq5q

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...